કવિ: Sports Desk

જયપુર : રાજસ્થાન રોયલ્સ સામેની અહીંની મેચ કિંગ્સ ઇલેવન પંજાબે ભલે જીતી લીધી હોય પણ આ મેચમાં પંજાબના કેપ્ટન અશ્વિને જોસ બટલરને માંકડિંગ રનઆઉટ કરતાં તેની આકરી ટીકા થઇ રહી છે, તેમા પણ રાજસ્થાન રોયલ્સના બ્રાન્ડ એમ્બેસેડર શેન વોર્ને અશ્વિન દ્વારા કરાયેલા આ રનઆઉટની આકરી ટીકા કરતાં તેની આ હરકતને શરમજનક તેમજ સ્પોર્ટસમેન સ્પિરીટની વિરુદ્ધની ગણાવી હતી. વોર્ને ટિ્વટર પર લખ્યું હતું કે એક કેપ્ટન તરીકે અને એક વ્યક્તિ તરીકે અશ્વિને નિરાશ કર્યા. તમામ કેપ્ટન સ્પોર્ટસમેન સ્પિરીટ સાથે રમવાના કરાર પર હસ્તાક્ષર કરે છે. તે સમયે જો અશ્વિન બોલ ફેંકવા નહોતો જઇ રહ્યો તો એ ડેડ બોલ ગણાય. હવે બીસીસીઆઇએ…

Read More

મુંબઇ : ટીમ ઇન્ડિયાના ઝડપી બોલર જસપ્રીત બુમરાહના ચાહકો માટે એક ખુશખબરી છે. બીસીસીઆઇના અધિકારીએ સોમવારે જણાવ્યું હતું કે બુમરાહના ખભાનો સ્કેન કરાયો છે અને તેમાં કોઇ સમસ્યા જોવા મળી નથી. આઇપીએમલમાં મુંબઇ ઇન્ડિયન્સ વતી રમતા બુમરાહને રવિવારે દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં ડાબા ખભા પર ઇજા થઇ હતી. પંતના એક શોટને અટકાવવા જતાં તેને આ ઇજા થઇ હતી. તેના કારણે માત્ર મુંબઇ ઇન્ડિયન્સ જ નહીં પણ ભારતીય ટીમ મેનેજમેન્ટમાં ચિંતાની લાગણી ફરી વળી હતી. ઇંગ્લેન્ડમાં 30મી મેથી શરૂ થયેલા વનડે વર્લ્ડકપ માટેની ભારતીય યોજનાઓમાં તેનો સમાવેશ થાય છે અને ભારતીય બોલિંગ આક્રમણ તેના પર વધુ નિર્ભર છે. બુમરાહ ડેથ ઓવર્સમાં…

Read More

જયપુર : સોમવારે અહીં રમાયેલી રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચેની મેચમાં અશ્વિને જોસ બટલરને માંકડિંગ રનઆઉટ કરવાને કારણે પંજાબની ટીમ મેચ તો જીતી ગઇ પણ જે રીતે અશ્વિને બટલરને આઉટ કર્યો તેના કારણે ક્રિકેટ ચાહકોની નજરમાં તે વિલન બની ગયો છે અનેં સોશિયલ મીડિયા પર તેના પર ટીકાઓની ઝડી વરસી રહી છે. મોટાભાગના સોશિયલ મીડિયા યૂઝર્સ એવું માને છે કે અશ્વિને ગેમની સ્પિરીટ નથી દાખવી અને દેશ આખાને શરમમાં મુક્યો છે. લોકોએ આ મામલે ટીકા કરવામાં અશ્વિનની પત્ની પ્રીતિ અને તેની પુત્રીઓ પર પણ આકરી ટીકાઓ કરી છે. ઇન્સ્ટાગ્રામ પર અશ્વિનની પત્ની અને પુત્રીઓના ફોટા પર યૂઝર્સ દ્વારા…

Read More

નવી દિલ્હી : પેરાલિમ્પિયન દીપા મલિકે લોકસભા 2019ની ચૂંટણી પહેલા સોમવારે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી લીધો હતો. દીપાએ અહી ભાજપના હેડક્વાર્ટર પર જઇને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં પક્ષમાં સામેલ થઇ હતી. પહેલા ટ્યૂમર સામે જંગ જીત્યા પછી ઓલિમ્પિક્સમાં ઇતિહાસ રચનારી દીપાએ 48 વર્ષની વયે રાજકારણમાં પગરણ માંડ્યા છે. 30 સપ્ટેમ્બર 1970માં હરિયાણાના સોનીપત જિલ્લાના ભેંસવાલ ગામે જન્મેલી દીપાનું જીવન સરળ રહ્યું નથી પણ તેણે કદી સંજોગો સામેં હાર માની નથી. 29 વર્ષની વયે તે લક્વાગ્રસ્ત બની હતી અને કમરની નીચેનો હિસ્સો લક્વાદગ્રસ્ત થયો હતો. કરોડરજ્જુમાં ટ્યુમર હોવાને કારણે તે ચાલી નથી શકતી. 18 વર્ષથી તે વ્હીલચેર પર…

Read More

નવી દિલ્હી : ચેન્નઇ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં મંગળવારે જ્યારે ઍકબીજાની સામે આવશે ત્યારે બંનેનો ઇરાદો પોતાની વિજયી લય જાળવી રાખવાનો હશે. ચેન્નઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીઍ મુંબઇ ઇન્ડિયન્સ સામે માત્ર ૨૭ બોલમાં ૭૮ રનની ઇનિંગ રમીને ગેમ ચેન્જર બનેલા ઋષભ પંતને કાબુમાં રાખવા અલાયદી યોજના ઘડવી પડશે. ફિરોઝ શા કોટલા મેદાન પર યજમાન ટીમમાં યુવા ખેલાડીઓ ભલે જોશથી ભર્યા હોય પણ ધોનીની ટીમ સામે પોતાના હોમ ગ્રાઉન્ડ પર દિલ્હીનો રેકોર્ડ ઍટલો સારો નથી. વળી કોટલાની ધીમી વિકેટ પણ ધોનીની ટીમને વિજયની દાવેદાર બનાવે છે. હરભજન સિંહ, રવિન્દ્ર જાડેજા અને ઇમરાન તાહિરની સ્પિન…

Read More

જયપુર : કિંગ્સ ઇલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે અહીં રમાયેલી આઇપીઍલની ૧૨મી સિઝનની ચોથી મેચમાં પંજાબના કેપ્ટન રવિચંદ્રન અશ્વિને મેચ જીતવા માટે સાવ નાના બાળકની જેમ ગલીમાં ક્રિકેટ રમતા હોય ત્યારે જોવા મળે તે રીતે જોસ બટલરને રનઆઉટ કર્યો હતો અને બટલર રનઆઉટ થતાની સાથે ગેમ બદલાઇ ગઇ હતી અને ઍક તબક્કે જે મેચ રાજસ્થાન સાવ સરળતાથી જીતે તેમ લાગતું હતું તે પંજાબ ૧૪ રને જીતી ગયું હતું. ૧૮૫ રનના લક્ષ્યાંક સામે જોસ બટલરે તોફાની બેટિંગ કરીને ૮ ઓવરમાં જ ૭૮ રન બોર્ડ પર મુકી દીધા હતા. ૪૩ બોલમાં ૬૯ રન સાથે તે રમતમાં હતો ત્યારે રનઆઉટની આ ઘટના…

Read More

જયપુર : કિંગ્સ ઇલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની આજની મેચમાં બીજી ઇનિંગ દરમિયાન ૧૩મી ઓવરના અંતિમ બોલે અશ્વિન રન અપ લઇને બોલ ફેંકવા આવ્યો ત્યારે જોસ બટલર ક્રિઝ છોડીને આગળ નીકળી ગયો હતો, અશ્વિને બોલ ફેંકવાને બદલે નાના છોકરાઓની રમતમાં થાય તેમ નોન સ્ટ્રાઇક પર બેલ્સ પાડી દઇને રન આઉટની અપીલ કરી હતી અને તેના કારણે બટલર રન આઉટ થયો હતો. તે રનઆઉટ થયો ત્યાંથી ગેમ બદલાઇ ગઇ હતી. હકીકતમાં કોઇપણ બેટ્સેન આ રીતે ક્રિઝ છોડતો હોય ત્યારે તેને વોર્નિંગ આપવી જાઇઍ, પણ અશ્વિને કોઇ જાતની વોર્નિંગ વગર બટલરને આઉટ કર્યો હતો. અશ્વિનનુ આ બાબતે ઍવું કહેવું હતું કે…

Read More

જયપુર : કિંગ્સ ઇલેવન પંજાબના આક્રમક અોપનર ક્રિસ ગેલે આજે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ૪૦૦૦ રન પુરા કર્યા હતા, તે આ લીગમાં સૌથી ઝડપી ૪૦૦૦ રન પુરા કરનારો ખેલાડી બન્યો હતો. તેની સાથે જ તે આઇપીઍલમાં આ આંકડો પુરો કરનારો ડેવિડ વોર્નર પછી બીજા વિદેશી ખેલાડી બન્યો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદનો વોર્નર જ ઍકમાત્ર ઍવો વિદેશી ખેલાડી હતો જેણે આ આંકડો પુરો કર્યો હતો. ગેલ ૪૭ બોલમાં ૮ ચોગ્ગા અને ૪ છગ્ગાની મદદથી ૭૯ રન કર્યા હતા. સાથે જ તેણે મયંક અગ્રવાલ અને સરફરાઝ ખાન સાથે અર્ધશતકીય ભાગીદારીઓ કરી હતી. ગેલે આઇપીઍલમાં સૌથી ઝડપી ૪૦૦૦ રન પુરા કરનારો ખેલાડી બન્યો હતો. તેણે…

Read More

2008માં જ્યારે આઇપીએલની પહેલી સિઝન રમાઇ ત્યારે તમામની આશાથી વિપરીત શેન વોર્નની આગેવાનીમાં રાજસ્થાન રોયલ્સે ટાઇટલ જીતી લીધુ હતું. વોર્નના પ્રેરણાદાયી નેતૃત્વમાં શરૂઆતના સમયે કાગળ પર સાવ નબળી ગણાતી આ ટીમ ચેમ્પિયન બની ત્યારે બધાને નવાઇ લાગી હતી, જો કે પહેલી સિઝનમાં જોરદાર પ્રદર્શન કરનારી રાજસ્થાન રોયલ્સની ટીમ તે પછીની સિઝનમાં એવું પ્રદર્શન દોહરાવી શકી નથી. તેમાં પણ 2009થી 2012 દરમિયાન તે પોઇન્ટ ટેબલમાં ટોપ-4માં પણ આવી શકી નહોતી., જ્યારે 2013માં તે રાહુલ દ્રવિડની આગેવાનીમાં ત્રીજા ક્રમે રહી હતી. 2019ની 12મી સિઝનમાં રાજસ્થાનની જે તાકાત છે તે જ તેની નબળાઇ પણ રાજસ્થાન રોયલ્સને આઇપીએલની 12મી સિઝનમાં 11 વર્ષ પછી ટાઇટલ…

Read More

જયપુર : આઇપીએલની 12મી સિઝનમાં સોમવારે રાજસ્થાન રોયપ્લ પોતાના હોમ ગ્રાઉન્ડ પર કિંગ્સ ઇલેવન પંજાબ સામે મેદાને ઉતરશે ત્યારે તેઓ નવી સિઝનની શરૂઆત વિજય સાથે કરવા માગતા હશે., આ મેચથી આઇપીએલમાં વાપસી કરી રહેલા ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથ પર બધાની નજર રહેશે, ત્યારે આ તરફ મેચ પહેલા રાજસ્થાન રોયલ્સના કેપ્ટન અજિંકેય રહાણેએ ક્રિસ ગેલ અને પંજાબની ટીમ વિશે એક મોટી વાત કરતાં કહ્યું હતું કે માત્ર ગેલ જ નહીં પણ પંજાબની આખી ટીમ અમારા માટે સૌથી મોટું જોખમ છે. રહાણેએ મેચ પહેલાની પ્રેસ કોન્ફરન્સમાં ટી-20 ક્રિકેટના બાદશાહ ક્રિસ ગેલને એક્સ ફેક્ટર ગણાવતા કહ્યું હતું કે આ મેચમાં માત્ર ગેલ જ…

Read More