Author: mohammed shaikh

20230801 114553

વડોદરામાં સામૂહિક આત્મહત્યાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ ઘટના વડોદરાના કાછિયાપોળ બાબાજીપુરા રાવપુરા વિસ્તારમાં બની છે. જ્યાં સિક્યુરિટીમાં કામ કરતા મુકેશ ભાઈએ અને પરિવારે આર્થિક સંક્રમણના કારણે અને મકાન નું ભાડું નહિ ભરાતા આજે મકાન ખાલી કરવાનું કહેતા પરિવારે આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં માતા નયનાબેન અને પુત્ર મિતુલનું મોત નિપજ્યું છે. જ્યારે મુકેશભાઈ પંચાલ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મુકેશભાઈએ આર્થિકભીંસથી કંટાળી આવું પગલું ભર્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. સારવારમાં ખસેડતી સમયે ઈજાગ્રસ્ત મુકેશભાઈએ જણાવ્યું હતું કે, ખાવા-રહેવા માટે પૈસા તો જોઈને, મેં મારી જાતે બ્લેડના ઘા માર્યા છે.…

Read More
Screenshot 20230801 104859 Google

દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદમાં રોડ ધોવાઈ જતા હવે વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે વલસાડ જિલ્લામાંથી પસાર થતાં મુંબઇ-અમદાવાદ નેશનલ હાઇવે નં. 48 પર ખાડાની ભરમાર છે. પારડી ચાર રસ્તા ઓવરબ્રિજની નીચે તો માત્ર 30 મીટરના રોડમાં 150થી વધુ નાના મોટા ખાડા પડતા મુશ્કેલીઓ ઉભી થઇ છે જ્યારે વાપી ટાઉનમાં ઠેરઠેર ખાડાઓ પડતાં આ મુદ્દે વાપી પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષ અને ભાજપના સભ્યોએ પ્રમુખ – COને ભીંસમાં લીધા‎ હતા અને રોડ બનાવતી એજન્સીના પેમેન્ટ રોકી અને બ્લેક લિસ્ટ કરવાની માગ ઉઠી હતી. ભારે વરસાદમાં રોડ ધોવાઈ ચુક્યા છે. દાંડી હેરિટેજ હાઇવે, બારડોલી, વાંકાનેર તથા વાપી-શામળાજી સહિતના હાઇવેની હાલત પણ ખરાબ…

Read More
Screenshot 20230801 102805 Chrome

વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ લોમાં LLBના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પ્રિતમ ચૌહાણે ભેદી સંજોગોમાં આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી ગઇ છે. મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી વિદ્યાર્થી પ્રિતમ ચૌહાણ વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલ ગોલ્ફ વ્યુ એવન્યુમાં રહેતો હતો અને એમ.એસ.યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ લોમાં અભ્યાસ કરતો હતો. આજે રાત્રે યુવાને ગોલ્ફ વ્યુ એવન્યુ સ્થિત મકાનમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી દીધો હતો. આ ઘટનાની જાણ થતાં ફતેગંજ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. ઘટનાની જાણ થતાં પ્રિતમના મિત્રો પણ ગોલ્ફ વ્યુ એવન્યુમાં દોડી આવ્યા હતા. પોલીસે આપઘાતનું કારણ જાણવા માટે તેના મિત્રોની પૂછપરછ પણ કરી હતી કારણકે ઘટના સ્થળેથી કોઈ સુસાઈડ…

Read More
20230801 095050

ગુજરાતમાં પ્રેમ લગ્નમાં માતા-પિતાની મંજૂરી ફરજિયાત બનાવવા માટે નિયમ લાવવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નિવેદન આપતા તેઓને તમામ જગ્યાએથી પ્રતિસાદ મળી રહ્યો છે અને તમામ લોકો સહમત જણાયા છે ત્યારે ધારાસભ્ય ઇમરાન ખેડવાલા પણ મુખ્યમંત્રીની આ વાત સાથે સંમત થયા હતા તેઓએ પોતાનું સમર્થન જાહેર કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે મહેસાણાના નુગર ગામ ખાતે સરદાર પટેલ સેવા દળ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કાયદાની મર્યાદામાં રહીને પ્રેમ લગ્ન બાબતે અભ્યાસ કરી માતાપિતાની મજૂરી ફરજિયાત બનાવવા નિયમ લાવવા નિવેદન આપ્યા બાદ કોંગ્રેસના મુસ્લિમ ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ પણ મુખ્યમંત્રીને સમર્થન આપતા જાહેરાત કરી કે જો ભાજપ વિધાનસભામાં આ અંગેનો…

Read More
Screenshot 20230801 092645 Chrome

ગુજરાતમાં એસટી વિભાગને અદ્યતન બનાવવામાં આવ્યો છે અને નવા આધુનિક બસ સ્ટેશન તેમજ નવી નક્કોર બસ મુકવામાં આવી છે ત્યારે હવે મુસાફરી કરવા માટે વધુ પૈસા ચૂકવવા પડશે. લોકલ, એક્સપ્રેસ અને નોન એસી સ્લીપર બસના ભાડામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં લોકલમાં 16 પૈસા, એક્સપ્રેસમાં 17 પૈસા અને નોન એસી સ્લીપરમાં 15 પૈસા પ્રતિ કિલોમીટર ભાવ વધારો કરાયો છે. એસટી બસના ભાડામાં વધારો કરાતા લાખો મુસાફરોએ રૂપિયા 1થી 6 રૂપિયા સુધીનો વધારો ચૂકવવો પડશે. નવો ભાવ વધારાનો અમલ આજ મધરાતથી લાગુ થશે. સરકારે પરિપત્ર જાહેર કરીને કહ્યું છે કે, વર્ષ 2014 બાદ વિવિધ કારણોસર નિગમનું આર્થિક ભારણ ખુબ…

Read More
Screenshot 20230801 090332 Chrome

–(આકાશ) શહેરની અત્યાધુનિક સાધનોથી સુસજ્જ અને કાબેલ ડોક્ટરો ધરાવતી સંજીવની હોસ્પિટલની લાલ બત્તીવાળી એમ્બ્યુલન્સ આરાધના સોસાયટીમાં બંગલા નંબર 25 આગળ ઊભી થતાં જ સોસાયટીના રહીશો જોવા ઘરની બહાર દોડી આવ્યા. બંગલા નંબર 25માં નીરવરાય રહેતા હતા અને એમ્બ્યુલન્સને જોઈ અડોસપડોસના રહીશો વિચારમાં પડી ગયા કે તેમના ઘરે કોણ બીમાર છે તે એમ્બ્યુલન્સ આવી ? એમ્બ્યુલન્સમાંથી બે નર્સ,એક ડોક્ટર અને બે કર્મચારી ઉતર્યા. બંને કર્મચારીઓ સ્ટ્રેચર લઈને બંગલામાં ઘૂસ્યા. થોડીક વારમાં એક સજ્જનને સ્ટ્રેચર પર એમ્બ્યુલન્સમાં સુવડાવ્યા. એમ્બ્યુલન્સ તરત રવાના થઈ. આજુ બાજુવાળા વિચારતા થયા કે આ કોણ હશે ? આ સજ્જનને નિરવરાયના ઘરમાંપહેલા ક્યારેય જોયા નથી. તે ક્યારે આવ્યા અને…

Read More
Screenshot 20230731 191928 Chrome

લાલુની મુશ્કેલીઓ શરૂ થઈ છે અને જમીનના બદલામાં નોકરીના મામલામાં EDએ મોટી કાર્યવાહી કરી બિહાર અને ગાઝિયાબાદમાં લાલુ પ્રસાદ યાદવના પરિવારની સંપત્તિ જપ્ત કરી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ કાર્યવાહી IRCTC, લેન્ડ ફોર જોબ કેસમાં કરી છે. લાલુ પરિવારની લગભગ 6 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આ ત્રીજી વખત છે જ્યારે ED દ્વારા લાલુની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આ વખતે ગાઝિયાબાદ અને બિહારમાં તેની તમામ પ્રોપર્ટી સામેલ છે. જણાવી દઈએ કે બિહારના પટના સ્થિત બિહટા, મહુઆબાગ, દાનાપુરમાં આવેલી પ્રોપર્ટી ED દ્વારા જપ્ત કરવામાં આવી છે. આ સિવાય યુપીમાં લાલુ યાદવની પુત્રી હેમા યાદવની સંપત્તિ પણ અટેચ કરવામાં આવી છે.…

Read More
Screenshot 20230731 183904 Chrome

વલસાડ – સુરત: તા. ૩૧ જુલાઈ વલસાડ જિલ્લામાં વાપી ખાતે આવેલી આનંદશ્રી મલ્ટીપર્પઝ કો.-ઓ.સોસાયટી લિ.દ્વારા કેટલાય લોકો સાથે છેતરપીંડી આચરવામાં આવી હોવાની વાત સામે આવતા પોલીસે તપાસ શરૂ કરી છે અને જો તમે પણ છેતરપિંડીનો ભોગ બન્યા હોયતો પોલીસનો સંપર્ક કરવા જણાવાયુ છે. ‘આનંદશ્રી મલ્ટીપર્પઝ કો.-ઓ.સોસાયટી લિ.’(રજિસ્ટર્ડ ઓફિસ સરનામું: ગલી નં.૧૬ અને ૧૭, બીજા માળે, ચંદ્રલોક કોમ્પ્લેક્ષ, સિને પાર્કની બાજુમાં, ચણોદ, વાપી તથા ફ્લેટ નં.૩૦૨, ત્રીજા માળે, આરંભ ચેમ્બર, ચીકુવાડી, ચલા, તા.વાપી, જિ.વલસાડ)ના હોદ્દેદારો/કર્મચારીઓએ મંડળીના સભાસદો/થાપણદારો/આમ જનતા પાસેથી જુદી-જુદી લોભામણી સ્કીમોના નામે મોટી રકમ ઉઘરાવી નાણાકીય છેતરપિંડી આચરી છે. આ સોસાયટી સ્કીમોના નાણાંકીય/વહિવટી હિસાબ રજૂ કરવામાં તથા રોકાણકારોના નાણાં પરત…

Read More
Screenshot 20230731 141520 Chrome

હજુ હમણાંજ સિનેમાઘરોમાં તા.28 જુલાઈએ રિલીઝ થયેલી કરણ જોહર દ્વારા દિગ્દર્શિત રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં ધર્મેન્દ્ર અને શબાના આઝમીના કિસ ને લઈ કેટલાક લોકો ટીકા કરી રહયા છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર હાલ સારું કલેક્શન કરી રહી છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, રણવીર સિંહ, ધર્મેન્દ્ર, શબાના આઝમી અને જયા બચ્ચન મહત્વના રોલમાં જોવા મળ્યા છે. ફિલ્મમાં ધર્મેન્દ્ર અને શબાના આઝમીની લિપ-લૉક સિક્વન્સ છે. જેની ઘણા લોકો ટીકા કરી રહ્યા છે. હવે આ સીન પર ધર્મેન્દ્રએ પોતાની પ્રતિક્રિયા આપી છે. હું માનું છું કે રોમાન્સની કોઈ ઉંમર હોતી નથી. ઉંમર માત્ર એક સંખ્યા છે અને ઉંમરને ધ્યાનમાં લીધા વિના…

Read More
Screenshot 20230731 123514 Chrome

વડોદરા નજીક આવેલા સરાર ગામે યુવાનને મગર ખેંચી ખેંચી જતા ભારે ચકચાર ફેલાઈ છે. દિલીપ પરમાર નામનો 28 વર્ષીય યુવાન સરાર ગામની રંગાઈની ખાડી નજીકથી યુવાનને પાણીના વહેણમાં ખેચીને લઈ ગયો. ગામ લોકોને ખબર પડતાં જ વડોદરા ફાયર વિભાગને જાણ કરાઈ હતી. વડોદરા ફાયર વિભાગની ટીમોએ યુવાનની શોધખોળ હાથ ધરી હતી પણ હજુ પત્તો લાગ્યો નથી. વડોદરા નજીક આવેલા સરાર ગામમાં રહેતો દિલીપ જગદીશભાઈ પરમાર બપોરે ખેતી કામ માટે ખેતરમાં ગયો હતો. ત્યાંથી ઘરે પરત કરતી વખતે ગામ નજીક આવેલા નાળામાં નાહવા માટે પડ્યો હતો. આ દરમિયાન તેને મગર ખેંચી ગયો હતો, જેથી આસપાસના લોકો દોડી ગયા હતા અને તુરંત…

Read More