અમેરિકા પર મોટું સંકટ: ઈરાની સ્લીપર સેલના 750 એજન્ટો સક્રિય, કોણ છે હિટ લિસ્ટમાં?

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
2 Min Read

અમેરિકા પર ઈરાની સ્લીપર સેલ્સનું જોખમ: 750 એજન્ટ્સ રડારમાં, હાઈ-ટેક કંપનીઓ અને ટ્રમ્પ નિશાને

અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવની વચ્ચે હવે સંઘર્ષની આગ સીધી અમેરિકાની ધરતી સુધી પહોંચી હોવાના સંકેતો મળી રહ્યા છે. રિપબ્લિકન સાંસદ બરાદ કન્નોટના સનસનાટીભર્યા નિવેદન બાદ ખળભળાટ મચી ગયો છે. તેમના જણાવ્યા અનુસાર, અગાઉ 1500 જેટલા શંકાસ્પદ એજન્ટો કસ્ટડીમાં હતા, જેમાંથી 750 એજન્ટોને છોડી દેવામાં આવ્યા છે. હવે આ ‘સ્લીપર સેલ્સ’ અમેરિકાના વિવિધ શહેરોમાં છુપાઈને બેઠા છે, જે કોઈપણ સમયે મોટા હુમલાને અંજામ આપી શકે છે.

iran511.jpg

- Advertisement -

કેલિફોર્નિયાની ટેક કંપનીઓ પર ડ્રોન હુમલાનું એલર્ટ

એફબીઆઈ (FBI) દ્વારા જારી કરવામાં આવેલા એલર્ટ મુજબ, ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ (IRGC) કેલિફોર્નિયા સ્થિત મોટી ટેક કંપનીઓને નિશાન બનાવી શકે છે. આ હુમલા પાછળનો હેતુ વિશ્વની ટેક સર્વિસિસમાં અવરોધ ઊભો કરવાનો અને અમેરિકાની આર્થિક તેમજ ડિજિટલ શક્તિને નુકસાન પહોંચાડવાનો છે. આ ખતરાને જોતા સિલિકોન વેલી અને અન્ય મહત્વના વિસ્તારોમાં સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે.

કોણ છે ઈરાની સ્લીપર સેલ્સના નિશાને?

અમેરિકી ગુપ્તચર એજન્સીઓના મતે, આ સ્લીપર સેલ્સના નિશાને માત્ર ટેક કંપનીઓ જ નહીં, પરંતુ અમેરિકાના ટોચના નેતાઓ પણ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પૂર્વ એનએસએ જોન બોલ્ટન જેવા નેતાઓની હત્યાના કાવતરાના આરોપો અગાઉ પણ ઈરાની એજન્ટો પર લાગી ચૂક્યા છે. આ ઉપરાંત, લોસ એન્જલસમાં રહેતા 7 લાખથી વધુ ઈરાની મૂળના નાગરિકો પર પણ આ એજન્ટોનો ખતરો મંડરાઈ રહ્યો છે, કારણ કે સ્લીપર સેલ્સ તેમને ડરાવવા અથવા ટાર્ગેટ કરવા માટે સક્રિય થઈ શકે છે.

- Advertisement -

iran51.jpg

સ્લીપર સેલ્સની મોડસ ઓપરેન્ડી: કોડ લેંગ્વેજ અને ભાડૂતી હત્યારા

એફબીઆઈએ તાજેતરમાં એક કોડેડ મેસેજ ઈન્ટરસેપ્ટ કર્યો છે, જેનો અર્થ થાય છે કે “બધાએ સક્રિય થવાનો સમય આવી ગયો છે.” આ સ્લીપર સેલ્સ સીધા હુમલા કરવાને બદલે મોટે ભાગે ‘ભાડૂતી હત્યારાઓ’ (Contract Killers) નો ઉપયોગ કરે છે. તેઓ ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો અથવા જેલના કેદીઓને પૈસા અને દબાણના જોરે પોતાની જાળમાં ફસાવે છે. તાજેતરમાં જ એક પાકિસ્તાની મૂળના નાગરિકે ઈરાની સ્લીપર સેલ માટે કામ કરવાની કબૂલાત કરી હતી, જેનાથી સાબિત થાય છે કે આ નેટવર્ક કેટલું ઊંડું ઉતરેલું છે.

Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.