ચૂંટણી ટાણે અમદાવાદ યુથ કોંગ્રેસમાં ભંગાણ

0
67

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો ઠેર-ઠેર માહોલ જામી ચુક્યો છે પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે મતદાન પ્રક્રિયા યોજાવાની છે જેને લઇ તમામ રાજ્કીય પાર્ટીઓ પ્રચાર પ્રસારના છેલ્લા દિવસોમાં હોવાથી તેજ કર્યા છે તે વચ્ચે કોંગ્રેસમાં ફરી ભડકો થયો છે. થોડાક સમય આગાઉ કેટલાક યુથ કોંગ્રેસના અને NSUIના કાર્યકરોએ પ્રદેશ કાર્યલાય ખાતે કેટલાક નેતાઓના સમર્થનમાં ટિકિટ માગી હતી જોકે આ મગાણીઓ ન સંતોષતા કાર્યકરોમાં ભારે નારાજગી પણ ખૂલીને બહાર આવી હતી તે વચ્ચે પણ પ્રદેશ નેતૃત્વ પક્ષના કાર્યકરોની નારાજગી ખાળવા અને ડેમેજ કંટ્રોલ કરવા નિષ્ફળ નિવડ્યું છે

અમદાવાદમાં કોંગ્રેસની યુવાપંખામાં ભડકો થયો છે યુવા કોંગ્રેસના મહામંત્રી બ્રિજેશ પટેલ મહામંત્રી સહિત તમામ સભ્યપદોથી રાજીનામું આપી દીધો છે અને તેમની સાથો સાથ 10 જેટલા હોદ્દેદારોએ પણ રાજીનામું ધરી દીધું છે જેમાં બ્રિજેશ પટેલે જણાવ્યુ હતુ કે પાર્ટીમા સતત અવગણના અને નેતૃત્વ ખોટા નિર્ણયના પગલે ન છુટકે રાજીનામું આપવાની ફરજ પડી છે તેમણે યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી નિવાસને લેખિતમાં રાજીનામું સુપરત કર્યુ છે