જોહનીસબર્ગ : પ્રવાસી શ્રીલંકા અને યજમાન દક્ષિણ આફ્રિકા વચ્ચે અહી રમાયેલી ત્રીજી ટી-20 યજમાન ટીમે ડકવર્થ લુઇસ નિયમની મદદથી 45 રને જીતી લીધી હતી. પહેલા બેટિંગ કરતાં દક્ષિણ આફ્રિકાએ 20 ઓવરમાં બે વિકેટે 198 રન બનાવ્યા હતા. તે પછી વરસાદે અવરોધ નાંખ્યા પછી શ્રીલંકાને 17 ઓવરમાં 183 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જેની સામે શ્રીલંકાની ટીમ 15.4 ઓવરમાં 137 રન બનાવી શકી હતી. 42 બોલમાં 77 રનની જોરદાર ઇનિંગ રમનારા ડુઆને ઓલિવરને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. જ્યારે 3 મેચમાં 139 રન કરનારા રિઝા હેન્ડ્રીક્સને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો. લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ વતી…
કવિ: Sports Desk
શારજાહ : રવિવારે રાત્રે અહીં રમાયેલી ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન વચ્ચેની બીજી વનડેમાં એરોન ફિન્ચની સતત બીજી સદીને પગલે ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 8 વિકેટે હરાવીને પાંચ મેચની સિરીઝમાં 2-0ની સરસાઇ મેળવી લીધી હતી. પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતાં મહંમદ રિઝવાનની સદીની મદદથી 7 વિકેટે 284 રનનો સ્કોર બનાવ્યો હતો. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ ફિન્ચની સદીની મદદથી માત્ર બે વિકેટના ભોગે 48મી ઓવરમાં લક્ષ્યાંક કબજે કરી લીધો હતો. ફિન્ચ સતત બીજીવાર મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો. પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યા પછી તેની શરૂઆત ફરી એકવાર ખરાબ રહી હતી અનેં ઇમામ ઉલ હક 00, શાન મસૂદ 19, પહેલી વનડેનો સદીવીર હેરિસ…
મુંબઇ : અગાઉની આઇપીએલ સિઝનની જેંમ જ મુંબઇ ઇન્ડિયન્સનો પહેલી જ મેચમાં પરાજય થયો છે. દિલ્હી કેપિટલ્સ સામે મુંબઇ ઇન્ડિયન્સની ટીમ 37 રને હારી ગઇ. મેચ હાર્યા પછી મુંબઇના કેપ્ટન રોહિત શર્માએ સ્વીકાર્યું હતું કે પહેલી મેચ કોઇપણ ટીમ માટે પડકારજનક જ હોય છે. રોહિત શર્માએ કહ્યું હતું કે ટીમમાં ઘણાં બધા નવા ખેલાડી હોય છે તેથી પહેલી મેચ પડકારજનક રહે છે. અમે આજે ઘણી ભુલો કરી અને તેના કારણે આ મેચમાં હારનો સામનો કરવો પડ્યો. દિલ્હી વતી તોફાની બેટિંગ કરનારા ઋષભ પંતે 27 બોલમાં 78 રન બનાવ્યા હતા અને રોહિતે પણ દિલ્હીના વિજયનું શ્રેય પંતને જ આપ્યું હતું, રોહિતે…
મુંબઇ : વાનખેડે સ્ટેડિયમ પર રવિવારે રાત્રે રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે મુંબઇ ઇન્ડિયન્સની ટીમનો 37 રને પરાજય થયો, પણ આ મેચમાં યુવરાજ સિંહે જે રીતે પોતાની ઇનિંગ રમી તેનાથી મુંબઇ ઇન્ડિન્સ ટીમ મેનેજમેન્ટને રાહત થઇ હશે. યુવરાજ જ્યારે મેદાન પર આવ્યો ત્યારેં ટીમ 37 રનમાં બે વિકેટ ગુમાવી ચુકી હતી. યુવરાજે એક છેડો સાચવી રાખ્યો હતો અને તેણે 35 બોલમાં પાંચ ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 53 રનની અર્ધશતકીય ઇનિંગ રમી હતી. આઇપીએલમાં બે વર્ષ પછી તેણે અર્ધ સદી ફટકારી છે. આ મેચ પછી યુવરાજને જ્યારે તેની નિવૃત્તિ અંગે સવાલ કરાયો ત્યારે તેણે ખુબ જ રસપ્રદ અંદાજમાં તેનો જવાબ…
મુંબઇ : રવિવારે રાત્રે દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં બોલિંગ કરચી વખતે અંતિમ ઓવરમાં મુંબઇ ઇન્ડિયન્સનો ઝડપી બોલર જસપ્રીત બુમરાહ પંતે મારેલા એક શોટને અટકાવવા જવાના પ્રયાસમાં એવો પડ્યો હતો કે તેના ખભામાં ઇજા થઇ હતી, જે તે સમયે તેને થયેલી આ ઇજા અને તેની હાલત જોઇને ભારતીય ક્રિકેટ ચાહકોને એવી ચિંતા થઇ હતી કે કયાંક આ ઇજા બુમરાહને ઇંગ્લેન્ડમાં રમાનારા વર્લ્ડ કપમાંથી આઉટ ન કરી દે. પંતે બુમરાહ ભણી શોટ માર્યો ત્યારે તેણે ગુલાંટ ખાઇને બોલ તો અટકાવ્યો પણ એ દરમિયાન જે રીતે તે ખભો પકડીને કણસતો દેખાયો તેનાથી એવું લાગ્યું હતું કે બુમરાહને ખભામાં ગંભીર ઇજા થઇ છે. તે…
જયપુર : સોમવારે ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૨મી સિઝનની પોતાની પ્રથમ મેચમાં અહીં રાજસ્થાન રોયલ્સ કિંગ્સ ઇલેવન પંજાબ સામે મેદાને પડશે ત્યારે બધાની નજર આઇપીઍલના મેદાન પર વાપસી કરી રહેલા ઓસ્ટ્રેલિયાના માજી કેપ્ટન સ્ટીવ સ્મીથ પર હશે. સ્મીથ માટે સ્પર્ધાત્મક ક્રિકેટ ક્ષેત્રે પાછા ફરવા માટે આઇપીઍલ ખરા અર્થમાં યોગ્ય શરૂઆત ગણાશે અને સ્મીથ પણ આઇપીઍલનું મહત્વ સમજતો હોવાથી તે ઇંગ્લેન્ડમાં રમાનારા વર્લ્ડ કપ પહેલા આ લીગનો જેમ બને તેમ વધુ ફાયદો ઉઠાવવા માગશે. અશ્વિનની આગેવાની હેઠળની પંજાબની ટીમ પોતાના વિસ્ફોટક અોપનર ક્રિસ ગેલ અને લોકેશ રાહુલ આક્રમક શરૂઆત અપાવે તેના પર નિર્ભર હશે. કેપ્ટન અશ્વિન ઍ સાબિત કરવા આતુર રહેશે કે…
મુંબઇ, : જમણેરી ઝડપી બોલર રસિક સલામે આજે અહીં દિલ્હી કેપિટલ્સ સામેની મેચથી મુંબઇ ઇન્ડિયન્સ વતી આઇપીઍલમાં ડેબ્યું કર્યુ હતું. ૧૭ વર્ષનો રસિક વાનખેડે સ્ટેડિયમમાં જ્યારે ટીમમાં સામેલ થયો તેની સાથે જ તે આઇપીઍલમાં રમનારો જમ્મુ-કાશ્મીરનો બીજા ખેલાડી બન્યો હતો. તેના પહેલા પરવેઝ રસુલ આઇપીઍલમાં રમનારો જમ્મુ કાશ્મીરનો પ્રથમ ખેલાડી બન્યો હતો અને તે પુણે વોરિયર્સ તેમજ સનરાઇઝર્સ હૈદરાબાદ વતી રમી ચુક્યો છે. રસિક મુંબઇ ઇન્ડિયન્સ વતી પદાર્પણ કરનારો સૌથી યુવા ખેલાડી છે. કુલગામ જીલ્લાના રહીશ રસીકે મુંબઇ વતી બોલિંગ આક્રમણનો પ્રારંભ કર્યો હતો.
મુંબઇ, : આઇપીઍલની ૧૨મી સિઝનની ત્રીજી મેચમાં રવિવારે દિલ્હી કેપિટલ્સે યુવા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતની ધુંઆધાર બેટિંગની મદદથી મુકેલા ૨૧૪ રનનો લક્ષ્યાંક સામે મુંબઇ ઇન્ડિયન્સની ટીમ ૯ વિકેટે ૧૭૬ રન સુધી જ પહોંચી શકતા દિલ્હી કેપિટલ્સનો ૩૭ રને વિજય થયો હતો. મુંબઇ ઇન્ડિયન્સ વતી પોતાની પ્રથમ જ મેચમાં યુવરાજ સિંહે અર્ધ સદી ફટકારી હતી. મોટા ટાર્ગેટ સામે મુંબઇની શરૂઆત ખરાબ રહી હતી અને પાવરપ્લેમાં જ તેમણે ૩ વિકેટ ગુમાવી હતી. તે પછી યુવરાજે પોલાર્ડે સાથે ૫૦ રનની અને કૃણાલ સાથે ૩૯ રનની ભાગીદારી કરી હતી. યુવરાજે ઍક છેડો સાચવી રાખ્યો હતો જ્યારે સામા છેડેથી વિકેટો પડતી રહી હતી. યુવરાજ ૩૫…
કોલકાતા : આઇપીઍલની ૧૨મી સિઝનમાં અહીં રમાયેલી કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચમાં સનરાઇઝર્સની ટીમ વતી ટોસ ઉછાળવા માટે ભારતીય ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર આવ્યો હતો. કેન વિલિયમ્સન ઇજાને કારણે આ મેચમાં રમી શકે તેમ ન હોવાથી તેના સ્થાને ભુવનેશ્વરે ટીમનું સુકાન સંભાળ્યું હતું. આ સાથે જ ભુવનેશ્વર સૌથી વધુ મેચ રમ્યા પછી કેપ્ટન બનનારા ખેલાડીઓમાં રવિચંદ્રન અશ્વિન પછી બીજા ક્રમે આવ્યો હતો. ભુવનેશ્વરને પોતાની ૧૦૩મી મેચમાં કેપ્ટનશીપ કરવાની તક મળી હતી. જ્યારે અશ્વિને ૨૦૧૮માં ૧૧૧મી મેચમાં પહેલીવાર ટીમનું સુકાન સંભાળ્યું હતું. ભુવનેશ્વર આ પહેલા રણજી ટ્રોફી દરમિયાન ૨૦૧૬-૧૭માં મુંબઇની સામે ઉત્તરપ્રદેશની ટીમનું સુકાન સંભાળ્યું હતું. આઇપીઍલમાં સર્વાધિક…
કોલકાતા : કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રવિવારે અહીં રમાયેલી મેચથી આઇપીઍલમાં ઍક વર્ષ બાદ વાપસી કરનારા ડેવિડ વોર્નરે ધમાકેદાર ઇનિંગ રમી ૫૩ બોલમાં ૮૫ રની તોફાની ઇનિંગ રમીને આઉટ થયો તે પહેલા પોતાની ૩૭મી અર્ધસદી પુરી કરી હતી. આ સાથે જ તે આઇપીઍલ ૨૦૧૯માં પહેલી અર્ધસદી વિંઝનારો ખેલાડી બનrvs આઇપીઍલમાં સર્વાધિક અર્ધસદી મામલે તે ગૌતમ ગંભીરથી આગળ નીકળીને પહેલા ક્રમે પહોંચી ગયો હતો. તેણે આઇપીઍલમાં ૧૧૫મી મેચમાં ૩૭મી અર્ધસદી ફટકારી હતી. અત્યાર સુધી તે અને ગંભીર ૩૬ અર્ધસદી સાથે ઍકસાથે બેઠા હતા. પોતાની આ ઇનિંગ દરમિયાન વોર્નરે કોલકાતા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ ૭૦૦ રન પણ પુરા કર્યા હતા…