બાંગ્લાદેશ અને સા.આફ્રિકા વચ્ચે થયેલી પહેલી મેચમાં સા.આફ્રિકાએ 10 વિકેટથી જીત મેળવી. આ જીતની સાથે ત્રણ મેચોની વન ડે સીરીઝમાં સા.આફ્રિકાએ 1-0થી વધારો મેળવ્યો. ટીમ તરફથી ક્વેન્ટિન ડીકોકે 168 રન બનાવ્યા. જ્યારે હાશિમ અમલાએ 110 રનની ઈનિંગ્સ રમી. પહેલી વિકેટ માટે 282 રનની ભાગીદારી કરી ડીકોક અને આમલાની જોડી બીજા નંબર પર આવી ગઈ. પહેલી વિકેટ માટે શ્રીલંકાના સનત જયસુરિયા અને ઉપુલ તરંગાએ 286 રનની ભાગીદારી કરી રેકોર્ડ બનાવ્યો હતો. બાંગ્લાદેશે આપેલા 279 રનના લક્શ્યનો પીછો કરનારી સા.આફ્રિકાએ શાનદાર શરૂઆત કરી. ટીમના બંને ઓપનરે 282 રનની ભાગીદારી કરી. ડીકોકે 145 બોલમાં 168 રનની ઈનિંગ્સ રમી જેમાં તેણે 21 ચોક્કા…
કવિ: Sports Desk
ભારતમાં પહેલીવારે યોજાયેલો ફીફા અંડર 17 વર્લ્ડ કપ ફૂટબોલ ટૂર્નામેન્ટ ગ્રુપ મેચને પૂર્ણ થયા બાદ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે અને આજથી વર્લ્ડ કપના કરો યા મરોનો મુકાબલો શરૂ થવાનો છે. વર્લ્ડકપની ગ્રુપ લીગ મેચ પછી 16 ટીમ રાઉન્ડ-16માં પહોંચી ગઈ છે. જેમાં પહેલા બે મુકાબલા દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં રમાયા હતા. આ બંને મેચોમાં કોલંબિયાનો મુકાબલો જર્મનીથી અને પરાગ્વેનો મુકાબલો અમેરિકાથી થશે. આપને જણાવી દઈએ કે રાઉન્ડ-16માં પહોંચેલી 16 ટીમોમાં 6 ટીમ એવી છે જે પહેલા વર્લ્ડકપના ફાઈનલમાં રમી ચૂકી છે. 1991થી 2005 સુધી આ ટૂર્નામેન્ટને અંડર-17 વિશ્વ ચેમ્પિયનશીપ કહેવાઈ રહી હતી અને 2007 પછી આને અંડર 17…
મુંબઇમાં આજે બોલીવુ સ્ટાર્સ અને ક્રિકેટના સ્ટાર્સ વચ્ચે સેલિબ્રિટી ફુટબોલ મેચ રમાઇ હતી. જેમાં ક્રિકેટના સ્ટાર્સ ઓલ હાર્ટ અને બોલીવુડના સ્ટાર્સે ઓલ સ્ટાર્સની ટીમ બનાવી હતી. આ ફ્રેંડલી મેચમાં ક્રિકેટરોના સ્ટાર્સ “ઓલ હાર્ટે” બોલીવુડની ટીમ “ઓલ સ્ટાર્સ”ને 6-3 થી માત આપી હતી. ઓલ હાર્ટની ટીમ તરફથી મહેન્દ્રસિંહ ધોની અને અનિરૂદ્ધ શ્રીકાંતે 2-2 ગોલ કર્યા હતા. તો વિરાટ કોહલી, કેદાર જાધવ અને શિખર ધવને 1-1 ગોલ કર્યા હતા. તો ઓલ સ્ટાર્સની ટીમ તરફથી શબ્બીર આલુવાલિયા, આદર જૈન અને રણબીર કપુરે 1-1 ગોલ કર્યા હતા. બીજા હાફમાં પણ ઓલ હાર્ટની ટીમ આગળ રહી બીજા હાફની શરૂઆતમાં અરમાનના રૂપમાં ઓલ સ્ટાર્સની ટીમને…
ટેનીસ જગતમાં સ્ટાર ખેલાડી રોજર ફેડરરે શાનદાર પ્રદર્શન કરતા શાંઘાઇ માસ્ટર્સ ટેનીસ ટુર્નામેન્ટનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ મુકાબલો રોજર ફેડરર અને રફેલ નડાલ વચ્ચે થયો હતો. ફેડરરે ફાઇનલ મેચ 6-4 અને 6-3 થી પોતાના નામે મેચ કરી હતી અને ખિતા પોતાના નામે કર્યો હતો. આ પહેલા રોજર ફેડરરે સેમી ફાઇનલમાં આર્જેંટીનાના ખેલાડી જુઆન ટેલ પોત્રોને 3-6, 6-3 અને 6-3 થી હાર આપી ફાઇનલમાં પોતાની જગ્યા નક્કી કરી હતી. ટુર્નામેન્ટની ફાઇનલમાં રોજર ફેડરરને સામનો સ્પેનના સ્ટાર ખેલાડી રાફેલ નડાલ સામે થશે. તો અન્ય એક સેમી ફાઇનલ મેચમાં રફેલ નડાલે ક્રોએશીયાના મારીન સિલિકને 7-5 અને 7-6(7-3) થી…
ટીમઇન્ડિયાથી છેલ્લા ઘણા સમયથી બહાર ચાલી રહેલી રવિન્દ્ર જાડેજા રણજી ટ્રોફીમાં હંમેશા શાનદાર પ્રદર્શન કરતો આવે છે. ત્યારે આજે જમ્મુ કાશ્મીર સામેની મેચમાં ફરી જડ્ડુએ મેરેથોન ઇનીંગ રમી છે. રવિન્દ્ર્ જાડેજાએ રણજી ટ્રોફીમાં જમ્મુ કાશ્મીર સામેની મેચમાં સૌરાષ્ટ્ર ટીમ તરફથી શાનદાર પ્રદ્રશન કરતા બેવડી સદી નોંધાવી છે. જાડેજાએ પોતાના ઘરઆંગણાના મેદાન રાજકોટમાં 313 બોલમાં 23 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 201 રનની જબરદસ્ત ઇનીંગ રમી હતી. ત્રણ ત્રેવડી અને બે બેવડી સદી નોંધાવી રણજી ટ્રોફીના ઇતિહાસમાં રવીન્દ્ર જાડેજાની ગણતરી એક પીઢ ખેલાડી તરીકે થાય છે. ઉલ્લેખનીય છે કે રવિન્દ્ર જાડેજાએ ભલે ટીમ ઇન્ડિયા માટે કોઇ મોટી ઇનીંગ રમી નથી પરંતુ…
બાંગ્લાદેશમાં ચાલી રહેલા એશિયા કપમાં આજે સુપર સન્ડેનો માહોલ ચાલી રહ્યો છે. બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ચાલી રહેલી એશિયા કપ હૉકી ટુર્નામેન્ટમાં આજે સૌથી એક્સાઇટિંગ મુકાબલો થવાનો છે. કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાન આજે એમની ત્રીજી લીગ મૅચમાં ટકરાવાનાં છે. શાનદાર ફૉર્મમાં રમી રહેલા ભારતે એની પ્રથમ મૅચમાં જપાનને ૫-૧થી અને બીજીમાં યજમાન બંગલા દેશને ૭-૦થી કચડી નાખ્યું છે જ્યારે પાકિસ્તાને એના પ્રથમ મુકાબલામાં બગલા દેશને ભારતની જેમ ૭-૦થી હરાવ્યું હતું, પણ બીજો જપાન સામે ૨-૨થી ડ્રૉ રહ્યો હતો. ગ્રુપ-Aમાં ભારત બે શાનદાર જીત સાથે કુલ ૬ પૉઇન્ટ સાથે ટોચ પર છે અને સુપર ફોર રાઉન્ડમાં પહોંચી ગયું છે જ્યારે પાકિસ્તાન ચાર પૉઇન્ટ સાથે બીજા નંબરે છે. પાકિસ્તાન માટે આ ખૂબ જ મહત્વની મૅચ છે. જો તેઓ આજે મોટા માર્જિનથી હારે અને બીજી તરફ જપાન નબળી બંગલા દેશની ટીમ સામે મોટો વિજય મેળવે તો તેમને ઘરભેગા થવું પડી શકે છે. ભારતીય ટીમે એની બન્ને લીગ મૅચમાં શાનદાર પફોર્મ કરતાં શાનદાર…
સ્પેનના સ્ટાર ટેનિસ ખેલાડી રાફેલ નડાલ અને સ્વિત્ઝરલેન્ડના રોજર ફેડરરે શંધાઇ માસ્ટર્સ ટેનિસ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. રોજર ફેડરરે સેમી ફાઇનલમાં આર્જેંટીનાના ખેલાડી જુઆન ટેલ પોત્રોને 3-6, 6-3 અને 6-3 થી હાર આપી ફાઇનલમાં પોતાની જગ્યા નક્કી કરી હતી. ટુર્નામેન્ટની ફાઇનલમાં રોજર ફેડરરને સામનો સ્પેનના સ્ટાર ખેલાડી રાફેલ નડાલ સામે થશે. ત્યા અન્ય એક સેમી ફાઇનલ મેચમાં રફેલ નડાલે ક્રોએશીયાના મારીન સિલિકને 7-5 અને 7-6(7-3) થી હાર આપી હતી અને ફાઇનલમાં પ્રવાશ મેળવી લીધો હતો. આમ હવે બન્ને ખેલાડીઓ વચ્ચેની ફાઇનલ મેચ ઘણી રોમાંચક બની રહેશે. તો સ્ટાર રફેલ નડાલ માટે આ ફાઇનલ મેચ ઘણી મહત્વની ગણવામાં આવે છે.…
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હૈદરાબાદમાં ત્રીજી અને અંતિમ ટ્વેન્ટી-20 મેચ વરસાદના કારણે રદ્દ થતાં ઓસ્ટ્રેલિયાની ટીમ સ્વદેશ જવા રવાના થઇ હતી. વતન વાપસી પહેલા ઓસ્ટ્રેલિયાના બેટસમેન ડેવિડ વોર્નરે દેશના ક્રિકેટપ્રેમીઓનો આભાર માન્યો હતો અને ટીમના ભારત પ્રવાસને સારો ગણાવ્યો હતો. વોર્નરે કહ્યું કે, ભારત તમારો આભાર અમારી યજમાની કરવા માટે. અમને ભારતમાં રમવાનું સારુ લાગે છે. અમને અહીંયા ઘણો પ્રેમ અને સન્માન મળે છે. વોર્નરે હૈદરાબાદમાં ત્રીજી ટ્વેન્ટી-20 મેચ વરસાદના કારણે રદ્દ થતાં અફસોસ પણ વ્યક્ત કર્યો હતો. પોતાના ઇન્સ્ટાગ્રામમાં ભારતને સેલ્યૂટ કરતા એક ફોટો પણ તેણે શેર કર્યો છે. જેમાં તેણે લખ્યું છેકે, આભાર ભારત.
રશિયાની સ્ટાર ટેનિસ ખેલાડી મારિયા શારાપોવાએ અદ્દભૂત પ્રદર્શન કરતા અહીં રમાઈ રહેલી તિયાનજિન ઓપન ટેનિસ ટુર્નામેન્ટની ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. શારાપોવાએ પુનરાગમન બાદ પ્રથમ વખત કોઈ ટુર્નામેન્ટની ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ડોપિંગમાં દોષિત ઠર્યા બાદ રશિયન ખેલાડીને 15 મહિનાના પ્રતિબંધનો સામનો કરવો પડ્યો હતો અને તેણે સ્ટુટગાર્ટ ઓપન દ્વારા પુનરાગમન કર્યું હતું. 30 વર્ષીય શારાપોવા પુનરાગમન બાદ વાઈલ્ડ કાર્ડ દ્વારા સાતમી ટુર્નામેન્ટમાં રમી રહી હતી. તેણે સેમિફાઈનલમાં ચીનની પેન્ગ શૂએઈને 6-3, 6-1થી પરાજય આપ્યો હતો. પાંચ ગ્રાન્ડ સ્લેમ વિજેતા ખેલાડીને પ્રેક્ષકોનું ભરપૂર સમર્થન પ્રાપ્ત થયું હતું. રવિવારે રમાનારી ફાઈનલમાં શારાપોવાનો મુકાબલો બેલારૂસની અરીના સાબાલેન્કા સામે થશે જેણે ક્વોલિફાયર ખેલાડી સારા…
22 ઓક્ટોબરથી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ વન-ડે મેચની સીરીઝની શરૂઆત થઇ રહી છે. જેને પગલે આજે ભારતીય ક્રિકેટ બોર્ડે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે. જેમાં આશ્ચર્યજનક લોકેશ રાહુલને તક આપવામાં આવી નથી. તો મોહમ્મદ શમી અને ઉમેશ યાદવને પણ આરામ અપાયો છે. ટીમમાં શર્દુલ ઠાકુર, દિનેશ કાર્તિકને સમાવાયો છે. ન્યુઝીલેન્ડ સામેની ભારતની વન-ડે ટીમ આ પ્રમાણે છે: વિરાટ કોહલી(સુકાની), રોહીત શર્મા, શિખર ધવન, અજિંક્ય રાહણે, મનીશ પાંડે, કેદરા જાધવ, દિનેશ કાર્તિક, ધોની, હાર્દીક પંડ્યા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, ચહલ, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર અને શર્દુલ ઠાકુર.