Author: mohammed shaikh

Screenshot 20230729 194503 Chrome

જામનગરના સપડા ગામ પાસે આવેલા સપડા ડેમમાં નહાવા પડેલા એક જ પરિવારના ત્રણ સહિત પાંચ લોકો ડૂબી જતા કરૂણ મોત થયા હોવાના અહેવાલ છે. મૃતકોમાં બે મહિલા, બે પુરુષો અને એક યુવકનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ, 108 અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પાંચેય મૃતદેહ બહાર કાઢયા હતા. જામનગર શહેરમાં આવેલા દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ગજાનંદ પ્રોવિઝન સ્ટોર ચલાવતા મહેશભાઈ કારાભાઈ મંગે (કચ્છી, ભાનુશાળી) પોતાના પત્ની, પુત્ર અને બે પાડોશીઓ સાથે સપડા ડેમ ખાતે ફરવા ગયા હતા. ત્યારે આ પાંચેય લોકો ડેમમાં નહાવા પડ્યા હતા. જેમાં ડૂબી જતાં પાંચના મોત થયા છે. મૃતકોમાં મહેશભાઈ કારાભાઈ…

Read More
Screenshot 20230729 174051 Chrome

અમદાવાદમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ દ્વારા જિલ્લા પ્રમુખોની આવતીકાલે બેઠક બોલાવી હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતમાં શક્તિસિંહ અધ્યક્ષ બન્યા બાદ પ્રથમવાર જિલ્લા પ્રમુખોની બેઠક મળનાર છે આ બેઠકમાં જે તે જિલ્લામાં સંગઠનની સ્થિતિ અને વધારે મજબૂતી સાથે કેવીરીતે કામ થઈ શકે એ અંગે ચર્ચા ઉપરાંત સંગઠન સાથે સાથે આગામી સમયના કાર્યક્રમો અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે. બેઠકમાં તમામ જિલ્લા પ્રમુખો સાથે શક્તિસિંહ વન ટુ વન બેઠક પણ કરશે નવા સંગઠનની રચના પૂર્વે સ્થિતિનો તાગ મેળવવા માટે આ બેઠક મહત્વની મનાઈ રહી છે. આવતીકાલે બપોરે કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયે મળનારી બેઠકમાં જિલ્લા પ્રમુખ સહિત અગ્રણીઓ હાજર રહેશે. મહત્વનુ છે કે કૉંગ્રેસના કેન્દ્રીય…

Read More
Screenshot 20230729 172252 Chrome

આજકાલ કાર અને બાઇક ઉપર જાહેરમાં સ્ટંટ કરવાનો ક્રેઝ વધતા પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. સુરતના ડુમસ-પીપલોદ રોડ પર યુવક લક્ઝ્યુરિયસ કારના રૂફમાંથી પગ બહાર કાઢી કારની ઉપર બેસી જોખમી સવારી કરતો વીડિયો વાઇરલ થયા બાદ ઉમરા પોલીસે કાર્યવાહી હાથ ધરી બે ભાઇઓને ઝડપી લઈ કાર્યવાહી કરી હતી. પોલીસે મસિર્ડિઝ કારના નંબરના આધારે કાર ચાવનાર અને કાર ઉપર બેસી સ્ટંટ કરનારની બંને સગા ભાઈની ધરપકડ કરી હતી. પોલીસે કારના નંબર આધારે તેના માલિક અઝહર શેખ (ઉં.વ.29) અને તેનો ભાઈ એઝાઝ શેખ(ઉં.વ.30)ની ધરપકડ કરી કાર કબજે કરી હતી. પોલીસે બંને ભાઈની ધરપકડ કર્યા બાદ જે જગ્યાએથી તેમણે સ્ટંટ કર્યા હતા,…

Read More
Screenshot 20230729 165532 Chrome

રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજમાં MBBSના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા 200 જેટલા વિદ્યાર્થીઓને ગેરશિસ્ત અને ચાલુ લેક્ચરમાં મહિલા પ્રોફેસર વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેઓને કોમ્પ્યુનિટી મેડિસિન વિષયના લેક્ચરમાં 15 દિવસ સુધી નહીં બેસવા દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. PSM વિભાગના લેક્ચરમાં વિદ્યાર્થીઓએ શિસ્તભંગ કરી હોવાને કારણે વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરતાં મેડિકલ કોલેજના ડીને તમામ વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવાનો પરિપત્ર જાહેર કર્યો છે. આ ઉપરાંત આગળ પણ જો આ પ્રકારનું વર્તન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવશે તો તેમની સામે કડક પગલાં લેવામાં આવશે, એવી મેડિકલ કોલેજના ડીન દ્વારા ચેતવણી આપવામાં આવી છે. રાજકોટ ખાતે આવેલી પંડિત દીનદયાળ ઉપાધ્યાય મેડિકલ…

Read More
Screenshot 20230729 164943 Chrome

આજે મોહરમ પર્વની રાજ્યમાં ઠેરઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રસુલપરા વિસ્તારમાં મોહરમના તાજિયા ઉપાડતી વખતે PGVCLની વીજલાઈનમાં તાજિયા અડી જતાં 26 જેટલા લોકોને આ કરંટ લાગતાં ભારે ભાગદોડ મચી ગઈ હતી. આ ઘટનામાં બે ના કરૂણ મોત થયા છે. મૃતકોમાં સાજીદ જુમા શંધી અને જુનેદ હનીફ માંજોઠીનો સમાવેશ થાય છે બે વ્યક્તિના મોત નીપજતા શોકનો માહોલ છવાયો છે. કરંટ લાગતા દાઝી ગયેલા લોકોને 108 એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે ધોરાજીની સરકારી હોસ્પિટલ અને કેટલાક દર્દીઓને પ્રાઈવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. નોંધનીય છે કે, આજે સવારે ઝારખંડમાં પણ આવો એક ગમખ્વાર અકસ્માત બન્યો છે. ઝારખંડમાં બોકારોમાં…

Read More
Screenshot 20230729 130335 Chrome

વડોદરા જિલ્લામાં દેવ,ઓરસંગ અને ઢાઢર નદીમાં પૂર આવવાની શક્યતાને પગલે નિચાણવાળા ગામોમાં એલર્ટ અપાયું છે અને લોકોને નદીથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે ત્યારે આગામી 24 કલાકમાં છોટાઉદેપુર જિલ્લામાં ભારેથી અતિભારે, વડોદરા તથા પંચમહાલ જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા હોય ઓરસંગ અને ઢાઢર નદીમાં વધુ પૂર આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તંત્ર દ્વારા નદી કિનારાના ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. વડોદરા જિલ્લામાંથી પસાર થતી દેવ, ઢાઢર અને ઓરસંગ નદીમાં પૂરની સ્થિતી સર્જાઇ છે. જેમાં પંચમહાલમાં આવેલા દેવ ડેમમાંથી ગમે ત્યારે પાણી છોડવામાં આવે તેવી શક્યતાઓ છે. પરિણામે…

Read More
20230729 105039

પાકિસ્તાનની ખુબસુરત જાસૂસ યુવતીની મોહજાળમાં ફસાયેલા ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ના એક વૈજ્ઞાનિક તેને દેશના ખતરનાક બ્રહ્મોસ મિસાઈલ પ્રોજેક્ટનો ગુપ્ત રિપોર્ટ આપવા તૈયાર થઈ ગયો હતો. મહારાષ્ટ્ર ATSની તપાસમાં આ મામલો સામે આવ્યો છે. વૈજ્ઞાનિક પ્રદીપ કુરુલકરે આ પાકિસ્તાનની યુવતી સાથે વોટ્સએપ ચેટ કરી હતી. જેમા તેણે કહ્યું હતું કે, તે બ્રહ્મોસ મિસાઈલની ખૂબ જ ગુપ્ત માહિતી તેને જણાવશે. આ પાકિસ્તાની મહિલા જાસૂસની ઓળખ ઝરા દાસગુપ્તા તરીકે થઈ છે. મહિલા જાસૂસે કુરુલકરનો વોટ્સએપ પર સંપર્ક કર્યો હતો. તેણે જણાવ્યું કે, તે યુકેમાં સોફ્ટવેર એન્જિનિયર છે. મહિલાએ તેને અનેક અશ્લીલ મેસેજ મોકલીને, વોઈસ અને વીડિયો કોલ કરીને પોતાની મોહજાળમાં ફસાવ્યો…

Read More
Screenshot 20230729 101641 Chrome

આપણા દેશમાં નેતાઓને અપાતી સવલતો તેમજ ઊંચો પગાર વગેરેમાં ખૂબજ મોટો ખર્ચ પહેલેથી જ થઈ રહ્યો છે અને એમાંય જો વારંવાર સંસદમાં કાર્યવાહી ઠપ્પ રહે તો પણ કરોડોનો ખર્ચ થતો હોવાની વાત સપાટી ઉપર આવી છે. સોમવારથી શુક્રવાર સુધી સંસદની કાર્યવાહી મણિપુર મુદ્દે વારંવાર હંગામાથી ઠપ થઈ ગઈ હતી અને સરકાર અને વિપક્ષ વચ્ચે મડાગાંઠ ચાલુ રહી. બંને ગૃહોમાં ભારે હોબાળો અને નારાબાજી થઈ હતી. આ પહેલા મંગળવારે ગૃહ પ્રધાન અમિત શાહે વિપક્ષી નેતાઓ મલ્લિકાર્જુન ખડગે અને અધીર રંજન ચૌધરીને પત્ર લખીને આ મુદ્દે સંસદમાં ચર્ચા કરવા અને કેન્દ્રને સહકાર આપવા વિનંતિ કરી. આ સ્થિતિમાં પણ વારંવાર સંસદ ઠપ્પ થવાને કારણે કરોડો…

Read More
Screenshot 20230729 095212 Chrome

વડોદરામાં મહોરમ પર્વ નિમિત્તે આજે શાંતિપૂર્ણ માહોલમાં તાજિયા વિસર્જન થાય તે માટે 2400થી વધુ પોલીસ જવાનો તૈનાત કરાયા છે. શહેર પોલીસ કમિશનર દ્વારા એસઆરપીની વધારાની ચાર કંપની અને રેપીડેકશન ફોર્સની એક ટુકડી મંગાવી ખાસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આજે શનિવારે મહોરમ હોવાથી પોલીસે સંવેદનશીલ વિસ્તોરમાં પોલીસ કર્મચારીનો ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. તહેવાર દરમિયાન શહેરની શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસે ફતેપુરા, પાણીગેટ કારેલીબાગ સહિતના વિસ્તારોથી સરસીયા, બોરીયા તળાવ સહિત જ્યાં સુધી તાજીયાનું વિસર્જન થાય તે તમામ રૂટ પર પોલીસ પોઈન્ટ, ધાબા પોઈન્ટ ઉભા કરી બંદોબસ્ત ગોઠવાયો છે. ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજી દ્વારા ડ્રોનનો ઉપયોગ કરીને અતિસંવેદનશીલ વિસ્તારોનું…

Read More
Screenshot 20230729 083712 Chrome

વલસાડ જિલ્લા અને સંઘપ્રદેશમાં અતિ ભારે વરસાદ અને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદીઓમાં ઘોડાપુર આવતા સર્વત્ર વિસ્તારમાં પાણી પાણી થઈ ગયું છે, કપરાડા, પારડીના અનેક કોઝવે પાણીમાં ડૂબ્યા હતા મધુબન ડેમમાંથી મોડી રાતે દર કલાકે 1 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવતા પાણીનો પ્રવાહ વધ્યો છે અને પાણી છેક લોકોના ઘરોમાં આવી ગયા હતાં. દરમિયાન સ્ટેન્ડ બાય રહેલી NDRFની ટીમે બોટ મારફતે દાનહમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કર્યા હતાં. જ્યારે દાનહનાં કરચોંડ ગામે ખેતરમાં કામ કરી રહેલ ખેડુત પતિ પત્ની ચતુર બારકુ ઘાંટાળ ઉ.વ.55 અને એમની પત્ની પોવની ચતુર ઘાંટાળ ઉ.વ 52 રહેવાસી પટેલપાડા પાણીનો પ્રવાહ વધવાને કારણે નદીમાં તણાઈ ગયા…

Read More