બોગસ ખેડૂતોની હવે ખેર નહી બનાવટી જમીન સામે મેહસુલ મંત્રી કરી લાલઆંખ

0
70

રાજ્યના મહેસૂલ મંત્રી અવાર-નવાર પોતાના નાયક અંદાજમાં સરપ્રાઇઝ ચેંકિગ કરી તલાટી, કલેકટર કચેરીની આકસ્મિક મુલાકાત લેતા હોય છે આજે મેહસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ખેડા જિલ્લાના મતાર ખાતે મામલતદાર કચેરીની મુલાકાત લીધી હતી ખેડા જિલ્લામાં કેટલાક લોકો બનાવટી ખેડૂતો બની ખોટા દસ્તાવેજા બનાવી ખેડૂત ખાતેદારોની ફરિયાદ મળતા પોતે મેહસુલ મંત્રીએ મામલતદાર કચેરી ખાતે જાત તપાસ કરી હતી અને લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી તેમણે મિડિયાને સંબોધતા જણાવ્યુ હતુ કે કોઇપણ બોગસ ખેડૂતો ગમે તેટલો ચમરબંધી હોય બનાવટી ખેડુતો બનવા નહી દઇએ અમારી પોતાની વ્યવસ્થા છે અમે પણ બનાવટી ખેડૂતોને લઇ બાતમીદાર રાખ્યે છે એના લીધે જ આ બાતમીઓ મળતી રહે છે છેલ્લા બે મહિનાથી અમને ફરિયાદ મળતી રહે છે 2012થી 2013ના કેટલા કેસો પણ તપાસવામાં આવ્યા છે અધિકારીઓ સામે પણ આરોપો લગ્યા છે અધિકારીઓને પણ અમે છોડીશું નહી બનાવટી દસ્તાવેજો જેણે રજૂ કર્યા છે તેમને 10 વર્ષની જન્મટીપની સજા છે.

બોગસ ખેડૂતોની હવે ખેર નહી અને બોગસ જમીન પચાવનારની જમીન સરકાર હસ્તક થશે અત્યારે 1730 કેસો તપસ્યા છે જેમાંથી 628 કેસો ભારે શંકાસ્પદ ગણાયા છે એની પ્રાથમિક તપાસ માટે એકસાથે 500 લોકોને આધરપુરાવા મંગ્યા છે જેનો ઉદ્દેશ્ય સાચુ માણસ દંડાય નહી અને ખોટો બચીને જાય નહી મેહસૂલ મંત્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે મારી ધારણ મુજબ ઓછામાં ઓછી 400 કરોડની જમીન અહીયા બનાવટી ખેડૂતો દ્રારા ખરીદાઇ છે 1900થી 2 હજાર વીઘા જમીન અહી બનાવટી ખેડુતોએ લીધી છે હજુ પણ તંત્રી ચકાસણી કરવામાં આવી રહી છે તંત્રએ પણ ધ્યાનમાં લેવાની જરૂર છે