ગાંધીનગર- ગુજરાતમાં ગાય આધારિત પ્રવાસન વિકસાવવા માટે રાજ્ય સરકારે પ્રયાસ શરૂ કર્યા છે. દેશના જે રાજ્યોમાં ગાયોનું મહત્વ વધારે છે તેવા રાજ્યોમાં પ્રવાસન સરકીટ બનશે. રાષ્ટ્રીય કામધેનુ આયોગની રચના આ હેતુથી કરવામાં આવી છે. દેશી ગાયની નસલ પેદા કરે છે તેવા રાજ્યોમાં આ સરકીટ બનાવવામાં આવે તેવી સંભાવના છે. ભારત સરકાર દેશમાં ગાય સરકીટ બનાવવા માગે છે જેમાં ગુજરાતને પણ જોડવામાં આવ્યું છે. ગાય આધારિત પ્રવાસન અર્થવ્યવસ્થાને ઉત્તેજન આપશે. નવરચિત રાષ્ટ્રીય કામધેનું આયોગે એક એવો માર્ગ બનાવવાનો પ્રયાસ કર્યો છે કે જેના દ્વારા ગાયની સમજ અને તેના ઉત્પાદનોનો વિદેશોમાં પણ પ્રચાર પ્રસાર થઇ શકશે. આયોગે આ સરકીટ માટે હરિયાણા, ઉત્તરપ્રદેશ,…
કવિ: Margi Desai
ગાંધીનગર- વિશ્વના દેશો ક્લાયમેટ ચેન્જની વાતો કરી રહ્યાં છે ત્યારે યુએનના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાતના દરિયાકિનારા વિસ્તારો, દેશના મુંબઇ અને કોલક્તા જેવા મોટા શહેરોમાં દરિયાના પાણીની સપાટીમાં વધારો થતાં જમીનનું ધોવાણ થઇ રહ્યું છે જે ક્રમશ વસતીને ખાલી કરાવી શકે છે, કારણ કે પાણીનું લેવલ વધી રહ્યું છે. રાજ્યના આઠ જિલ્લામાં દરિયાના પાણીના કારણે જમીનનું ધોવાણ થયું છે. જમીન ધોવાણ અંગે રાજ્યના બજેટમાં દર વર્ષે ફાળવણી કરવામાં આવતી હોય છે પરંતુ યોગ્ય પગલાંના અભાવે દરિયાના પાણી દરિયા કિનારાના વિસ્તારોમાં ઘૂસી રહ્યાં છે. સૌથી વધારે મુશ્કેલી નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં થઇ છે. દરિયાના પાણી નર્મદા નદીમાં આવી રહ્યાં…
ગાંધીનગર- ગુજરાતમાં કોલ્ડસ્ટોરેજની અછત હોવા છતાં ખેડૂતો ફુલોની ખેતી તરફ વળ્યા છે. અત્યારે ફુલોનો વાવેતર વિસ્તાર વધીને 21000 હેક્ટર થયો છે જે 2008-09માં 11000 હેક્ટર હતો. રાજ્યમાં જો કોલ્ડસ્ટોરેજ અને ગ્રીનહાઉસ બનાવવાનો ખર્ચ ઓછો થાય તો રાજ્યમાં ફુલો માટેનું વાતાવરણ સારૂં છે. રોકડિયો પાક હોવાથી ખેડૂતો ધીમે ધીમે ફુલોની ખેતી તરફ વળી શકે છે. રાજ્યમાં ગ્રીનહાઉસના કારણે ફુલોનું ઉત્પાદન વધ્યું છે. કટ ફ્લાવરના માર્કેટને પણ મોટું બુસ્ટઅપ મળ્યું છે. છેલ્લા 10 વર્ષમાં ફુલોના ઉત્પાદનમાં 100 ટકાનો વધારો નોંધાયો છે. ફુલોમાં સૌથી મોટું બજાર ગુલાબ, મેરીગોલ્ડ, મોગરા અને લીલીનું છે. ખેડૂતો ગુલાબની ખેતીમાં પાછળ પડતાં જાય છે. નિકાસ કરવાના ટાંચા સાધનો…
ગાંધીનગર- ગુજરાતમાં ફરીથી નબળી પડેલી કોંગ્રેસને ભાજપના નેતાઓની નજર લાગી છે. કોંગ્રેસમાંથી ઓછામાં ઓછા 12 ધારાસભ્યો ખેરવવાની ભાજપની યોજના છે જેને સાકાર કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મથાપણ કરી રહ્યાં છે. કોંગ્રેસના એક સિનિયર સદસ્યએ કહ્યું હતું કે કોંગ્રેસના નેતાઓની તાકાત હોય તો તેમના ધારાસભ્યોને ભાજપમાં જતાં બચાવી લે, અન્યથા તેઓ કેસરિયો ધારણ કરવા જઇ રહ્યાં છે. રાજ્યમાં વિપક્ષના કેટલાક ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાય તેવા સંકેત મળ્યા છે. રાજ્યમાં 26મી માર્ચે રાજ્યસભાની ખાલી પડનારી ચાર બેઠકોની ચૂંટણી થવાની છે ત્યારે તે પહેલાં ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ આવે તો નવાઇ પામવા જેવું નથી. કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાય તેવી સંભાવના એટલા…
હું ભાજપમાં જન્મ્યો છું અને ભાજપમાં જ મરીશ, કોંગ્રેસ સપનાં ના જુએ – નીતિન પટેલ ગાંધીનગર- ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે હું ભાજપમાં જ જન્મ્યો છું અનેભાજપમાં જ મરીશ. કોંગ્રેસે કોઇ ખ્વાબ જોવાની જરૂર નથી. તેમણે વિધાનસભામાં કોંગ્રેસનીટીખળનો જવાબ આપતાં આમ કહ્યું છે. વિધાનસભાની પ્રશ્નોત્તરી સમયે એક પ્રશ્નના ઉત્તરમાં જ્યારે કોંગ્રેસના સભ્યોએ ભાજપનાસભ્યો અંતે કોઇ કોમેન્ટ કરતાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે તમારામધ્યપ્રદેશમાં તો કોંગ્રેસના કાંગરા ખરવા માંડ્યાં છે. કોંગ્રેસના સભ્ય વિરજી ઠુમર કહેતા હતા કેદુખી નિતીનભાઇ કોંગ્રેસમાં આવી જાય, તેમને અમે મુખ્યમંત્રી બનાવીશું. વિરજીભાઇ તમારાસપનાં પુરાં થવાના નથી. પ્રદીપસિંહે સભાગૃહમાં વિપક્ષના નેતા પરેશ ધાનાની…
ગાંધીનગર- ગુજરાત ભાજપના રાજ્યસભા માટેના બે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જો કે કોંગ્રેસે હજી તેના બે નામો જાહેર કર્યા નથી. ભાજપ ત્રીજો ઉમેદવાર ઉભો રાખે તો 26મી માર્ચે ચૂંટણી થશે, અન્યથા બન્ને પાર્ટીના બે ઉમેદવારોને વિજેતા જાહેર કરી દેવામાં આવશે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે અને બજેટ સત્ર દરમ્યાન રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. કેન્દ્રીય ભાજપે ગુજરાત ભાજપ માટે બે નામો જાહેર કર્યા છે જેમાં એક નામ અભય ભારદ્વાજનું છે અને બીજું નામ પૂર્વ ધારાસભ્ય રમિલાબેન બારાનું છે. કોંગ્રેસે હજી કોઇ ઉમેદવાર જાહેર કર્યા નથી. ઉમેદવારી કરવાની છેલ્લી તારીખ 13મી માર્ચ છે. ભાજપે તેના સત્તાવાર ઉમેદવારો ઉપરાંત…
ગાંધીનગર- ગુજરાતમાં બાળલગ્ન થાય છે તે હકીકત છે પરંતુ સરકાર પગલાં લઇ શકતી નથી, કારણ કે છીંડે ચઢ્યો તે ચોર… એ ઉક્તિ પ્રમાણે કોઇ ફરિયાદ કરે તો બાળલગ્ન અટકી જાય છે પરંતુ લગ્ન થયા પછી કાયદા પ્રમાણે કામ થઇ શકતું નથી. મોટાભાગના કેસોમાં બાળલગ્ન થઇ ચૂક્યાના ચાર-પાંચ વર્ષ પછી ફરિયાદ થઇ હોય છે અને એ સમયે બાળલગ્ન કરનાર યુગલ પુખ્તવયનું બની ચૂક્યું હોય છે. બાળલગ્ન કરવા એ ગુનો છે છતાં કાયદાનું ઉલ્લંઘન કરતાં એવા પરિવારો મોજૂદ છે કે જેમણે કાયદો તોડીને બાળલગ્નો કર્યા છે. એકલા અમદાવાદમાં 20,000 કરતાં વધુ કિસ્સા એવા છે જેમાં બાળવિવાહ થયાં છે. આજે તેમની સામે પગલાં…
ગાંધીનગર- ગુજરાત સરકારમાં કરપ્શનના માત્રા વધારે છે તેવું સરકારી આંકડા સાબિત કરે છે ત્યારે પાંચ કે સાત હજાર લોકોને પૂછીને કરપ્શનની માત્રા નક્કી કરવી એ મૂર્ખામી છે. કેન્દ્રીય પ્રાઇવેટ સંસ્થાનો રિપોર્ટ જોઇને ગુજરાત સરકાર ખૂશ થાય છે પરંતુ હકીકતમાં રાજ્યમાં કરપ્શનની માત્રા એટલી બધી વધી ચૂકી છે કે રોજનો એક કેસ એન્ટી કરપ્શન બ્યુરોમાં નોંધાય છે. એટલે કે કોઇને કોઇ સરકારી કચેરીમાં લાંચ લેવાના કેસોની સંખ્યા વર્ષે 270ના આંકડાને ક્રોસ કરે છે. રાજ્ય ગૃહ વિભાગના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યમાં પાંચ વર્ષમાં 1127 અધિકારી તેમજ કર્મચારીઓને લાંચ લેવાના કેસમાં જેલની સજા થઇ છે. એનો મતલબ એ થયો કે…
ગાંધીનગર- ગુજરાતમાં સત્તાથી દૂર ફેંકાયેલી કોંગ્રેસને સત્તાનો નશો પચતો નથી અને વિપક્ષમાં નેતાઓને ફાવતું નથી. ભાજપ અને મોદીના શાસનથી કંટાળેલી દેશની જનતાએ વિવિધ રાજ્યોમાં પરિવર્તનનો નિર્દેશ આપ્યો હતો પરંતુ કોંગ્રેસના સત્તા ભૂખ્યાં નેતાઓ વચ્ચે યાદવાસ્થળી ફાટી નિકળી છે જેનો ચેપ ગુજરાત કોંગ્રેસને પણ લાગી શકે તેમ છે. કોંગ્રેસ શાસિત રાજ્યો મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં યાદવાસ્થળી છે. મધ્યપ્રદેશમાં તો જ્યોતિરાદિત્ય સિંઘિયાએ હાલના મુખ્યમંત્રી કમલનાથ સામે બળવો પોકાર્યો છે. રાજસ્થાનમાં પણ અશોક ગેહલોત ને નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટ નડી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસની સરકાર ત્રિભેટે આવીને ઉભેલી છે. કોંગ્રેસના મંત્રી નહીં બનેલા ધારાસભ્યોને ખરીદવાના રસ્તા ભાજપના નેતાઓએ શોધી કાઢ્યા છે.…
ગાંધીનગર- કેન્દ્ર સરકાર ધીમે ધીમે ગુજરાત સરકારને કેન્દ્રીય આવકનો હિસ્સો ઘટાડતી જાય છે. કેન્દ્ર ગુજરાતને થપ્પડ મારી રહી છે પરંતુ ક્યાં અને કેવી રીતે મારે છે તે હાલના નાણાકીય આંકડા દર્શાવે છે. ખુદ સરકારની સત્તાવાર માહિતી પ્રમાણે રાજ્યની મહેસૂલી આવકનો હિસ્સો આગામી વર્ષના અંતે વધીને 76 ટકા થશે જેની સામે કેન્દ્રની આવકનો ફાળો માત્ર 24 ટકા રહેશે. નાણા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે આગામી વર્ષમાં રાજ્યની કુલ મહેસૂલી આવકોમાં વધારો થશે જ્યારે કેન્દ્રના કરવેરા અને સહાયક અનુદાનમાં ઘટાડો થશે. રાજયની મહેસૂલી આવકોમાં રાજયના પોતાના કરવેરા અને બિન-કરવેરાની આવકો સાથે કેન્દ્રીય કરવેરામાં હિસ્સો અને કેન્દ્રીય સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે સહાયક…