બીટકોઈન કિંગ સતીશ કુંભાણીની તલાશ તેજ કરતી ઈડી.

સુરત : બીટકોઈનનું એપી સેન્ટર સુરત રહ્યું છે અને માસ્ટર માઈન્ડ પણ સુરતનો સતીશ કુંભણી રહ્યો છે.બીટકોઈન નું પૂરું સંચાલન સતીશ કુંભાણી દ્વારા કરવામાં આવી રહ્યું હતું. હાલ ઈડી ને સતીશ કુંભાણીની તલાશ છે. ઈડી અને આવક વેરાના આધિકારીઓ માની રહ્યા છે કે ક્રિપકો કરન્સીમાં સુરતથી 10 હજાર કરોડનું નિવેશ થયુ છે અને બીટકોઈનનું એપી સેન્ટર પણ સુરતનોવરાછા વિસ્તાર છે જયા 30 જેટલા બીટકોઈનના માર્કેટ બહાર આવ્યા છે.

સુરતમાં બીટકોઈન કૌભાંડની શરૂવાત નોટબંધી પહેલા થી શરૂ થઈ છે અને દુબઈ સુધી પહોંચી ગઈ છે અને આ કૌભાંડનો માસ્ટર માઈન્ડ સતીશ કુંભાણીની તલાશ ઈડી કરી રહી છે. આવક વેરા અને ઇડી હાલ સતીશ કુંભાણીને પોતાના સિકંજા માં લેવાના પ્રયત્નમાં છે. આવકવેરા અને ઇડીએ સુરત બીટકોઈન મામલામાં રોકાણની તપાસ હાથ ધરી છે.

સતીશ કુંભાણી લંડનમાં ભણતર પૂર્ણ કરી 2016માં બીટ કનેક્ટ કંપનીની શરૂવાત કરી હતી.બીટ કોઈન લઈ નિવેશકોને રોજ વ્યાજ આપવામાં આવતું હતું જોકે બીટ કોઈન નો ભાવ ક્યારેય નીચે જતો નથી જેથી રોકાણકારોને વધુ વ્યાજ આપવામાં આવતું હતું. કુંભાણી એ 2017 બીટ કનેક્ટ નામનું કોઈન લોન્ચ કર્યું જેને લોકોએ ખરીદ્યા હતા. શેલેશ ભટ્ટે 2 કરોડનું રોકાણ કર્યું હતું જેમાં 60 લાખ લેવાના બાકી હતા.

સુરત સીઆઇડી સૂત્રો ની જાણકારી પ્રમાણે બાકી નીકળતા પોતાના પૈસા લેવા માટે કુંભાણીને શોધવા ના પ્રયાસ કર્યા હતા શૈલેષ ભટ્ટે પણ સતીશ કુંભાણી મળતો ન હતો. શૈલેષ ભટ્ટે પોતાના માણસો પણ લગાવ્યા હતા પણ કુંભાણી નો કોઈ અટપટો મળતો નહોતો. શૈલેષ ભટ્ટે પોતાના સાથી દિલીપના માધ્યમ થી સતીશ કુંભાણી ના માણસ પિયુષ સાવલિયા નું અપહરણ કરી 155 કરોડના બીટ કોઈન ટ્રાન્સફર કરવી લીધા હતા.

માનવામાં આવી રહ્યું છે કે આશરે 10 હજાર કરોડથી વધુનું રોકાણ માત્ર સુરત થી થયું છે. આ આખું નેટવર્ક સુરત થી શરૂ થઈ ને આખા ગુજરાતમાં ફેલાયું હતું. જેમાં પોલીસ ના ઉચ્ચ અધિકારી ઓ સહિત નેતાઓ દ્વારા પણ રોકાણ કરવામાં આવ્યુ હોવાનું જાણવા મળી રહ્યું છે. અને જેમાં અનેક લોકો એ મીડિયેટર તરીકે પોતાની ભૂમિકા ભજવી છે. જેઓની પણ તલાશ આવક વેરા વિભાગ કરી રહ્યું છે.

લોકોને બીટ કોઈનમાં રોકાણ કરાવનાર લોકોના સંપર્કમાં દુબઇ માં છુપાઈને બેઠેલો દિવ્યેશ દરજી પણ છે. જેને પણ બીટ કોઈનનો બાદશાહ માનવમાં આવે છે તે પણ ઈડી અને આવકવેરા વિભાગના રડાર પર છે.

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com