આસારામ વિરુદ્ધ દુષ્કર્મ કેસ: પીડિતાએ કહી હતી દર્દભરી દાસ્તાન

આસારામ કેસમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી છે. આસારામને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. તમામ લોકોને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. આસારામ સહિત શિલ્પી -શરદ અને શિવા તમામ આરોપી દોષિત જાહેર કરાયાં. 376 ડી અને પોક્સો એક્ટ હેઠળ ચુકાદાને લઇને કાર્યવાહી કરવામાં આવી છે.

આ કોર્ટના ચુકાદા બાદ આસારામ ‘હરી કરે એ ખરી’ બોલ્યાં. આસારામ તરફથી કોર્ટમાં 14 વકીલો હાજર રહ્યાં. આસારામને દોષિત જાહેર કર્યા બાદ પીડિતાના પિતાએ કહ્યું કે અમને ન્યાય મળ્યો છે. પીડિતાના પિતાએ કહ્યું કે આસારામને કડક સજા થવી જોઇએ.

પીડિતાનો આરોપ છે કે 15 અને 16 ઓગસ્ટ 2013 દરમિયાન જોધપુરમાં રાત્રે એક ફાર્મ હાઉસમાં આસારામે ઇલાજના બહાના હેઠળ તેનું યૌન શોષણ કર્યું હતું. પીડિતાએ દિલ્હીના કમલાનગર પોલીસ સ્ટેશનમાં 19 ઓગસ્ટ 2013ના રોજ આસારામ વિરુધ્ધ એફઆઇઆર દાખલ કરાવી હતી.

યુપીના શાહજહાંપુરમાં રહેનાર પીડીતાએ આઇપીસીની ધારા 164 હેઠળ પોતાનું નિવેદન આપ્યું હતું. પીડિતાનું નિવેદન સાંભળી કોઇપણને ભારે દુઃખ થઇ શકે છે. પોલીસ ચાર્જશીટમાં આપવામાં આવેલું નિવેદન ભારે દર્દનાક છે. આ ચાર્જશીટના નિવેદન પર હજી સુધી આસારામ જેલમાં છે.

આ 6 ઓગસ્ટ 2013ની વાત છે. આસારામના ગુરૂકૂળમાં ભણતી પીડિતાની તબિયત ખરાબ થાય છે. તેના પેટમાં દુખાવો થવાની ફરિયાદ કરે છે. બાબાની એક સાધક શિલ્પી ભૂત-પ્રેતનો પડછાયો હોવાની વાત કરે છે. તે પીડિતાને કહે છે કે આ ભૂત-પ્રેત આસારામ બાપુ દુર કરી આપશે. 14 ઓગસ્ટ 2013ના રોજ પીડિતાને આશ્રમમાં આસારામ પાસે લઇ જવામાં આવી હતી.

પીડિતા કહે છે કે હું સીએ કરવા માગુ છું. ત્યારબાદ પીડિતા ત્યાંથી ચાલી જાય છે અને તે 15 અને 16 ઓગસ્ટ 2013 દરમિયાન રાતે આશ્રમમાં રોકાય છે. ત્યારબાદ આસારામે પીડિતા સાથે એ કર્યું જે કરવાનું ન હોય. આસારામ પર આરોપ છે કે દૂષ્કર્મ કર્ય બાદ આ વાત કોઇને ન કહેવા ધમકી પણ આપવામાં આવી હતી.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com