ભારતીય ક્રિકેટ બોર્ડની પસંદગી સમીતીએ આજે શ્રીલંકા સામેની ટેસ્ટ સીરીઝ અને ન્યુઝીલેન્ડ સામેની ટી20 સીરીઝ માટે ભારતની ટીમ જાહેર કરી હતી. તેવામાં બધાને ખ્યાલ છે કે વિરાટ કોહલી યુવા ચહેરાને તક આપતો રહે છે. ત્યારે ન્યૂઝીલેન્ડ સામેની T-20 સીરિઝ માટે હૈદરાબાદના બૉલર મોહમ્મદ સિરાજનું ટીમ ઇન્ડિયામાં સિલેક્શન કરવામાં આવ્યુ છે. ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડની સામે 3 મેચની વનડે સીરિઝ પછી 3 મેચની ટી20 સીરિઝ પણ રમશે. મીડિયમ પેસ બૉલર સિરાજ પહેલી વખત ટીમ ઇન્ડિયા માટે રમશે. ઉલ્લેખનીય છે કે દરેક ડોમેસ્ટીક ક્રિકેટરનું એક સપનું હોય છે કે તે પોતાની ક્રિકેટ કારકિર્દીમાં એક વાર ટીમ ઇન્ડિયા માટે રમે. તેવામાં હૈદરાબાદના મોહમ્મદ સિરાજ…
કવિ: Sports Desk
ભારતીય ક્રિકેટ બોર્ડની પસંદગી સમીતીએ આજે શ્રીલંકા સામેની 3 ટેસ્ટ મેચની સીરીઝ માટે પહેલી 2 ટેસ્ટ માટે ભારતી ટીમની પસંદગી કરી છે. તો ન્યુઝીલેન્ડ સામેની ટી20 સીરીઝ માટે પણ ટીમ ઇન્ડિયાની પસંદગી કરી છે. શ્રીલંકા સામેની ટેસ્ટ સીરીઝમાં રવિન્દ્ર જાડેજા અને અશ્વિનની વાપસી થઇ છે અને ટેસ્ટમાં અજીંક્ય રહાણેને વાઇસ કેપ્ટન તરીકે જાહેર કરાયો છે. જ્યારે ટી20 સીરીઝમાં મુંબઇના શ્રેયાસ અય્યર અને સીરાજનો સમાવેશ થયો છે. ન્યુઝીલેન્ડ સામેનો પ્રવાસ પુર્ણ થયા બાદ ભારત ઘરઆંગણે શ્રીલંકા સામે 3 ટેસ્ટ મેચની સીરીઝ રમશે. જેને લઇને ભારતીય ક્રિકેટ બોર્ડની પસંદગી સમીતીએ 2 ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ જાહેર કરી છે. જે કોલકત્તામાં…
મુંબઇના વાનખેડેમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજથી વન-ડે શ્રેણીની પહેલી મેચ શરૂ થઇ ગઇ છે. જેમાં ન્યૂ ઝીલનડે પહેલી વન ડે મેચ 6 વિકિટે જીત મેલવી લીધી છે. રોસ તેલર અને મુનરોની શાનદાર ઇનિંગની મદદ થી ન્યુઝીલેન્ડ ટીમે 7 વિકિટે જીત મેળવી છે. આ જીત સાથે ન્યૂ ઝીલેન્ડ ટીમ 1-0 થી આગળ નીકળી ગઈ છે. રોસ ટેલોરના 95 રન અને ટોમ મૂંનરોના અણનમ 103 રનની મદદથી પહેલી વનડે માં શાનદાર જીત મેળવી હતી. ભારતના તમામ બોલરો ન્યૂઝીલેન્ડ ના બેટ્સમેનો સામે પોકળ સાબિત થાય હતા. ટોમ લથમે પોતાની વનડે કારકિર્દીની ચોથી સદી ફટકારી હતી. આ પહેલા ભારતે 50 ઓવરાં 280 રન કર્યા હતા.…
એશિયા હૉકી કપ ટુર્નામેન્ટની ફાઇનલમાં, ભારતે શાનદાર પ્રદર્શન કરતા મલેશિયાને 2-1થી હરાવ્યું હતું અને ભારતે ત્રીજીવાર એશીયા હોકી કપ પોતાના નામે કર્યો હતો. ભારતે પહેલા હાફમાં 2 ગોલ નોંધાવ્યા હતા અને ત્યાર બાદ અંતિમ હાફમાં મલેશિયાએ એક ગોલ કર્યો હતો. બીજા હાફમાં ભારતએ શાનદાર પ્રદર્શન કર્યું ભારતે ત્રીજા ક્વાર્ટરમાં 2-0ની સરસાઈ જાળવી રાખી હતી. આ ક્વાર્ટરમાં ભારતનો શાનદાર આક્રમક કર્યું હતું. જોકે ભારત આ ક્વાર્ટરમાં ગોલ કરી શક્યું ન હતું. પરંતુ મલેશિયા પણ ભારતને આગળ વધતા રોકી શક્યું ન હતું. ચોથા ક્વાર્ટરમાં મલેશિયા શાનદાર રમત બતાવતા સબાહ એક ગોલ કર્યો હતો. પરંતુ ભારતે ત્યાર બાદ ડિફેન્સીવ રમત રમતા મલેશિયને બીજો કોઇ ગોલ કરવા દીધો ન હતો અને…
મુંબઇના વાનખેડે સ્ટેડિયમ પર રમાયેલી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પહેલી વન-ડે મેચમાં ભારતે 50 ઓવરમાં 8 વિકેટેના ભોગે 280 રન કર્યા. જેમાં વિરાટ કોહલીએ કેપ્ટન ઇનીંગ રમી હતી અને ભારતને મુશ્કેલીની સમયમાં જવાબદારી પુર્વક ઇનીંગ રમી ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોચાડ્યું હતું. વિરાટ કોહલીએ પોતાની 200મી વન-ડેમાં શાનદાર પ્રદર્શન કરતા પોતાની 31મી સદી ફટકારી હતી. કોહલીએ 121 રનની તુફાની ઇનીંગ રમી હતી. જોકે ભારતીય પુરી ટીમ ન્યુઝીલેન્ડના બોલરો સામે ઝઝુમતી જોવા મળી હતી. શરૂઆતથી જ ટ્રેંટ બોલ્ટ, ટીમ સાઉદીએ ભારતીય ટીમના બેટ્સમેનોને પકડમાં રાખ્યા હતા. તો તેની સાતે મિશેલ સેંતનરે પણ ભારતીય બેટ્સમેનોને પકડમાં રાખવામાં સફળ રહ્યા હતા. આ…
આજે મુંબઇના વાનખેડે સ્ટેડિયમ પર રમાઇ રહેલી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પહેલી વન-ડે મેચમાં ભારતે ખરાબ શરૂઆત કર્યા બાદ સુકાની વિરાટ કોહલી મેદાન પર આવ્યા બાદ ઇનીંગ સંભાળી હતી અને ટીમને એક સન્માનજનક સ્કોર સુધી પહોચાડી હતી. તો વિરાટ કોહલી પોતાની વન-ડે કારકિર્દીની 200મી વન-ડે રમી રહ્યો છે અને પોતાની 200મી વન-ડેમાં સદી ફટકારીને એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. વિરાટ કોહલી વિશ્વનો બીજો ખેલાડી બની ગયો છે કે જેણે પોતાની 200મી વન-ડેમાં સદી ફટકારી હોય. આ પહેલા સાઉથ આફ્રિકાના એબી ડી વિલિયર્સે પોતાની 200મી વન-ડેમાં સદી ફટકારી હતી. તો હવે બીજી તરફ વન-ડેમાં સૌથી વધુ સદી ફટકારવામાં રીકિ પોન્ટિંગના…
ન્યુઝીલેન્ડ સામે મહેનત કરી રહેલી ટીમ ઇન્ડિયાના 34 ઓવરમાં 4 વિકેટે માત્ર 159 સુધી પહોચ્યું છે. ટોસ જીતી ભારતે પહેલી બેટીંગ પસંદ કરી હતી. પરંતુ ભારતની શરૂઆત સારી રહી ન હતી. સસ્તામાં ભારતની ત્રણ મહત્વની વિકેટ પડી ગઇ હતી. પરંતુ ત્યાર બાદ સુકાની વિરાટ કોહલીએ બાજી સંભાળી હતી અને ભારતને એક સન્માનજનક સ્કોર સુધી પહોચાડ્યું હતું. આ પહેલા ટોસ જીતી બેટીંગ કરતા ભારતે સસ્તામાં પહેલી ત્રણ વિકેટ પડી ગઇ હતી. જેમાં શિખર ધવન 12 બોલમાં 1 ચોગ્ગાની સાથે 9 રન, રોહીત શર્મા 18 બોલમાં 2 છગ્ગાની મદદથી 20 રન અને ત્યાર બાદ કેદાર જાધવ 25 બોલમાં 1 ચોગ્ગાની મદદથી 12…
ન્યૂઝીલેન્ડ અને ભારતીય ટીમની વચ્ચે વનડે સીરિઝની પહેલી મેચ મુંબઇના વનખેડેમાં આજે (રવિવારે) રમાશે. આ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીની કરિયરની 200મી વન ડે મેચ હશે. તેણે અત્યાર સુધીમાં 199 વનડેમાં 55.13ની અવરેજથી 30 સેન્ચુરી અને 45 હાફ સેન્ચુરીની મદદથી 8767 રન કર્યા છે, કોહલીનો બેસ્ટ સ્કોર 183 રન છે. 199 મેચ પછી સૌથી વધારે રન: 199 મેચ પછી વિરાટ (8767) સૌથી વધારે રન કરનાર બેટ્સમેન છે, તેમના પછી સાઉથ આફ્રિકાના બેટ્સમેન એબી ડી વિલિયર્સના (8520) રન, જ્યારે સચિનના 200 મેચમાં 7305 રન હતા. વનડેમાં ભારતનો સફળ કેપ્ટન: વિરાટ કોહલી સૌથી ઓછી મેચમાં વધુ જીત મેળવવાના મામલામાં સૌથી સફળ કેપ્ટન…
આજે મુંબઇના વાનખેડે સ્ટેડિયમ પર ન્યુઝીલેન્ડ સામેની પહેલી વન-ડેમાં ભારતીય ટીમે ટોસ જીતી પહેલા બેટીંગ પસંદ કરી છે. ન્યુઝીલેન્ડમાં એક સ્પીનર અને ત્રણ ફાસ્ટ બોલર સાથે મેદાન પર ઉતરશે. ભારતીય ટીમમાં બોલર તરીકે ભુવનેશ્વર કુમાર, બુમરાહ, હાર્દીક પંડ્યા અને સ્પીરન તરીકે ચહલ, કુલદીપ યાદવનો સમાવેશ કર્યો છે. તો મહત્વની વાત એ છે કે આજથી ક્રિકેટ મેચમાં ICC ના પાંચ નવા નિયમોનું અમલ થશે. જેમાં DRS, રન આઉટ સહીતના નવા નિયમોનો અમલ થશે. રેકોર્ડની દ્રષ્ટીએ કિવી સામે 32માંથી 24 મેચમાં ભારતનો વિજય – 1987માં કિવી ટીમ ઈન્ડિયા વચ્ચે પ્રથમ વનડે રમ્યા બાદ અત્યાર સુધી બંને ટીમોએ અહીં 32 મેચો…
આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં પ્રથમ વન ડે મેચ રમાનાર છે ત્યારે ન્યૂઝીલેન્ડના કપ્તાન કેન વિલિયમસને સ્વિકાર કર્યો છે કે, ભારતીય ટીમને તેના દેશમાં હરાવવું મોટો પડકાર છે. વિલિયમસને કહ્યું કે, સ્વદેશમાં ભારતનો રેકોર્ડ ઘણો સારો છે. અમે જાણીએ છીએ કે, ભારતને હરાવવું ગણું મુશ્કેલ છે. સ્વદેશમાં તે દુનિયાની સૌથી મજબૂત ટીમ છે. તેમાં કોઇ સંદેહ નથી કે અમે અમારે અમારું સર્વશ્રેષ્ઠ ક્રિકેટ રમવાની જરૂર છે. છેલ્લા કેટલાક સમયમાં અમે સારો દેખાવ કર્યો છે અને અમને ખબર છે કે, અહીંયા ઘણો મોટો પડકાર હશે. સ્વદેશમાં વન ડે સિરીઝમાં ભારતનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. 2009-2010માં ઓસ્ટ્રેલિયા સામે હાર…