Browsing: football news in gujarati

કોચીઃ સતત બે ડ્રો બાદ કોચીના જવાહરલાલ સ્ટેડિયમમાં મુંબઈ સિટીનો સામનો કરવા ઉતરેલી હોમ ટીમ કેરલા બ્લાસ્ટર્સે વધુ એક મેચ ડ્રો કરી હતી. કેરલા બ્લાસ્ટર્સઆઈએસએલની ચોથી સિઝનમાં હજુસુધી એકપણ મેચ જીતી શકી નથી. મેચના પ્રથમ હાફમાં કેરલા બ્લાસ્ટર્સ તરફથી માર્ક સિફનિયોસે ગોલ કરતા પ્રથમ હાફ સુધીમાં હોમ ટીમ 1-0ની લીડ સાથે આગળ રહી હતી. જોકે બીજા હાફમાં બલવંત સિંઘે ગોલ કરતા સ્કોર 1-1ની બરાબરીએ પહોંચી ગયો હતો. જોકે તે પછી બંને ટીમ ગોલ કરવામાં સફળ ન રહેતા મેચ1-1થી ડ્રો રહી હતી. કેરલા બ્લાસ્ટર્સની ટીમની વધુ એક મેચ ડ્રો જમશેદપુર એફસી અને એટલેટિકો ડી કોલકાતા બાદ મુંબઈ સિટી વિરુદ્ધ ઘરઆંગણે રમતી કેરલા બ્લાસ્ટર્સ તરફથી માર્ક સિફનિયોસે મેચની 14મી મિનિટે ગોલ કર્યો હતો. જેનેકારણે જ ઘરઆંગણે રમતી કેરલાએ પ્રથમ હાફમાં 1-0ની લીડ મેળવી હતી. બીજા હાફમાં પણ મુંબઈ સિટી અમુક મિનિટો સુધી ગોલ કરી શકી નહોતી. જોકે મેચની 77મી મિનિટેબલવંતસિંઘે ગોલ કરી સ્કોર 1-1થી સરભર કર્યો હતો.  મેચ દરમિયાન 84મી મિનિટે બલવંતસિંઘ પાસે બીજો ગોલ કરી પોતાની ટીમને મેચની અંતિમ ક્ષણોમાં લીડ અપાવવાની સારીતક મળી હતી. જોકે આ તકને ગોલમાં પરિવર્તિત કરી શક્યો નહોતો, જો તેણે આ ગોલ કર્યો હોત તો તે મુંબઈ સિટી માટે વિજયી ગોલ સાબિત થાત. પરંતુ અંતે બંને ટીમોએ 1-1નાડ્રોથી જ સંતોષ માણવાનો વારો આવ્યો હતો. કેરલા બ્લાસ્ટર્સે આ મેચમાં ગોલ કરી તેને ડ્રો કરી, જોકે આગામી મેચોમાં ટીમને વિજયી ગોલ કરવા પડશે, નહિંતર કેરલા બ્લાસ્ટર્સ માટેથોડી સમસ્યા થઈ શકે છે.

પુણેઃ આઈએસએલના ચોથા રાઉન્ડમાં પુણેના શ્રી શિવ છત્રપતિ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં રમાયેલી ચેન્નાઈયન અને પુણે એફસી વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં…

દિલ્લી : ઇન્ડિયન સુપર લિંગમાં ચોથી સિઝનમાં આજે શનિવારે દિલ્લી ડાયનેમોજ અને નોર્થ ઇસ્ટ યુનાઇટેડ વચ્ચે રોમાંચક મુકાબલો યોજાયો હતો.…

આર્જેન્ટિનાના સુપરસ્ટાર ફુટબોલર લિયોનલ મેસ્સી ફરી ચર્ચાનો વિષય બન્યો છે. પરંતુ આ વખતે મેદાનની અંદર નહી પણ મેદાન બહાર ચર્ચાનો…

રોમ : રિયલ મેડ્રિડના પૂર્વ સ્ટ્રાઇકર રોબિન્હોને ઇટાલીમાં ગેંગરેપના આરોપ સર નવ વર્ષની સજા સંભળાવાઈ છે. આ ઘટના જાન્યુઆરી ૨૦૧૩ની…

નિકોસિયા : સાઇપ્રસના નિકોસિયા શહેરના શાનદાર પ્રદર્શન કરતા રિયલ મેડ્રિડ ટીમે એપોલને ૬-૦થી કચડી નાંખી ચેમ્પિયન્સ લીગના નોક આઉટ રાઉન્ડમાં…

ફ્રાંસ : ક્રિસ્ટીયાનો રોનાલ્ડો ભલે વ્યક્તિગત એવોર્ડને લઈને હવે ચિંતિત થતો હોય પણ આમ છતા તે સાત બેલેન ડી ઓર…

લિમા : સાઉથ અમેરિકન ટીમ પેરુએ વર્લ્ડ કપ પ્લે ઓફ મુકાબલાની સેકન્ડ લેગ મેચમાં ન્યૂઝીલેન્ડને ૨-૦થી પરાજય આપી ૨૦૧૮માં રશિયામાં…

અમદાવાદ : ફિફા વર્લ્ડ કપના સેકન્ડ પ્લે ઓફના મુકાબલામાં ડેન્માર્કે રિપબ્લિક ઓફ આયરલેન્ડને ૫-૧થી હરાવી રશિયામાં યોજાનારા વર્લ્ડ કપમાં પોતાનું…