કવિ: Satya-Day

ગોપાલ ઈટાલીયાએ ભુંડ ભગાડવા માટે પાઈપ દ્વારા ભડાકો કરતા વલ્ભભવિદ્યાનગર પોલીસે આર્મ્સ એક્ટ પ્રમાણે ગુનો નોંધ્યો હતો. હવે આ મામલે ગોપાલ ઈટાલીયાએ RTI હેઠળ વિવિધ પ્રકારની માહિતી માંગતા પોલીસ હવે પોલીસ મૂંઝવણમાં મૂકાઈ ગઈ છે. પોલીસે તો ઠીક પણ વિદ્યાનગર કોર્ટ દ્વારા પણ કોર્ટમાં રજૂ કરવામાં આવેલા ઈટાલીયાને પોલીસ રીમાન્ડ ઉપર સોંપવાનો હુકમ કર્યો હતો ખરેખર તો ગુનો બોટાદમાં બન્યો તો તો પછી આણંદ પોલીસ અને કોર્ટે કઈ રીતે પોતાના કાર્યક્ષેત્રની બહાર જઈ કાર્યવાહી કરી તે સૌથી મોટો પ્રશ્ન છે. સરકાર અને ધાર્મિક નેતાઓની જાહેરમાં ટીકા કરતા ગોપાલ ઈટાલીયાએ બોટાદ જિલ્લાના લાઠીદડ ગામે ભુંડ ભગાડવા માટે પાઈપમાં સ્ફોટક પદાર્થ ભરી…

Read More

લાંબા સમય સુધી રેમો ડી’સુઝાની આગામી ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર 3’ને લઈને એ ખબર સામે આવતી હતી કે કેટરિનાએ ફિલ્મ છોડી દીધી છે અને એવું કારણ છે કે તેણી ‘ભારત’ નાં શૂટિંગમાં વ્યસ્ત છે. પરંતુ હવે આ બાબતને લઈને કેટલીક અલગ માહિતી સામે આવી રહી છે. બોલીવુડ લાઈફ માં પ્રકાશિત, અહેવાલમાં જણાવ્યા અનુસાર “સ્ટ્રીટ ડાન્સર 3 ‘માં કેટરીના કૈફ કામ ન કરવાનું કારણ સલમાન ખાનની ફિલ્મ ભારત નથી. પરંતુ તેઓનું વ્યક્તિગત કારણ હતુ. બોલીવુડ લાઇફનાં સુત્રોએ કહ્યું કે, કેટરિના કૈફને જે પાત્ર ઓફર થયું હતું તે એક પાકિસ્તાની ડાન્સર હતી. કેટરિના ફિલ્મમાં પાકિસ્તાની નૃત્યાંગનાની ભૂમિકા ભજવવા ન માંગતી હતી. આ કારણોસર,…

Read More

હિમાચલ પ્રદેશના કાંગરા જિલ્લામાં ગોપાલપુરમાં આજે એક ખાનગી બસ ખાઇમાં પડી જતાં ૩૩ મુસાફરોને ઇજા થઇ હતી, એમ જિલ્લાના અધિકારીઓએ કહ્યું હતું. ઘાયલોમાં ૧૧ની હાલત ગંભીર હતી. દસ ઘાયલોને ટાન્ડા મેડિકલ કોલેજ મોકલાયા હતા જ્યારે એક જણને પાલમપુરની હોસ્પિટલે ખસેડાયા હતો. સાઘારણ રીતે ઘાયલ થયેલાઓને ગોપાલપુરની હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી. જવાહર બસ સર્વિસની બસ ગોપાલપુર પાસે એક ખાઇમાં પડી જતાં આ દુર્ઘટના બની હતી.

Read More

ગુજરાતમાં માનવ તસ્કરી કરતી ટોળકી સક્રિય બની રહી છે. જેમાં ખાસ કરીને સગીરાઓનું અપહરણ કરીને મહારાષ્ટ્રમાં વેચી દેવાનું વ્યવસ્થિત ષડયંત્ર ચાલી રહ્યું છે. મણિનગરમાંથી સગીરાનું અપહરણ કરનારી મહિલા અને યુવકે ૫૦થી વધુ સગીરાને વેચી દીધી હોવાની શંકા આધારે પોલીસ તપાસ કરી રહી છે. ચોંકાવનારી વાત તો એ છે કે વર્ષો પહેલા કાગડાપીઠ વિસ્તારમાંથી ગુમ થયેલી યુવતીને શોધવામાં સીબીઆઇ પણ નિષ્ફળ નીવડી છે. ગુજરાતમાંથી દિન પ્રતિદિન સગીરાઓ ગુમ થવાના કિસ્સા વધી રહ્યા છે. ત્યારે માનવ તસ્કરી કરતી ટોળકી દ્વારા સગીરાઓનું અપહરણ કરીને વેચી દેવામાં આવતી હોવાની શંકા સેવાઇ રહી છે, ગઇકાલે ઇસનપુર પોલીસે માયા અને પ્રકાશ મરાઠી નામના શખ્સોની ધરપકડ કરી…

Read More

અમદાવાદના  કૃષ્ણનગરમાંથી ગુમ થયેલી 14 વર્ષની સગીરા ખૂનના ગુનામાં સુરત જેલમાં સજા ભોગવી રહી છે. આ સગીરા નવરાત્રિમાં ગુમ થઇ ગઇ હતી. સગીરાએ પિતાને ફોન કરતા અમદાવાદ પોલીસ સફાળી જાગી છે. આશ્ચર્યની વાત એ છે કે સગીરાની ઉંમર ચાર માસમાં ચાર વર્ષ વધી ગઇ છે. સગીરાની ઉંમર અંગે કોઇપણ જાતની તપાસ કર્યા વગર જ પોલીસે તેને જેલમાં બંધ કરી દીધી. આ મામલે મળતી માહિતી પ્રમાણે અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાંથી ઓકટોબર માસમાં ગુમ થઇ હતી. આ ઘટના અંગે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર, વી.આર.ચૌધરીના જણાવ્યા મુજબ ગુમ થયેલી સગીરાનું સુરતના એક યુવકે અપહરણ કર્યું હતું. ત્યારબાદ કોઇપણ રીતે લગ્ન કરીને સુરતના કતારગામ…

Read More

રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ તરફથી સ્કૂલોમાં વિદ્યાર્થીઓની હાજરી બાબતે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. નવા પરિપત્ર પ્રમાણે હવે જો કોઈ વિદ્યાર્થી સતત 30 દિવસ સુધી ગેરહાજર રહેશે તો તેનું નામ કમી કરવામાં આવશે. એટલે કે ફક્ત હાજરીપત્રકમાંથી જ વિદ્યાર્થીનું નામ કમી થઈ જશે. પરિપત્ર પ્રમાણે જો કોઈ વિદ્યાર્થી 21 દિવસ સુધી સતત ગેજહાજર રહેશે તો તેણે CRC (ક્લસ્ટર રિસોર્સ કોર્ડિનેટર)નો સંપર્ક કરવો પડશે. એટલું જ નહીં વિદ્યાર્થીના માતા-પિતાએ પણ સીઆરસીનો સંપર્ક કરવો પડશે. જો કોઈ 30 દિવસ સુધી ગેરહાજર રહેશે તો તેનું નામ કમી કરવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થી સતત સાત દિવસ સુધી ગેરહાજર રહે છે તો વર્ગ શિક્ષકે…

Read More

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને અપીલ કરી છે કે કોર્ટ કોલકત્તા પોલીસ કમિશ્નર રાજીવ કુમારને નિર્દેશ આપે કે તેઓ તપાસમાં સહયોગ કરે. સુપ્રીમ કોર્ટ આ કેસમાં મંગળવાર એટલે કે આજે સુનવણી કરશે. આપને જણાવી દઇએ કે રવિવારના રોજ સીબીઆઈના અધિકારી શારદા ચિટફંડ કૌભાંડથી સંબંધિત પૂછપરચ્છ માટે રાજીવ કુમારના ઘરે પહોંચ્યા હતા પરંતુ તેમને ઘરમાં ઘૂસવા દીધા નહોતા અને મારામારી બાદ સીબીઆઈ ઓફિસરોને થોડાંક સમય માટે કસ્ટડીમાં લેવાયા. સીબીઆઈ એ પોતાની અરજીમાં આરોપ મૂકયો છે કે રાજીવ કુમારે અત્યાર સુધી તપાસમાં કોઇ સહયોગ કર્યો નથી. સાથો સાથ રાજીવ પર એ પણ આરોપ છે કે તેમણે કૌભાંડ…

Read More

કેન્દ્ર સરકાર સામે ધરણા પર બેસેલા પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું છે કે, હું મારો જીવ આપવા તૈયાર છું પરંતુ સમજુતિ નહી કરીશ. તેમણે કહ્યું, જ્યારે લોકો રસ્તાઓ પર TMCના નેતાઓને અને કાર્યકર્તાઓને પરેશાન કરી રહ્યાં હતા ત્યારે હું રસ્તા પર નહોતી આવી. પરંતુ આ વખતે કોલકત્તા પોલીસ કમિશ્નર રાજીવ કુમારનું અપમાન થયું તેથી અમને ગુસ્સો આવ્યો અમે તેના વિરોધમાં ધરણાં પર બેસ્યા છીએ. તેમણે કહ્યું કે, અમે કોલકત્તા પોલીસ કમિશ્નરનું અપમાન સહન નહી કરી શકીશું કારણ કે, તેઓ રાજ્યના મુખ્યપોલીસ અધિકારી છે અને જ્યાં સુધી અમે જીવીએ છીએ ત્યાં સુધી સમજુતી નહી કરીશું. ઉલ્લેખનિય છે કે, મમતા કાલથી જ…

Read More

હિંદી અને મરાઠી ફિલ્મ્સના જાણીતા એક્ટર રમેશ ભાટકરનું નિધન થયું છે. તેઓ હાલમાં જ રીલિઝ થયેલી ફિલ્મ ‘એક્સિડેન્ટ પ્રાઇમ મિનિસ્ટર’માં પણ જોવા મળ્યા હતા. રમેશ ભાટકર લાંબા સમયથી કેન્સરનો સામનો કરી રહ્યાં હતાં. રમેશ ભાટકરે હિંદીથી વધુ મરાઠી ફિલ્મ્સમાં કામ કર્યું હતું. મોટાભાગે તેઓ પોલીસ ઇન્સ્પેક્ટરના રોલમાં જોવા મળતાં હતાં. દુ:ખની વાત એ છે કે, આજે ‘કેન્સર ડે’ પર તેનું કેન્સરથી નિધન થયું છે. મુંબઇની એલિઝાબેથ હોસ્પિટલમાં તેમની કેન્સરની સારવાર ચાલી રહી હતી, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા. મરાઠી ફિલ્મ્સ ઉપરાંત રમેશ ભાટકરે હિંદી ટીવી સીરિયલ દામિની, કમાન્ડર અને હેલો ઇન્સ્પેક્ટરમાં પણ કામ કર્યું હતું.

Read More

સીબીઆઈ વિવાદ મામલે ધરણા કરી રહેવા મમતા બેનર્જીએ આઠ ફેબ્રુઆરી સુધી ધરણા શરૂ રાખવાની જાહેરાત કરી છે. 8 ફેબ્રુઆરી બાદ ધરણા શરૂ રાખવામાં આવશે પરંતુ માઈકનો ઉપયોગ કરવામાં નહીં આવે. કેમ કે, પશ્વિમ બંગાળમાં આઠમી ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષાની શરૂઆત થવાની છે. મમતાએ સંબોધન દરમિયાન જણાવ્યું કે, ભાજપે લોકતંત્રને બદનામ કરવાનું ષડ્યંત્ર રચ્યું. વિપક્ષ ભાજપનો વિરોધ કશે તો તેની વિરૂદ્ધ સીબીઆઈ એજન્સીનો ઉપયોગ કરવામાં આવે છે. ભાજની સામે ટીએમસી ઝુકવાની નથી. સરકારની તમામ કામ ધરણા સ્થળેથી જ કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે, મમતા બેનર્જીન આરોપ છે કે, પીએમ મોદી અને અમિત શાહ બંને મળીને પશ્ચિમ બંગાળમાં તખ્તાપલટનો પ્રયાસ કરી રહ્યા છે.…

Read More