રાખી સાવંતે તેના ભાવિ પતિ પર લગાવ્યા ગંભીર આરોપ, પુરો થઈ ગયો સબંધ

રાખી દીપક અને પોતાના સંબંધ પર સવાલ ઉઠાવી રહી છે

થોડા સમય પહેલા એક્ટ્રેસ રાખી સાવંતે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કાર્ડ શેર કરીને દીપક કલાલ સાથે લગ્ન કરવાની જાહેરાત કરી હતી. કાર્ડ અનુ સાર રાખી સાવંત અને દીપક કલાલ 31 ડિસેમ્બરે લગ્ન કરવાના હતા. લગ્નની વિધિ માટે બન્નેએ લોસ એન્જેલસની પસંદગી કરી હતી. રાખી બાદ દીપક કલાલે પણ લગ્નનું કાર્ડ શેર કર્યું હતું. જોકે આ અહેવાલ આવતા જ લોકોને શંકાઓ ગઈ હતી.

લોકોની શંકા હવે સાચી સાબિત થઈ રહી છે. હજુ આ જાહેરાત કર્યાને એક સપ્તાહનો સમય થયો છે ત્યારે આ સંબંધ ખત્મ થઈ ગયો છે. આ વાતની જાણકારી પણ રાખી સાવંતે ઇન્સ્ટાગ્રામ દ્વારા આપી છે. વીડિયોમાં રાખી દીપક અને પોતાના સંબંધ પર સવાલ ઉઠાવી રહી છે. તે તેને બ્લોક કરવાની ધમકી પણ આપી રહી છે. તે દીપક પર આરોપ લગાવી રહી છે કે તેને ચક્કરમાં આવીને તેણે ચીપ પબ્લિસિટી સ્ટન્ટ અપનાવ્યો. તે કહે છે કે તેણે ઉદ્યોગમાં 14-15 વર્ષ થઈ ગયા છે પરંતુ તેણે ક્યારેય આવી ગંદી વસ્તું કરી નથી.

દીપક કલાલ સોશિયલ મીડિયાનો જાણીતો ચહેરો છે. તે રિયાલિટી શો ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટનો પણ હિસ્સો હતા. તે વિતેલા વર્ષે ચર્ચામાં ત્યારે આવ્યો હતો જ્યારે તેનો એક ફની વિડોયો વાયરલ થયો હતો. દીપક પુણેનો રહેવાસી છે

Share
WP Twitter Auto Publish Powered By : XYZScripts.com