અમદાવાદ: જેગુઆર ગ્રુપે ડિઝાઈન કોન્ફેબની બીજી આવૃત્તિની કરી અનોખી પહેલ જુઓ વીડિયો

ભારતની અગ્રણી સંપૂર્ણ બાથરૂમ અને લાઈટિંગ નિવારણોની બ્રાન્ડ જેગુઆર ગ્રુપ પુણેમાં આરંભિક રજૂઆતને સફળતા મળ્યા પછી હવે અમદાવાદમાં ડિઝાઈન કોન્ફેબ લઈને આવી છે. આ અજોડ મંચ અગ્રણી આર્કિટેક્ટો, બિલ્ડરો અને ઈન્ટીરિયર ડિઝાઈનરોને ડિઝાઈનના જોશની ઉજવણી કરવા માટે એકત્ર કરવામા આવ્યા હતા. ડિઝાઈન કોન્ફેબની અમદાવાદની આવૃત્તિ માટેની થીમ રિથિન્કિંગ ટ્રેડિશનલ આર્કિટેક્ચર વિથ સ્માર્ટ ડિઝાઈન હતી. આ ક્ષિતિજમાં ઉત્કૃષ્ટ અને અસરકારક ઉત્તમ વ્યવહારોની સરાહનામાં જેગુઆર ગ્રુપે આ ઉદ્યોગના અમુક ક્રિયાત્મક અને માળખાકીય બૌદ્ધિકોને આર્કિટેક્ચર અને ડિઝાઈન પર તેમના વિચારો, આઈડિયેશન પ્રક્રિયાઓનું આદાનપ્રદાન કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. અમદાવાદમાં ઈન્ટરએક્ટિવ સત્ર માથારૂ એસોસિયેટ્સના મુખ્ય આર્કિટેક્ટ ગુરજિત સિંહ માથારૂ દ્વારા સંબોધન સાથે શરૂ થયું હતું. આ પછી ભારતભરના અગ્રણી આર્કિટેક્ટો અને ડિઝાઈનરો સાથે પેનલ ચર્ચા થઈ હતી, જેમાં તેમણે દર્શકો સાથે ડિઝાઈન ફિલોસોફીનું આદાનપ્રદાન કર્યું હતું.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com