યેદિયુરપ્પા કાલે બની શકે છે કર્ણાટકના સીએમ-સુત્રો

બીજેપી જેડીએસ અને કોંગ્રેસના થઈને કુલ 10 ધારાસભ્યો તોડવાના પ્રયત્નો કરી રહી છે. ભાજપે તેમને વિકલ્પ આપ્યો છે કે, બહુમત પરિક્ષણ વખતે તેઓ ભાજપને વોટ આપે અથવા ગેરહાજર રહે. નોંધનીય છે કે, આજે ભાજપના નેતા પ્રકાશ જાવડેકરે તેમના ધારાસભ્યો સાથે બેઠક શરૂ કરી દીધી છે. જ્યારે જેડીએસની પણ તેમના ધારાસભ્યો સાથે બેઠક કરવામાં આવી રહી છે. જેડીએસના બે ધારાસભ્યો રાજા વેંકટપ્પા નાયકા અને વેંકટ રાવ નાદગૌડા મીટીંગમાં ગેરહાજર હોવાના અહેવાલ છે. કોંગ્રેસના 78 ધારાસભ્યોમાંથી 66 સભ્યો જ બેઠકમાં હાજર રહ્યા. કોંગ્રેસ ધારાસભ્યોની બેઠક શરૂ. જેડીએસ ધારાસભ્યોની બેઠકમાં રાજા વેંકટપ્પા નયક્કા અને વેંકટ રાવ નડગૌડા ન રહ્યા હાજર. યેદિયુરપ્પા રાજ્યપાલને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. જેડીએસ ધારાસભ્યોની બેઠક શરૂ. કેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડાએ કહ્યું, અમારા સૌથી વધારે ધારાસભ્ય છે. કોંગ્રેસ અને જેડીએસ કેવી રીતે સરકાર બનાવવાનું વિચારી શકે છે. પ્રકાશ જાવડેકરે કહ્યું, લોકો બીજેપીને ઈચ્છે છે અને અમે જ સરકાર બનાવીશું.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com