હાલ મોંઘવારીમાં સ્કૂલમાં બાળકોને ભણાવવા ખુબજ મોંઘા થયા છે,કોઈપણ સારી કહેવાતી સ્કૂલમાં એડમિશન હોવાછતાં સ્કૂલમાં બાળક પૂરતું સારું શિક્ષણ મેળવી શકતું નથી એટલે ટ્યુશન રાખવું પડે છે તે હકીકત છે આવી શાળાઓ ચોક્કસ દુકાનમાંથીજ ડ્રેસ સહિતની વસ્તુઓ ખરીદવા વાલીઓને ફરજ પાડતા હોય છે તેવે સમયે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વાલીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ રાજ્યની જે નોન-ગ્રાન્ટેડ ખાનગી સ્કૂલો વિદ્યાર્થીઓને સ્કૂલ ડ્રેસ, પુસ્તકો કે સ્ટેશનરી કોઈ ચોક્કસ દુકાન કે સંસ્થામાંથી ખરીદવા દબાણ કરશે તો તેવી સ્કૂલો સામે દંડનીય કાર્યવાહી કરવા સજ્જ બન્યું છે. શિક્ષણ મંત્રીએ આ અંગે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને ગણવેશ/બુટ, પુસ્તકો, સાહિત્યો અને…
કવિ: Halima shaikh
જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના હળવા આંચકા આવતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.7 નોંધાઇ હતી. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ કે નુકસાન થયાના અહેવાલ નથી. જમ્મુ-કાશ્મીરમાં મોડી રાત્રે 12:37 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા 3.7 માપવામાં આવી હતી. અહીં ભૌગોલિક રચના એવી છે કે જમ્મુ અને કાશ્મીર ટેકટોનિક પ્લેટ પર ટકે છે, જ્યાં ભારે દબાણ સર્જાય તેવા સંજોગોમાં ભૂકંપ આવે છે. જો પાકિસ્તાનથી ઉત્તરાખંડમાં 6ની તીવ્રતાનો ભૂકંપ આવે તો તેની અસર જમ્મુ-કાશ્મીર પર પડી શકે છે.
પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફની સ્થિતિ ખૂબ નાજૂક છે. આજે તેમનું નિધન થયું હોય તેવા અહેવાલો અંગે મુશર્રફના પરિવારે ટ્વિટ કરીને ખુલાસો કર્યો છે કે, હવે તેમને વેન્ટિલેટર સપોર્ટ પરથી હટાવી દેવામાં આવ્યા છે. તેમની રિકવરી મુશ્કેલ છે. પરવેઝ મુશર્રફના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી તેમના પરિવારે માહિતી આપી છે કે, હવે તેઓ વેન્ટિલેટર પર નથી. તેમની બીમારી એમાઈલોયડોસિસના કારણે તેઓ છેલ્લાં 3 સપ્તાહથી હોસ્પિટલમાં દાખલ છે. તેમની સ્થિતિ ગંભીર છે. તેમની રિકવરી મુશ્કેલ છે. તેમના એક એક અંગ ફેઈલ થઈ રહ્યા છે. તેમના માટે દુઆ કરો. અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના ‘વક્ત ન્યૂઝ’ને ટાંકીને કેટલાક મીડિયામાં અહેવાલ હતા કે મુશર્રફનું…
બનાસકાંઠાના કોરેટી ગામના તળાવમાં અચાનક જ પાણીનો કલર બદલાઈ જતા લોકોમાં ભારે આશ્ચર્ય ફેલાયું છે અને આવા ફેરફાર પાછળ શુ કારણ જવાબદાર છે તે અંગે કોઈ ફોડ નહિ પડતા લોકોમાં ગભરાટ પણ જોવા મળ્યો હતો. તળાવના પાણીનો રંગ બદલાઈને ગુલાબી થઈ ગયો છે, પાણીના આ રંગ બદલાવવા પાછળનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. પાણીમાં કોઈએ કેમિકલ છોડ્યું છે કે કેમ? પાણીનો કલર બદલાઇને ગુલાબી થઈ જવાના કારણની ખબર નહિ પડતા લોકોમાં મુંઝવણ વધી છે આ તળાવના કલરફુલ પાણીનો વિડીયો અને ફોટા વાયરલ થઈ રહયા છે જેથી આસપાસના ગામોમાં પણ આ મુદ્દો ચર્ચાનો મુદ્દો બન્યો છે ત્યારે આ અંગે તપાસ…
મોહમ્મદ પયગંબર પર વિવાદિત ટિપ્પણી કરનારા નુપુર શર્મા સામે વિશ્વના મુસ્લિમ દેશો ગુસ્સે ભરાયા છે ત્યારે નુપુર શર્માને ડચ સાંસદ ગીર્ટ વિલ્ડર્સે ખુલ્લું સમર્થન જાહેર કર્યું છે. નેધરલેન્ડના સાંસદ ગીર્ટ વિલ્ડર્સે ટ્વીટ કરીને કહ્યું કે હતું કે, ભારતે આતંકીઓની આગળ ઝૂકવું ન જોઈએ. ડચ સાંસદે ટ્વીટ કર્યુ, ‘અલકાયદા જેવા ઇસ્લામિક આતંકવાદીઓ સામે ન ઝુકો. તે બર્બરતાનું પ્રતિનિધિત્વ કરે છે.’ તેમણે લખ્યું કે ભારતે નુપુર શર્માનું સમર્થન કરવું જોઈએ. તેમણે કહ્યું, ભારતે નુપુર શર્મા સાથે આવવું જોઈએ અને સમર્થન કરવું જોઈએ. ઘણા વર્ષ પહેલા અલકાયદા અને તાલિબાને મને પોતાના હિટ લિસ્ટમાં રાખ્યા હતા. તેમણે કહ્યું કે, નુપુર શર્માની વાત સાચી હતી…
ગોંડલ પંથકમાં જામ્યો વરસાદી માહોલ,નદીઓમાં આવ્યા નવા નીર આજે ભીમ અગિયારસના પાવન દિવસે ગોંડલ પંથકમાં ધોધમાર વરસાદ પડતા ખેતરો પાણીથી તરબોળ થયા છે. જયારે નદી-નાળા છલકાયા હતા. સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ગોંડલના વાસાવડ, દેવળીયા, દડવા સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે. અહીં ભારે બફારાના વાતાવરણ વચ્ચે વરસાદ પડતાં ઠંડક પ્રસરી જવા પામી હતી. વરસાદ પડતાં લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે. ગોંડલમાં વાતાવરણમાં કાળા ડિબાંગ વાદળો સાથે આકાશ ઘેરાયું હતું. અને હાલ વરસાદ વરસી રહ્યો છે.જેથી રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે. આમ,ભીમ અગિયારસના દિવસેજ વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ જવા પામી હતી. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના…
પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું નિધન થયું હોવાના અહેવાલ છે,તેઓ છેલ્લા કેટલાક સમયથી બિમાર હતા. પાકિસ્તાનના વક્ત ન્યૂઝના અહેવાલમાં ભૂતપૂર્વ પાકિસ્તાન રાષ્ટ્રપ્રમુખ પરવેઝ મુશર્રફનું અવસાન થયાની પૃષ્ટિ કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે ભારત સામે કારગિલ યુદ્ધ માટે જવાબદાર ગણાતા પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ હોસ્પિટલમાં વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા જેઓએ આજે દુબઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. જોકે પાકિસ્તાનના કેટલાક પત્રકાર હજુપણ આ અહેવાલને ખોટા જણાવી રહયા છે કે તેઓનું કહેવું છે કે નિધનના અહેવાલ ખોટા છે. તેઓ હાલ દુબઈની હોસ્પિટલમાં નહિ પરંતુ ઘરે વેન્ટીલેટર પર છે. જોકે,પાકિસ્તાનના વક્ત ન્યૂઝના અહેવાલમાં મુશર્રફ નું નિધન થયું હોવાનું જણાવવામાં…
રાંચીમાં નમાઝ પછી હિંસા, મંદિર પર પથ્થરમારા પછી પોલીસ ફાયરિંગમાં 1નું મોત અને 7 ઇજાગ્રસ્ત થયાના અહેવાલો છે. પયગંબર પર વિવાદાસ્પદ ટિપ્પણી અંગે રાંચીમાં શુક્રવારે નમાઝ પછી હિંસક પ્રદર્શન શરૂ થઈ ગયું હતું. લોકોએ મંદિર પર પથ્થરમારો કર્યો જેના જવાબમાં પોલીસ ફાયરિંગ દરમિયાન 35 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું છે તો બીજી બાજુ 7 અન્ય લોકોને ગોળી વાગતા ઈજાગ્રસ્ત થયા છે. અહેવાલો અનુસાર, લોકોએ મુખ્ય માર્ગ પર વિવિધ સ્થળોએ પોલીસ-પ્રશાસન દ્વારા કરવામાં આવેલા બેરિકેડિંગને તોડવાનો પ્રયાસ કર્યો હતો જ્યારે પોલીસ પ્રશાસને તેમને રોકવાનો પ્રયાસ કર્યો તો તેઓએ પોલીસ પર જ પથ્થરમારો શરૂ કરતા ભારે અફરા તફરી મચી હતી નૂપુર શર્મા દ્વારા…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શુક્રવારે અમદાવાદમાં ઈન્ડિયન નેશનલ સેન્ટર ફોર સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન (IN-SPACE)ના મુખ્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. જૂન 2020માં કેન્દ્રીય કેબિનેટ દ્વારા તેને મંજૂરી આપવામાં આવી હતી. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર હતા. વડાપ્રધાન મોદીએ IN-SPACEના હેડક્વાર્ટરનું પણ નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આજે 21મી સદીના આધુનિક ભારતની વિકાસ યાત્રામાં એક અદ્ભુત અધ્યાય જોડાયો છે. ઈન્ડિયન નેશનલ સેન્ટર ફોર સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન (IN-SPACE) ના મુખ્યાલય માટે તમામ દેશવાસીઓ અને વૈજ્ઞાનિક સમુદાયને ખૂબ ખૂબ અભિનંદન. તેમણે કહ્યું કે IN-SPACE ભારતના યુવાનોને તેમની પ્રતિભા દર્શાવવાની તક આપશે. ભલે તેઓ સરકારી નોકરી કરતા…
પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફની હાલત નાજુક બનતા તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેઓ ઘણા સમયથી બીમાર રહે છે. રિપોર્ટ્સનું માનીએ તો મુશર્રફને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. મુશર્રફને હૃદય અને અન્ય બિમારીઓને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓને દુબઈની એક હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હોવાના અહેવાલ છે. રિપોર્ટ્સનું માનીએ તો મુશર્રફને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. મુશર્રફને હૃદય અને અન્ય બિમારીઓને કારણે અમેરિકન હોસ્પિટલમાં વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. 78 વર્ષિય પરવેઝ મુશર્રફ વર્ષ 1999થી 2008 દરમિયાન પાકિસ્તાનના રાષ્ટ્રપતિ તરીકે જવાબદારી સંભાળી હતી. માર્ચ 2016થી મુશર્રફ દુબઈમાં છે. તેમની ઉપર વર્ષ 2007માં બંધારણને રદ્દ કરવા…