ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કરતા ભારતને વિદર્ભ ક્રિકેટ સ્ટેડિયમમાં બીજી ટેસ્ટમાં ચોથા જ દિવસે શ્રીલંકાને બીજી ઇનીંગમાં ઓલ આઉટ કરીને એક ઇનીંગ અને 239 રનથી હાર આપી હતી. શ્રીલંકાની બીજી ઇનીંગ 166 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. આ જીત સાથે જ ભારતે ત્રણ ટેસ્ટ મેચની સીરીઝમાં 1-0 થી આગળ નીકળી ગઇ છે. ઉલ્લેખનીય છે કે આ બન્ને ટીમો વચ્ચે કોલકત્તામાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચ વરસાદના કારણે ડ્રોમાં પરીણમી હતી. બીજી ટેસ્ટમાં આજે ચોથા દિવસે શ્રીલંકાએ પોતાના 1 વિકેટે 21 રનને પોતાની ઇનીંગની શરૂઆત કરી હતી. લંચ સુધી ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કરતા શ્રીલંકાને સમયાંતરે ઝટકા આપતા રહ્યા હતા…
કવિ: Sports Desk
અબુધાબી : અબુધાબીના યાસ મરિના રેસિંગ ટ્રેક ખાતે યોજાયેલી આ સિઝનની અંતિમ રેસમાં લુઇસ હેમિલ્ટન અને સેબાસ્ટિયન વેટ્ટલને પાછળ રાખી ફિનલેન્ડ અને મર્સિડીઝના ડ્રાઇવર વાલ્ટેરી બોટ્ટાસ ચેમ્પિયન બન્યો છે. વાલ્ટેરી બોટ્ટાસે આ રેસ એક કલાક, ૩૪ મિનિટ અને ૧૪.૦૬૨ સેકન્ડમાં પૂરી કરી હતી. જ્યારે આ સિઝનના ચેમ્પિયન અને બોટ્ટાસના સાથી ડ્રાઇવર લુઇસ હેમિલ્ટને એક કલાક, ૩૪ મિનિટ અને ૧૭.૯૬૧ સેકન્ડમાં તથા જર્મની અને ફેરારીના સેબાસ્ટિયન વેટ્ટલે એક કલાક, ૩૪ મિનિટ અને ૩૩.૩૯૨ સેકન્ડમાં આ રેસ પૂરી કરી હતી. વેટ્ટલના સાથી ડ્રાઇવર કિમિ રાઇકોનેન એક કલાક, ૩૪ મિનિટ અને ૫૯.૪૪૮ સેકન્ડ સાથે ચોથા તથા નેધરલેન્ડના યુવા ડ્રાઇવર અને આ સિઝનમાં બે…
એશિઝ સીરીઝમાં પહેલી ટેસ્ટમાં છેલ્લા દિવસે ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર અને કેમેરોન બેન્ક્રોફ્ટે ઇંગ્લેન્ડ સામે પ્રભાવશાળી બેટીંગ કરી અડધી સદી ફટકારી હતી અને પહેલી ટેસ્ટ મેચ 10 વિકેટે જીતી લીધી છે. આ જીત સાથે, ઓસ્ટ્રેલિયાએ 5 મેચ એશિઝ સિરિઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. પ્રથમ ટેસ્ટ મેચના સ્કોરબોર્ડ પર નજર નાખીએ તો ટૉસ જીતી પહેલી બેટિંગ પસંદ કરી મેદાન પર ઉતરનારી ઇંગ્લેન્ડની ટીમને ઓસ્ટ્રેલિયાના બોલરોએ 302 રનમાં જ ઓલ આઉટ કરી દીધા હતા. જેમાં જેમ્સ વિન્સે 83 રન, માર્ક સ્ટોનમેન 53 રન અને ડેવિડ માલાન 56 રન બનાવ્યા હતા. તો ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્ક અને પેટ ક્યુમિન્સ 3-3 વિકેટ ઝડપી હતી,…
કોલુન : ભારતની બેડમિન્ટન સ્ટાર પીવી સિંધૂ અને ચીની ખેલાડી ટાઇ જૂ યિંગ વચ્ચે હોન્ગ કોન્ગ ઓપન સુપર સીરીઝની ફાઇનલ મેચ રમાઇ હતી. આ વર્ષે સિંધૂની ત્રીજી સુપર સિરિઝની ફાઇનલ હતી પરંતુ આ વખતે તે વિરોધીને માત આપી ન શકી ખેલાડીને માત ન આપી શકી. ટાઇ જૂ યિંગે સિંધૂને 21-18 ,21-18થી માત આપીને આ વર્ષે પોતાનો પાંચમો ખિતાબ જીત્યો છે. ગત વર્ષે પણ આ જ બે મહિલા ખેલાડીઓ એકબીજાની સામસામે હતી અને ત્યારે પણ સિંધૂએ કારમા પરાજયનો સામનો કરવો પડ્યો હતો. પહેલા સેટમાં ટાઇ યૂ યિંગ સિંધૂ પર ભારે પડી. સિંધૂએ આ સેટમાં સતત સંઘર્ષ કરવો પડ્યો હતો. બીજા સેટમાં સિંધૂની…
બ્રિસબેન : બ્રિસબેનમાં ચાલી રહેલી એશીઝ સીરીઝમાં પહેલી ટેસ્ટમાં મેજબાન ઓસ્ટ્રેલિયા ટીમ જીતની નજીક પહોચી ગઇ છે. ચોથા દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયા એક પણ વિકેટ ગુમાવ્યા વગર માત્ર 56 રન દુર હતી. ઓસ્ટ્રેલિયાએ ચોથા દિવસની રમત પુરી થતા વિના વિકેટે 114 રન કરી દીધા હતા. ચોથા દિવસની રમત પુરી થઇ ત્યારે ડેવીડ વોર્નર 60 રન અને કૈમરૂન બૈનક્રાફ્ટ 51 રને રમી રહ્યા હતા. આ પહેલા ચોથા દિવસની રમત શરૂ થતા ઇંગ્લેન્ડની ટીમે 2 વિકેટે 33 ના સ્કોરથી આગળ વધારી હતી. પરંતુ ઇંગ્લેન્ડ મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહી હતી અને પુરી ટીમ માત્ર 195 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી.…
બેંગલોરઃ 44વર્ષીય ભુતપૂર્વ ભારતીય ક્રિકેટર દ્રવિડનો એક ફોટો વાઇરલ થયો છે જેમાં તે પોતાના બાળકો સાથે સાયન્સ પ્રદર્શન નિહાળવા માટે લાઇનમાં ઊભો રહ્યો છે. ફોટો સાથે પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે સાયન્સ એક્ઝિબિશનમાં બાળકો સાથે લાઇનમાં ઊભેલો રાહુલ દ્રવિડ. કોઇ દેખાડો નહીં, સેલિબ્રિટી હોવાનો કોઇ રુઆબ નથી. ‘હું કોણ છું’ તેવો કોઇ અભિગમ નથી. સામાન્ય માતાપિતાની જેમ લાઇનમાં ઊભો છે.
ટીમ ઇન્ડિયાના મિસ્ટર કુલ મહેન્દ્રસિંહ ઘોનીની પુત્રી જીવાની ક્યૂટ તસવીરો અને વીડિયોના કારણે સોશિયલ મીડિયા પર સૌની ચહીતી બની ગઇ છે. સોશિયલ મીડિયા પર જીવાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમા તે તેના નાના -નાના હાથોથી રોટી બનાવતા શીખી રહી છે. જીવાના આ વીડિયોને સોશિયલ મીડિયા પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. ઘણાં લોકો તેનો આ વીડિયો જોઇને હેરાન છે કે જીવા નાની હોવા છતા પણ ગોળ રોટલીઓ કેવી રીતે બનાવી લે છે.
ભારતીય મહિલા બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ શાનદાર પ્રદર્શન કરતા હોંગકોંગ ઓપન સુપર સિરીઝ બેડમિન્ટનની ક્વાર્ટર ફાઇનલમાં જાપાનની અકાને યામાગૂચીને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. ગત વર્ષની રનર અપ સિંધુનો સેમિફાઇનલમાં થાઇલેન્ડની રત્ચાનોક ઇન્તાનોન સામે થશે. ૩૬ મિનિટ સુધી ચાલેલા ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં સિંધુએ યામાગૂચીને ૨૧-૧૨, ૨૧-૧૯થી સીધા સેટમાં પરાજય આપ્યો હતો. આ પહેલાં ફ્રેન્ચ ઓપનની સેમિફાઇનલમાં યામાગૂચીએ પરાજય આપ્યો હતો તેનો બદલો પણ સિંધુએ લઈ લીધો હતો. આ જીત સાથે સિંધુએ યામાગૂચી સામે જીત-હારનો રેકોર્ડ ૪-૨ કરી દીધો છે. પ્રથમ સેટમાં શરૂઆતથી જ પીવી સિંધુ હાવી રહી પીવી સિંધુએ પ્રથમ સેટમાં શરૃઆતથી જ લીડ જાળવી રાખતાં યામાગુચીને મેચમાં પરત ફરવાની તક આપ્યા વિના ૨૧-૧૨થી…
રોમ : રિયલ મેડ્રિડના પૂર્વ સ્ટ્રાઇકર રોબિન્હોને ઇટાલીમાં ગેંગરેપના આરોપ સર નવ વર્ષની સજા સંભળાવાઈ છે. આ ઘટના જાન્યુઆરી ૨૦૧૩ની છે જ્યારે રોબિન્હો સીરિએ ફૂટબોલ લીગમાં એસી મિલાન તરફથી રમતો હતો. ઇટાલિયન કોર્ટે ૩૩ વર્ષીય રોબિન્હોને ૨૨ વર્ષની અલ્બેનિયન મહિલાના બળાત્કારમાં દોષિત ગણાવી સજા ફટકારી હતી. તેની સાથે અન્ય પાંચ લોકો પણ દોષિત સાબિત થયા હતા પરંતુ તેમને કેટલી સજા સંભળાવાઈ તે અંગે જાણકારી બહાર આવી નહોતી. મળતી માહિતી અનુસાર રોબિન્હો અને અન્ય પાંચ લોકોએ વર્ષ ૨૦૧૩માં મિલાન શહેરમાં મહિલાને વધુ પડતો દારૂ પીવડાવ્યો હતો જેને કારણે મહિલા બેભાન બની ગઈ હતી. તે પછી આ મહિલા સાથે ગેંગરેપ કરાયો હતો.…
કોલકાતા : કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ ડિપાર્ટમેન્ટે ગુરુવારે સૌરવ ગાંગુલીના બેહલા નિવાસસ્થાનમાં એક ઝુંબેશ હાથ ધરી હતી જ્યાં તેમના મોટા ભાઇ સ્નેહાસિષ ગાંગુલીને ડેન્ગ્યુ તાવથી અસર થઈ હતી. એક અધિકારીએ જણાવ્યું કે અહીં કોઈ સમસ્યા નહોતી પરંતુ કેટલાક વિસ્તારોમાં કે જે સાફ થયેલા નહોતા, ત્યાં અમને કેટલાક ડેન્ગ્યું સંવર્ધન સ્થળો મળ્યા છે. ડેન્ગ્યુ મચ્છરના લાર્વા તેમના ઘર પર સંવર્ધન પામ્યા છે. એક ડ્રેઇન પેપર પ્લેટો, બોટલ, વગેરેથી ભરાયેલા છે, “એક કેએમસી સ્વાસ્થ્ય અધિકારીએ જણાવ્યું હતું. અધિકારીઓને જાણ કરવામાં આવી હતી કે ગાંગુલીના મોટા ભાઈ સ્નેહાસીશ એકબલપોર વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં રહે છે, નહીં કે બેહલામાં. ગાંગુલી, જે તે સમયે ઘરની અંદર…