અમદાવાદના આનંદ નગર પોલીસ મથક હદમાં ખુલ્લેઆમ ચાલતા દારૂ – જુગારના અડ્ડા ! પોલીસની રહેમ નજર કે બીજું કંઈ ?

0
54

અમદાવાદમાં દારૂ જુગારના અડ્ડા ચાલતા હોવાછતાં પોલીસ આંખમીંચામણાં કરી રહી છે ત્યારે અમદાવાદમાં આનંદ નગર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં દારૂ,જુગાર સહિતની ગેરકાયદે પ્રવૃતિઓ ફાલી ફૂલી છે.

ડીજીપી દ્વારા દારૂ જુગાર અને અન્ય ગેરકાયદેસર પ્રવૃતિઓ ને ડામવા માટે ની સૂચના હોવાછતાં અમદાવાદ શહેરના આનંદનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બુટલેગરો જુગાર અને સ્પા જેવી પ્રવૃતિઓ ચર્ચાનો વિષય બની છે. પોલીસ સ્ટેશનના પી.આઈ.અને વહીવટદાર હવે શંકાના દાયરામાં આવી ગયા છે અને કોઈ જ કાર્યવાહી કરવામાં નહી આવતા હવે આ અંગે અનેક અટકળો ઉઠવા પામી છે.

અમદાવાદનાઆનંદનગર વિસ્તારમાં અનેક નેતાઓ પણ આ વિસ્તારમાં રહે છે અને તાજેતરમાં જ રાજ્ય સરકારે બોટાદના લઠ્ઠાકાંડ બાદ તમામ દારૂના અડ્ડા બંધ કરાવવાની સૂચના બાદ પણ અહી ચાલતા દેશી,વિદેશી દારૂના અડ્ડા ભારે વિવાદ વેરી રહ્યા છે.

સત્યડે આ અડ્ડા અંગે માહિતી સાથે પર્દાફાશ કરશે (ક્રમશઃ)