સોનાનો મોટો ખજાનો હોવા છતાં કેમ બરબાદ થઈ ગયો આ દેશ? સત્ય જાણીને ચોંકી જશો!

By
Halima Shaikh
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a...
6 Min Read

પીળી ધાતુ કે લોહીનો ખેલ? જાણો સુદાનમાં કેમ સોનું જ બની ગયું નરસંહારનું કારણ!

આફ્રિકા ખંડના મુખ્ય સોના ઉત્પાદક દેશોમાં સુદાનનું નામ મોખરે આવે છે. કુદરતે આ દેશને કુદરતી સંપત્તિનો અખૂટ ખજાનો આપ્યો છે, પરંતુ કમનસીબે આ જ વિપુલ પ્રમાણમાં રહેલું સોનું આજે સુદાન માટે આશીર્વાદને બદલે એક મોટો અભિશાપ બની ગયું છે. દેશની આર્થિક સ્થિતિ સુધારવા અને સમૃદ્ધિ લાવવાને બદલે, આ કિંમતી પીળી ધાતુ અત્યારે દેશમાં ચાલી રહેલા લોહિયાળ ગૃહયુદ્ધનું મુખ્ય કારણ અને ઇંધણ બની ચૂકી છે. આમને-સામને આવી ગયેલા લશ્કરી જૂથો સુદાનની સોનાની ખાણો, તેનાથી થતી કરોડોની આવક અને વેપારના માર્ગો પર વર્ચસ્વ જમાવવા માટે એકબીજા સાથે નિર્દયતાથી લડી રહ્યા છે. ટૂંકમાં કહીએ તો, સોનું હવે દેશના સશસ્ત્ર સંઘર્ષની મજબૂત કરોડરજ્જુ બની ગયું છે.

gold1.jpg

- Advertisement -

દક્ષિણ સુદાનનું અલગ થવું અને આર્થિક કટોકટીની શરૂઆત

સુદાનના ઇતિહાસમાં વર્ષ ૨૦૧૧ એક એવો આર્થિક મોડ સાબિત થયો જેણે આ દેશનું ભવિષ્ય બદલી નાખ્યું. આ વર્ષે દક્ષિણ સુદાન એક અલગ સ્વતંત્ર દેશ તરીકે અસ્તિત્વમાં આવ્યો. આ વિભાજનને કારણે સુદાને પોતાના વિશાળ તેલ અનામતનો બહુ મોટો હિસ્સો ગુમાવવો પડ્યો. વિવિધ અહેવાલો મુજબ, દેશની કુલ તેલ આવકનો લગભગ ૭૫% હિસ્સો દક્ષિણ સુદાનના કબજામાં જતો રહ્યો.

તેલમાંથી મળતી આવક અચાનક બંધ થઈ જતાં સુદાનનું અર્થતંત્ર તસતસતું કડાકો બોલી ગયું. આ આર્થિક સંકટમાંથી બહાર નીકળવા માટે સુદાન સરકાર અને સ્થાનિક લશ્કરી જૂથો માટે સોનું જ એકમાત્ર આશાનું કિરણ બન્યું. દેશની આર્થિક નૈયા પાર ઉતારવા માટે સોનાના ખનન (Mining) પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. ટૂંક સમયમાં જ સોનું વિદેશી હૂંડિયામણ મેળવવાનો અને નિકાસથી કમાણી કરવાનો મુખ્ય સ્ત્રોત બની ગયું. પરંતુ જેમ-જેમ સોનાનું આર્થિક મહત્વ વધતું ગયું, તેમ-તેમ આ ખાણો અને તેના સપ્લાય નેટવર્ક પર કબજો મેળવવાની સત્તાધીશો અને સશસ્ત્ર જૂથો વચ્ચેની હોડ વધુ હિંસક બનતી ગઈ.

- Advertisement -

સત્તા મેળવવા માટે બે લશ્કરી જૂથો વચ્ચેનો લોહિયાળ જંગ

સુદાનમાં હાલમાં ચાલી રહેલી હિંસા અને અરાજકતા મુખ્યત્વે બે અત્યંત શક્તિશાળી સશસ્ત્ર દળો વચ્ચેની સત્તાની લડાઈ છે. એક બાજુ જનરલ અબ્દેલ ફતાહ અલ-બુ રહાનના નેતૃત્વ હેઠળની ‘સુદાનીઝ આર્મ્ડ ફોર્સીસ’ (SAF) છે, તો બીજી બાજુ મોહમ્મદ હમદાન ડગાલોની આગેવાની હેઠળનું સમાંતર સૈન્ય ‘રેપિડ સપોર્ટ ફોર્સીસ’ (RSF) છે.

આ બંને દળો વચ્ચેની લડાઈ માત્ર રાજકીય વર્ચસ્વ કે દેશનું શાસન સંભાળવા પૂરતી સીમિત નથી. આ લડાઈનો મોટો આધાર સોના સહિતના કિંમતી કુદરતી સંસાધનો પર પૂર્ણ નિયંત્રણ મેળવવાનો છે. દેશના ઉત્તરી અને પૂર્વીય ભાગોમાં આવેલી મુખ્ય સોનાની ખાણો પર સરકારી સૈન્ય (SAF)નો પ્રભાવ છે, જ્યારે દારફુર અને દક્ષિણ કોર્દોફાન જેવા અત્યંત નફાકારક ખનન વિસ્તારો પર રેપિડ સપોર્ટ ફોર્સીસ (RSF) એ પોતાનો અડિંગો જમાવી લીધો છે.

ગૃહયુદ્ધ ચલાવવા માટે ભંડોળનો અખૂટ સ્ત્રોત

ગૃહયુદ્ધના કારણે સુદાનનું સામાન્ય અર્થતંત્ર, વેપાર-ધંધા અને લોકોનું જનજીવન સંપૂર્ણપણે તબાહ થઈ ચૂક્યું છે, પરંતુ આ સોનાની ખાણો સશસ્ત્ર જૂથો માટે પૈસા કમાવાનું અવિરત સાધન બની રહી છે. ખાણોમાંથી ગેરકાયદેસર રીતે કાઢવામાં આવતું સોનું સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ગેરકાયદેસર નેટવર્ક દ્વારા વેચવામાં આવે છે.

- Advertisement -

આ સોનાના વેચાણથી મળતા કાળા નાણાંનો ઉપયોગ આધુનિક હથિયારો, લશ્કરી સરંજામ, વાહનો અને પોતાના લડાકુઓને પગાર ચૂકવવા માટે થાય છે. આ રીતે સુદાનમાં એક ‘સ્વયંસંચાલિત વોર ઇકોનોમી’ (Self-sustaining war economy) ઊભી થઈ છે, જ્યાં કિંમતી સંસાધનો જ લડાઈ લડવાનો ખર્ચ પૂરો પાડે છે. જ્યાં સુધી ખાણોમાંથી સોનું નીકળતું રહેશે અને પૈસા આવતા રહેશે, ત્યાં સુધી આ જૂથો પર યુદ્ધ રોકવાનું કે શાંતિ વાટાઘાટો કરવાનું કોઈ આર્થિક દબાણ ઊભું થવાનું નથી.

Gold price

વિશાળ પાયે ચોરી, તસ્કરી અને દુભાઈ કનેક્શન

સુદાનમાં ઉત્પાદિત થતા સોનાનો મોટો હિસ્સો સત્તાવાર સરકારી ચોપડે નોંધાવાને બદલે સીધો જ દેશની બહાર તસ્કરી (Smuggling) કરી દેવાય છે. આંતરરાષ્ટ્રીય થિંક ટેન્ક ‘ચૅથમ હાઉસ’ના અહેવાલો અને આંકડા દર્શાવે છે કે સુદાનનું લગભગ ૫૦% થી ૭૦% સોનું સરકારી ચોપડે નોંધાયા વિના, ગેરકાયદેસર માર્ગો દ્વારા વિદેશોમાં મોકલી દેવામાં આવે છે.

આ રીતે તસ્કરી કરાયેલા સોનાનો બહુ મોટો જથ્થો દુબઈના બજારો સુધી પહોંચે છે, જ્યાંથી તે આંતરરાષ્ટ્રીય વેપારના વિશાળ નેટવર્કમાં ભળી જાય છે. આક્ષેપો મુજબ, આ સોનાના ગેરકાયદેસર વેચાણથી ઉપજેલી જંગી રકમનો ઉપયોગ અંડરગ્રાઉન્ડ નેટવર્ક દ્વારા સુદાનના લશ્કરી જૂથોને આધુનિક શસ્ત્રો અને લોજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડવા માટે કરવામાં આવે છે.

ગરીબ મજૂરોનું શોષણ અને અમાનવીય પરિસ્થિતિઓ

સુદાનના સોનાના ક્ષેત્રનું સૌથી દુઃખદ પાસું એ છે કે દેશના કુલ સોનાનું લગભગ ૮૦% ખનન કોઈ આધુનિક મશીનરી દ્વારા નહીં, પરંતુ નાના પાયે કામ કરતા સ્થાનિક મજૂરો (Artisanal miners) દ્વારા હાથથી કરવામાં આવે છે. આ ગરીબ મજૂરો કોઈ પણ જાતની સુરક્ષા, કાનૂની રક્ષણ કે સરકારી દેખરેખ વિના અત્યંત જોખમી અને અમાનવીય પરિસ્થિતિઓમાં ઊંડી ખાણોમાં કામ કરે છે.

ઔપચારિક ખનન ક્ષેત્ર અને સરકારી નિયંત્રણના અભાવનો સીધો ફાયદો સ્થાનિક બાહુબલીઓ, લશ્કરી કમાન્ડરો અને ગુનાહિત ગેંગ્સ ઉઠાવે છે. તેઓ આ ગરીબ અને લાચાર મજૂરો પર વચસ્વ જમાવે છે, તેમને ડરાવે-ધમકાવે છે અને દિવસ-રાત કાળી મજૂરી કરીને કાઢેલા સોનાના બદલામાં તેમને મામૂલી રકમ આપે છે. આ રીતે, સુદાનનું જે સોનું દેશના સામાન્ય નાગરિકોનું ગરીબીમાંથી કલ્યાણ કરી શક્યું હોત, તે જ સોનું આજે તેમના માટે શોષણ, હિંસા અને ક્યારેય ન અટકનારા યુદ્ધનું નિમિત્ત બની ગયું છે.

Share This Article
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a wide range of topics including social issues, current events, and community stories with a focus on accuracy and cultural relevance. With a deep connection to Gujarati readers, Halima strives to present news that is informative, trustworthy, and easy to understand. Follow Halima Shaikh on Satya Day News for timely updates and meaningful content — all in your own language.