મોબાઇલથી તમે કરી શકશો ક્રેડિટ અને ડેબિટકાર્ડને લોક-અનલોક

હવે તમે તમારા મોબાઇલ દ્વારા ક્રેડિટ અને ડેબિટકાર્ડને લોક કરી શકશો. લોક કર્યા બાદ તેનો ઉપયોગ ત્યારે જ થઇ શકશે કે જ્યારે તમે એ લોક ખોલશો. સરકારી ક્ષેત્રની બેન્ક કેનેરા બેન્કે એમ સર્વ નામની એક મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી છે. આ એપ દ્વારા ગ્રાહક પોતાના ક્રેડિટ અને ડેબિટકાર્ડને લોક કરીને રાખી શકશે. આ નવી સુવિધા દ્વારા કાર્ડ ક્લોન થઇ જવા પર પણ તેના ઉપયોગ મારફતે થનારા ફ્રોડનો ખતરો ઘટી જશે. વધતા જતા સાયબર ફ્રોડ અને કાર્ડના ક્લોનિંગને ધ્યાનમાં રાખીને કેનેેરા બેન્કે આ મોબાઇલ એપ્લિકેશન બનાવી છે નેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ બેેન્ક વર્કર્સ અને કેનેરા બેન્ક સાથે સંકળાયેલા અશ્વિની રાણાએ જણાવ્યું હતું કે દેશમાં વધતા જતા કાર્ડ ક્લોનિંગના ખતરા અને તેના દ્વારા થતી છેતરપિંડીને ધ્યાનમાં રાખીને બેન્કે ગ્રાહકોની સુરક્ષા માટે આ મોબાઇલ એપ તૈયાર કરી છે. આ મોબાઇલ એપ્લિકેશન ગૂગલ પ્લે-સ્ટોરથી ડાઉનલોડ કર્યા બાદ તેમાં બેન્ક એકાઉન્ટ સાથે સંકળાયેલ મોબાઇલ નંબર ફીડ કરીને રજિસ્ટર કરવો પડશે. રજિસ્ટ્રેશનની સાથે જ ગ્રાહકના મોબાઇલ નંબર સાથે સંકળાયેલ તમામ એકાઉન્ટ નંબર સ્ક્રીન પર દેખાશે. તે એકાઉન્ટ નંબરના જમણા ખૂણા પર તેને એનેબલ અને ડિસેબલ કરવા માટે ઓપ્શન મળશે. આ પ્રક્રિયા એટલી સરળ છે જેટલું સરળ મોબાઇલ ફોન સાઇલન્ટ અને સામાન્ય મોડમાં કરવાનો હોય છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com