Author: mohammed shaikh

Screenshot 20230731 113528 Chrome

જો તમે આવક વેરા રિટર્ન ફાઇલ ન કર્યું હોયતો આજે કરી નાખજો અન્યથા દંડ થશે. આકારણી વર્ષ 2023-24 માટે આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની આજે છેલ્લી તારીખ 31 જુલાઈ 2023 છે. 31 જુલાઈ પછી આવકવેરા રિટર્ન ફાઈલ કરનારા કરદાતાઓએ લેટ ફી ચૂકવવી પડશે. જો કોઈ વ્યક્તિ એક વર્ષમાં 5 લાખ રૂપિયાથી વધુ કમાણી કરે છે, તો તેને 5,000 રૂપિયાનો દંડ થશે. જો કરદાતાની વાર્ષિક આવક 5 લાખ રૂપિયાથી ઓછી હોય તો તેણે લેટ ફી તરીકે 1000 રૂપિયા ચૂકવવા પડશે. ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની અંતિમ તારીખ છે. જો તમે ઈન્કમ ટેક્સના દાયરામાં આવો છો, તો ITR ફાઈલ કરવા માટે આજે છેલ્લો…

Read More
Screenshot 20230731 101659 Chrome

આજકાલ દીકરીઓ ભાગીને લગ્ન કરે છે અને પછી પસ્તાય છે ત્યારે માં બાપ કે વડીલોને પૂછ્યા વગર લીધેલા નિર્ણય આવું પગલું ભરનારને પાછળથી અહેસાસ થતો હોય છે ત્યારે આવા બનાવો રોકવા માટે હવે કાયદાની મર્યાદામાં રહી કોઈ નકકર નિયમો બનાવવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નિર્દેશ આપ્યો હતો. માતા-પિતાની મંજૂરી વગર પ્રેમલગ્ન મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણામાં મોટું નિવેદન આપતા કહ્યું કે બંધારણ ન નડે તે રીતે અભ્યાસ કરીશું અને નિયમો લાવીશું. ઉતાવળે પ્રેમલગ્ન કરવા બાબતે માતા પિતા સહમત થાય તેવી રીતે વ્યવસ્થા કરવાનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. મહેસાણામાં યુવા પેઢીને ભાગી જઈ લગ્ન કરતા અટકાવવા માટે મહેસાણામાં સામાજિક આગેવાનો…

Read More
IMG 20230731 WA0015

આજે સવારે જયપુર-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનમાં થયેલા ફાયરિંગ પ્રકરણમાં વધુ વિગતો સામે આવી રહી છે જેમાં બે પોલીસમેન વચ્ચે ઝઘડો થતા ફાયરિંગ થયું હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં RPFના ASI ટીકારામ સહિત 3 મુસાફરો સામેલ છે. આરપીએફના કોન્સ્ટેબલ ચેતન જાટે તમામને ગોળી મારી દીધી છે. ટ્રેનના કોચ નંબર B-5માં ફાયરિંગ થવાની ઘટનામાં પ્રવાસી મુસાફર સાથે વાત કરતાં તેણે જણાવ્યું કે પોલીસકર્મીઓ વચ્ચે થોડી બોલાચાલી થઈ હતી અને તે વખતે ફાયરિંગ થયું હતું. એસ્કોર્ટિંગ ડ્યુટી પર તૈનાત કોન્સ્ટેબલ અમન આચાર્યએ સત્યડે સાથેની વાતચીતમાં જણાવ્યું કે ઝઘડો થયા બાદ કોન્સ્ટેબલ ચેતન કુમાર જાટે એએસઆઈ ટીકારામને ગોળી મારી દીધી હતી. ભાયંદર અને બોરીવલી વચ્ચે…

Read More
Screenshot 20230731 085238 Chrome

ગુજરાતથી મુંબઈ જઈ રહેલી ટ્રેનમાં આરપીએફ ચેતન નામના કોન્સ્ટેબલે અચાનક ફાયરિંગ મરતા 4 લોકોના મોત થયા છે. મુંબઈના વાપી વિસ્તારથી બોરીવલી વચ્ચે આ ઘટના બની હોવાનું કહેવાય છે. ફાયરિંગ કરનાર કોન્સ્ટેબલને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. ટ્રેનના B5 ડબ્બામાં ફાયરિંગ થયું છે. અટકાયત કરાયેલ પોલીસકર્મી આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટરના રેન્ક પર પોસ્ટેડ હોવાનું કહેવાય છે જયપુર – મુંબઈ એક્સપ્રેસ ટ્રેનમાં વહેલી સવારે ફાયરિંગની ઘટના બની છે. જેમાં એક RPF સહિત 3 પેસેન્જરના મોત થયા હોવાના અહેવાલ છે. જયપુર-મુંબઈ સુપર ફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં વહેલી સવારે બનેલી આ ઘટનાને પગલે ભારે ચકચાર મચી છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

Read More
Screenshot 20230731 083541 Chrome

છેલ્લા કેટલાક સમયથી બેફામ કાર ચલાવી લોકોને અડફેટમાં લેવાની મોટાભાગે રાતના સમયે ઘટનાઓ વધી છે ત્યારે સુરતમાં કાપોદ્રા વિસ્તારમાં આવેલી સ્નેહ મુદ્રા સોસાયટી નજીક રાત્રે એક સ્વિફ્ટ કાર ચાલકે બેફામ ઝડપે કાર ચલાવી બીઆરટીએસ રૂટમાં ત્રણ બાઈક ચાલક અને બે રાહદારી સહિત 6 જેટલા લોકોને અડફેટે લઈ ઉડાવતા ભારે અફરા તફરી મચી હતી અને લોકો ભેગા થઈ ગયા હતા જેઓએ કાર ચાલકને કારમાંથી બહાર કાઢી મેથીપાક આપ્યો હતો. પૂરપાટ ઝડપી આવી રહેલા સ્વિફ્ટ કારના ચાલકે બાઇક ચાલકોને અડફેટે લીધા બાદ 20 ફૂટ જેટલા ઢસડ્યા હતા. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં કારની એરબેગ ખુલી ગઈ હતી અને 25…

Read More
Screenshot 20230731 075823 Chrome

–(આકાશ) ધનરાજ શેઠ નગરના જાણીતા વેપારી હતા અને કારોબાર જોરદાર ચાલતો હતો તેઓના ધર્મપત્ની મણિબહેન પણ ધર્મપારાયણ અને ધાર્મિક વૃત્તિના હતા. તેઓને સંતાનમાં એક માત્ર પુત્ર હતો તેનો ખુબજ લાડકોડથી ઉછેર થયો અને પાંચ વર્ષની ઉંમરેજ તેને એક મોટી અંગેજી શાળામાં હોસ્ટેલમાં મૂકી દીધો. પુત્ર મનીષ પોતાના માતાપિતાને છોડી જવા માંગતો ન હતો પણ પુત્ર ભવિષ્યમાં કોઈ મોટી હસ્તી બને અને યુરોપ સુધી વેપાર કરી નામ કમાય તેવી ઈચ્છા સાથે માતાપિતાએ પુત્રની ઈચ્છા વિરુદ્ધ તેને બોર્ડિંગમાં દાખલ કરી દીધો. પુત્ર મનિષને અહીં સહેજપણ ગમતું ન હતું પણ હવે કોઈ રસ્તો ન હતો અને મન વગર તે ભણવા લાગ્યો અને…

Read More
Screenshot 20230730 123550 Chrome

ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી ગિરીશ સિંગલે નિવૃત્તિના બે વર્ષ અગાઉ જ રાજીનામું આપ્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગિરિશ સિંઘલ ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં અગાઉ જેલવાસ પણ ભોગવીચૂક્યા છે. ત્યારબાદ તેમને ફરી વખત પોસ્ટિંગ મળ્યું અને છેલ્લા 7 વર્ષથી તેઓ પોલીસ એકેડેમીના કમાન્ડો સેન્ટરમાં ફરજ બજાવી રહ્યા છે. મહત્વનું છે કે ડીવાયએસપી તરીકે ભરતી થયેલા ગિરીશ સિંઘલનું 2006માં આઈપીએસ તરીકે તેમનું નોમિનેશન થયું હતું. 7 વર્ષથી તેઓ પોલીસ એકેડેમીમાં કમાન્ડો સેન્ટરમાં ફરજ બજાવી રહ્યા છે અને નિવૃત્તિના બે વર્ષ પહેલાં જ સિંઘલે 3 મહિના પહેલા સ્વૈચ્છિક રાજીનામું આપ્યુ છે,જે 3 મહિનાની મુદત 3 ઓગસ્ટે પૂરી થઈ રહી છે. જોકે આ…

Read More
Screenshot 20230730 121415 Dailyhunt

ફેસબુક પ્રેમીને પામવા માટે સરહદ પાર ભારતથી પાકિસ્તાન પહોંચી ગયેલી અંજુ હવે પાકિસ્તાનમાં જઈ મુસ્લિમ ધર્મ અપનાવી ફાતિમા બની જતા તેને અનેક લોકો ભેટ સોગાદો આપી રહયા છે અને અહીં ભારે ફેમસ થઈ ગઈ છે. ભારતીય યુવતી અંજુ અને તેના પાકિસ્તાની ફેસબુક બોયફ્રેન્ડ નસરુલ્લાની પ્રેમ કહાની પાકિસ્તાનમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. પાકિસ્તાની પોલીસ અને સ્થાનિક લોકોએ કહ્યું કે અંજુએ સ્થાનિક કોર્ટમાં ઔપચારિક એફિડેવિટ આપીને નસરુલ્લા સાથે લગ્ન કરી લીધા છે. પોલીસે જણાવ્યું હતું કે અંજુને સુરક્ષા પણ આપવામાં આવી છે. અંજુ ઉર્ફે ફાતિમા અને નસરુલ્લાના નિકાહ પછી હવે કપલને ભેટ સોગાદોનો વરસાદ થઇ રહ્યો છે. પાકિસ્તાનના એક મોટા ઉદ્યોગપતિએ…

Read More
Screenshot 20230730 114328 Chrome

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં વરસાદ અને પૂરના કારણે થયેલી તબાહી વિશે વાત કરી NDRF, SDRFની કામગીરીને બિરદાવી હતી. પીએમ મોદીએ કહ્યું કે દેશમાં પૂરના કારણે લોકોને પરેશાની વેઠવી પડી, પહાડી વિસ્તારોમાં પણ ભૂસ્ખલન થયું હતું. આ આફતો દરમિયાન NDRF, SDRF અને સામાન્ય જનતાએ સાથે મળીને સામૂહિક તાકાત બતાવી છે. પીએમ મોદીએ કહ્યું કે જન કલ્યાણની આ લાગણી ભારતની ઓળખ અને ભારતની તાકાત છે. મિત્રો, વરસાદનો આ સમય વૃક્ષારોપણ અને જળ સંરક્ષણ માટે પણ એટલો જ મહત્વનો છે. અત્યારે 50 હજારથી વધુ અમૃત તળાવો બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આપણા દેશવાસીઓ સંપૂર્ણ જાગૃતિ અને જવાબદારી સાથે જળ સંરક્ષણ…

Read More
Screenshot 20230730 112522 Chrome

વાપીમાં છેલ્લા બે વર્ષમાં રોડ પાછળ 10 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હોવાછતાં ચોમાસુ આવે એટલે રોડ તૂટી જાય છે,નવાઈની વાત એ છે કે આવા રોડમાં ડામર ,આરસીસી અને પેવર બ્લોકના નવા રસ્તાઓનો પણ સમાવેશ થાય છે. 10 કરોડ ખર્ચી નાખવા છતાં લોકો રોજ ખરાબ રસ્તાઓમાંથી ચાલવા મજબુર બન્યા છે અને વાહનોમાં ખર્ચા વધ્યા છે તેમજ લોકોની કમ્મરના મણકા ઢીલા થઇ રહયા છે. વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડતાં વાપી ટાઉન ગોલ્ડ કોઇન સર્કલથી ઝંડા ચોક, હાલના હંગામી ફાટક, પૂર્વમાં જૂનાં ફાટકથી લઇ સર્કિટ હાઉસ સુધી, વાપી ટાઉન મુખ્ય બજાર રોડ, નાના રેલ્વે ગરનાળાથી ગીતાનગર અને સર્કિટ હાઉસ સુધી, પૂર્વમાં મોટાં…

Read More