નવી દિલ્હીઃ ભારતની સૌથી મોટી સોફ્ટવેર એક્સપોર્ટર્સ કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)એ તાજેતરમાં પોતાની યશકલગીમાં વધુ એક છોગું ઉમેર્યુ છે. TCS હવે દુનિયાની સૌથી મૂલ્યવાન આઇટી કંપની બની ગઇ છે. તેણે બજાર મૂલ્યની રીતે પ્રથમવાર Accentureને પાછળ છોડી દીધી છે. ટીસીએસનો શેર ગત ગુરુવારે બીએસઇ ખાતે 3.19 ટકાની વૃદ્ધિ સાથે 2825 રૂપિયા પર બંધ થયો હતો. જેના પગલે કંપનીની માર્કેટકેપ વધીને 144.73 અબજ ડોલર એટલે કે 10.60 લાખ કરોડ રૂપિયાએ પહોંચી ગઇ હતી. Accentureનું માર્કેટકેપ નાસ્ડેક ખાતે 143.4 અબજ ડોલર એટલે કે 10.52 લાખ કરોડ રૂપિયા અને આઇબીએમની માર્કેટ કેપિટલાઇઝેશન 118.2 અબજ ડોલર એટલે કે 8.67 લાખ કરોડ રૂપિયા છે.…
કવિ: Satya Day
મુંબઇઃ બિગ-બોસ-6ની સ્પર્ધક અને બોલીવુડ એક્ટ્રેસ સના ખાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને અલવિદા કહેવાનો મોટો નિર્ણય લીધો છે અને આ નિર્ણયથી તેમના ચાહકો નિરાશ થયા છે. સનાએ આની માહિતી સોશિયલ મીડિયા પર આપી હતી. તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ છોડવાનું કારણ ઇસ્લામ જણાવ્યું છે. હવે તે આંખોને આંજી દેનાર દુનિયાને છોડીને માનવતાની સેવા કરવા ઇચ્છે છે. હવે તે અલ્લાહના આદેશોનું પાલન કરશે. સનાખાનની પહેલા ફિલ્મ દંગલની એક્ટ્ર્સ જાયરા વસીમ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને અલવિદા કહી ચૂકી છે. સનાએ પણ તેના રસ્તે ચાલતા બોલીવુડમાંથી પાછા વળવાનો નિર્ણય કર્યો છે. સનાએ પોતાના ઇન્ટ્રાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને પોતાના ફેન્સને તેની માહિતી આપી છે. તેણે રોમન,…
નવી દિલ્હીઃ મોદી સરકાર ભારતમાં મુસાફરી કે ટ્રાન્સપોર્ટ માટેની જીવદોરી સમાન રેલવેનું ખાનગીકરણ કરવાની દિશામાં મક્કમ પગલે આગળ વધી રહી છે. ગત વર્ષે પેસેન્જર ટ્રેનનું ખાનગીકરણ કર્યા બાદ હવે ગુડ્સ ટ્રેન એટલે કે માલવાહક ટ્રેનોનું ખાનગીકરણ કરવાનો નિર્ણય લીધો છે. સરકારે રેલવે વિભાગની આવક વધારવા માટે ગયા વર્ષે ખાનગી ટ્રેનોને લીલી ઝંડી આપી હતી. આ આધાર પર હવે સરકાર અને રેલવે મંત્રાલય પણ ખાનગી ગુડ્સ ટ્રેનો ચલાવવા ગંભીરતાથી વિચારણા કરી રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું છે કે આ ખાનગી માલગાડીઓ ડેડીકેટેડ ફ્રેટ કોરીડોર અથવા ડીએફસી પર ચલાવામાં આવશે. આ ગુડ્સ ટ્રેનોમાં તમામ માલસામાનનું વહન કરવામાં આવશે. રેલ્વે મંત્રાલયે દેશમાં લગભગ 2800…
મુંબઇઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની ત્રણ દિવસ ચાલેલી બેઠક પૂર્ણ થઇ ગઈ છે અને આજે RBI લગભગ સવારે 10 વાગે બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરી શકે છે. આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી તેની જાણકારી આપશે. હાલની પરિસ્થિતિને જોતા એવું માનવામાં આવી રહ્યું છે કે રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજદરોમાં ફરી એકવાર કાપ મુકવામાં આવી શકે છે. જેથી કોરોના મહામારીના મારથી બિમાર પડેલી અર્થવ્યવસ્થાને ફરી બેઠી કરી શકાય. ઉલ્લેખનિય છે કે RBIની બેઠક સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં યોજાવાની હતી જો કે કેટલાંક કારણોસર તે મુલત્વી રાખવામાં આવી હતી. આ અગાઉ ઓગસ્ટમાં યોજાયેલ ધિરામનીતિની બેઠકમાં આરબીઆઇએ રેપો રેટમાં…
નવી દિલ્હીઃ દરેક વ્યક્તિની એક ઇચ્છા હોય છે કે, તેની પોતાની માલિકીનીનું એટલે કે ‘ઘરનું ઘર’ હોય. ભલે નાનું હોય પરંતુ પોતાનું ઘર હોય તો મોટું ટેન્શન દૂર થઇ જાય છે. એ વાત સાચી છે કે મકાન કોઇ પણ વ્યક્તિની જીવનભરની મોટી મૂડી હોય છે. અલબત્ મકાન ખરીદવા માટે કરવામાં આવતુ રોકાણ બહુ મોટુ હોય છે અને હોમ લોન લીધા વગર મધ્યમ વર્ગના લોકો માટે આજના સમયમાં ઘર ખરીદવું મુશ્કેલ બની ગયુ છે. હવે થોડાંક જ દિવસોમાં નવરાત્રી સાથે તહેવારોની સિઝન શરૂ થશે. તહેવારોની સીઝનમાં મોટાભાગના બિલ્ડરો ઘણી આકર્ષક ઓફર રજૂ કરતા હોય છે. બીજી બાજુ રેપોરેટ ઘણા નીચે હોવાથી…
અમદાવાદઃ ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત રહ્યો છે. આજે ગુરુવારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 1278 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સામે 1266 દર્દીઓ સાજા થયા છે. તો આ જીવલેણ વાયરસથી વધુ 10 દર્દીના મોત થયા છે. હવે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3541 પર પહોંચી ગયો છે. આજે સમગ્ર ગુજરાતમાં કુલ 52,465 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે ગુજરાતમાં કોરોના ટેસ્ટિંગનો આંકડો કુલ 48,58,505 થયો છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 5,99,101 લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જેમાંથી 5,98,694 લોકોને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. તો 407 લોકોને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. હાલ રાજ્યમાં કોરોના સંક્રમિત 16,487…
કોરોનાવાઈરસના લોકાડાઉન દરમ્યાન અનેક લોકોએ તેમની જોબ ગૂમાવી છે. ખાસ કરીને ટીવી અને ફિલ્મના શૂટીંગ ત્રણ મહીના બંધ રહેવાથી, તેના કાસ્ટ-ક્રૂ, એકટર અને સેટના વર્કરના પગારમાં મોટો કાપ મૂકાયો હતો. ટીવીનો જાણીતો અને માનીતી સીરીયલ બાલિકા વધૂના ડાયરેક્ટર રામ વૃકષા ગૌર ને પેન્ડેમીક દરમ્યાન બેકારી સહન કરવી પડી હતી. શુટીંગ બંધ હોવાથી પૈસા ઊભા કરવા તેમને શાકભાજી વેચવાનુ ચાલું કર્યુ છે. હાલમાં ઉતરપ્રદેશના અઝમર્ગહમાં શાકભાજી વેચે છે. “હું અઝમર્ગહમાં મૂળ તો ફિલ્મની રેક્કી કરવા આવ્યો હતો, પણ એ દરમ્યાન લોકડાઉન એનાઉન્સ થતા હું મુંબઈ પાછો ન આવી શક્યો. અને જે પ્રોજેક્ટ પર અમે કામ કરતા હતા, તે પણ…
કોવીડ-૧૯ લોકડાઉન દરમ્યાન જ્યારે શાહરુખ ખાન બીજાની માફક ઘરમાં પૂરાય રહ્યા હતા, ત્યારે તેને ફેમલી સાતે સારામાં સારો સમય પસાર કરવાની કોશિશ કરી હતી. એ સમય દરમ્યાન તેને તેના બાળકો આર્યન, સુહાના, અબરામ અને પત્નિ ગૌરી માટે નવી નવી વાનગી કૂક કરવાની કોસિશ કરી હતી, અને એમાં તે સફળ પણ રહ્યા હતા. આ બાબત ગૌરી જણાવે છે કે અમને બહારથી ફૂડ ઓર્ડર કરવામાં બહુજ ડર લાગતો, ત્યારે શાહરુખ પોતે ઘરનો શેફ બની બેઠો હતો, અને તેને અમારા બધા માટે ટેસ્ટી, મસ્ત- યમ્મી ડિસીઝ બનાવી હતી. એ કૂકીંગમાં મજા લેતા, ત્યારે હું એને બનાવેલી મસ્ત વાનગી આરોગીને મજા કરતી. મારો દિકરો…