Author: mohammed shaikh

Screenshot 20230728 223913 Google

લેખન (આકાશ) ચોમાસાની ઋતુ જામી હતી, ચારેતરફ ખૂબજ આહલાદક વાતાવરણ હતું આકાશમાં ગરજતા વાદળો અને ભીની ભીની હવા મનને પ્રફુલ્લિત કરી જતી હતી હમણા જ વરસાદ પડ્યો હતો, મારા બેડરૂમમાંથી દુરદુર સુધીનો મસ્ત નજારો જોઈ શકાતો હતો,મને ડ્રોઈંગનો ખુબજ શોખ હતો અને રંગોને કેનવાસ ઉપર ઉતારી એક જીવંત તસ્વીર તૈયાર કરવાની મારી કળા એક ગોડ ગિફ્ટ હતી. ફાઇન આર્ટ્સના અભ્યાસના અંતિમ વર્ષે ભણતર પૂર્ણ કરી કળાની પદવી મેળવવાનું દરેક વિદ્યાર્થીનું સ્વપ્ન હોય તે પૂર્ણ કરી સતત ચિત્ર પ્રદર્શનો યોજવા તેમાં સામેલ થવું અને કળાને કેનવાસ ઉપર જીવંત બનાવવી તે મારી પ્રવૃતિ હતી. પાપાના મોટા બંગલામાં મારા માટે ઉપરનો માળ ઢગલા…

Read More
Screenshot 20230728 184348 Chrome

અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં રાજુ ગેંડીનો દબદબો યથાવત જોવા મળી રહ્યો છે અને આ વિસ્તારમાં દારૂના ધંધામાં તેને જબરી ફાવટ આવી ગઈ છે. આ વિસ્તારમાં દારૂના ધંધામાં રાજુ ગેંડીનું મોટું નામ છે અને તેના પંટરો આ વિસ્તારમાં નેટવર્ક જમાવીને બેઠા છે. એરપોર્ટે પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં જેટલું પી.આઇ રશ્મિન દેસાઈનું નથી ચાલતું એટલું રાજુ ગેંડી નું ચાલતું હોવાની ચર્ચા જોવા મળી રહી છે. આ વિસ્તારમાં દારૂબંધીનો અમલ કરવામાં પોલીસ તંત્ર નિષ્ફળ ગયું છે અને દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. ઝોન 4ના ડી.સી.પી કાનન દેસાઈ આ વિસ્તારમાં ધમધમતા દારૂના અડ્ડાઓ થી જો અજાણ હોયતો નીચે બુટલેગરોના નામ આપેલા છે…

Read More
Screenshot 20230728 180021 Chrome

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે અને કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યારે આગામી 24 કલાક દરમિયાન ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ, વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલી તેમજ સૌરાષ્ટ્રના સોમનાથ અને અમરેલીમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય સુરત, તાપી, નવસારી, ડાંગ, સોમનાથ, અમરેલી, ભાવનગર, રૂરલ અમદાવાદ, ખેડા, આણંદમાં ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સુરતની મિંઢોળા નદીમાં પુર આવતા આસપાસના તમામ વિસ્તારો પાણીમાં તરબોળ થઈ ગયા છે. વ્યારા હાઇવેનો બ્રિજ પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. બારડોલી પંથકમાં ભારે વરસાદને પગલે સમગ્ર વિસ્તારમાં ઠેરઠેર પાણી ભરાયા છે. છોટાઉદેપુરનું બોડેલી પણ જળમગ્ન બન્યું છે. ભારે…

Read More
fjMTZgr7 Screenshot 20230728 171355 Chrome

વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાત દરમિયાન તેઓએ કોંગ્રેસને આડેહાથ લઈ ભાજપે મોંઘવારી ઘટાડી હોવાની વાત કરી હતી. તેઓએ કહ્યું હતું કે ભાજપ સરકાર આવ્યા બાદ ભારતનો વિકાસ થયો છે પણ ભ્રષ્ટાચાર અને પરિવારવાદવાળાઓની જ્યારે સરકાર હતી ત્યારે શું હતું તે સૌ જાણે છે. આજ લોકો આજે ખેડૂતોને વધુ ભાવ મળે તો કહે છે મોંઘવારી છે. મોંઘવારીનો દર તેમણે 10 ટકા પહોંચાડી દીધો હતો, પરંતુ અમારી સરકારે મોંઘવારી ઘટાડી ન હોત તો દૂધ 300 રૂપિયા અને દાળ 500 રૂપિયે કિલો મળત, પરંતુ મિત્રો અમારી સરકાર છે, જેણે મોંઘવારી કંટ્રોલમાં રાખી છે. આજે દરેક ભારતીય દર મહિને 20 જીબી ડેટા ઉપયોગ કરે છે.…

Read More
Screenshot 20230728 162227 Chrome

છોટા ઉદેપુર જિલ્લામાં આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ તેમજ વડોદરા તથા પંચમહાલ જિલ્લામાં પણ વરસાદની સ્થિતિને લઈ ઓરસંગ અને ઢાઢર નદીમાં પૂર આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને નદીના હેઠવાસમાં આવેલા ગામોના લોકોને સાવચેત રહેવા જણાવાયુ છે. ઢાઢર નદીના કિનારે આવેલા ડભોઇ તાલુકાના નવાપૂરા, રાજલી, અંગુઠણ, થુવાવી, ઢોલાર, કરાલીપૂરા, બહેરામપૂરા, કરજણ તાલુકાના ખેરડા, હરસુડા, પિંગલવાડા, માનપૂર, સુરવાડા, સંભોઇ, વીરજઇ, અભરા, ઉમજ, પાદરા તાલુકાના વણછરા, કોટાણા, શહેરા, સદાદ, કોઠાવાડા, વાસણારેફ, નેદ્રા, વડોદરા તાલુકાના તલસટ, ચિખોદ્રા, અલ્હાદપૂરા, ધનિયાવી, શાહપૂરા, રાઘવપૂરા, પાતરવેણી, વડદલા, અજીતપૂરા, પોર, રમણગામડી, ગોસીન્દ્રા, ઉટીયા મેઢાદના ગ્રામજનોને એલર્ટ કરાયા છે. જ્યારે ઓરસંગ નદીના કિનારાના વિસ્તારો ડભોઇ તાલુકાના ઓરડી,…

Read More
Screenshot 20230728 130737 Chrome

નવસારીમાં નિચાણ વાળા વિસ્તારમાં પુર સ્થિતિ ઉભી થઇ છે પરિણામે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહયા છે. પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી  ભરાઈ જતા 2500થી વધુ અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. અસરગ્રસ્તો માટે નગરપાલિકા ટીમ દ્વારા ફૂડ પેકેટ તૈયાર કરી પહોંચાડવામાં આવી રહયા છે. આ માટે રામજી મંદિરમાં ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવી રહયા છે. નવસારીમાં ગત મોડીરાત્રે જોરદાર  વરસાદ પડ્યો હતો. પરિણામે રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા છે. તો લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. પૂર્ણા નદીએ જળસપાટી વટાવતા કેટલાક વિસ્તારોમાં પાણી ઘૂસ્યા છે. દરમિયાન હજુ ભારે…

Read More
Screenshot 20230728 114430 Chrome

રાજ્યમાં આજે ધોરણ 10 ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આજે સવારથી પૂરક પરીક્ષાનું પરિણામ જાણવા માટે વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. પૂરક પરીક્ષામાં કુલ 180158 વિદ્યાર્ઓ નંધાયા હતા. જેમાંથી 153394 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા. જે પૈકી 40880 પરીક્ષાર્થીઓ પાસ થતાં ધો. 10 એસએસસી જુલાઈ પુરક 2023 પરીક્ષાનું પરિણામ 26.65 ટકા આવ્યું છે. બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પરિણામ જોઈ શકાય છે. તેમજ વોટ્સઅપ નંબર 6357300971 પરથી પણ પરિણામ જાણી શકાય છે. ડીફરન્ટલી એબલ્ડ વિદ્યાર્થીઓને 20 ટકા પાસિંગ ધોરણનો લાભ આપવામાં આવ્યો છે. 20 પાસિંગ ધોરણનો લાભ મેળવી પ્રમાણપત્ર મેળવવાને પાત્ર પરીક્ષાર્થીની સંખ્યા 147 છે. વિદ્યાર્થીઓનું પ્રમાણ 25.09…

Read More
Screenshot 20230728 110432 Gallery

આજે નરેન્દ્ર મોદી ગાંધીનગરમાં મહાત્મા ગાંધી મંદિર ખાતે પહોંચી ગયા છે જ્યાં હવે સેમિકોન ઈન્ડિયા 2023નું ઉદઘાટન કર્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે અહીં ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં રહેલી રોકાણની તકો અંગેનું પ્રેઝેન્ટેશન પણ કરવામાં આવનાર છે. ગાંધીનગર ખાતે આ ત્રી દિવસીય કાર્યક્રમમાં સેમિકન્ડક્ટર ચિપ, ડિસ્પ્લે ફેબ, ચિપ ડિઝાઇન, એસેમ્બલિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા તજજ્ઞો દ્વારા પેનલ ડિસ્ક્શન પણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ફૉક્સકૉન, માઇક્રૉન, એએમડી, આઇબીએમ, માર્વેલ, વેદાન્તા, એલએએમ રિસર્ચ, એનએક્સપી સેમિકન્ડક્ટર્સ, એસટી માઇક્રૉઇલેક્ટ્રૉનિક્સ, ગ્રાન્ટવૂડ ટેક્નૉલોજીસ, ઇન્ફિનિયૉન ટેક્નૉલોજીસ, અપ્લાઇડ મટિરિયલ્સ અને આ ક્ષેત્ર સાથે સંકળાયેલી અન્ય જાણીતી કંપનીઓ ભાગ લેનાર છે. મહત્વનું છે કે ગઈકાલે રાજકોટમાં હિરાસર એરપોર્ટનું PM મોદીએ લોકાર્પણ…

Read More
Screenshot 20230728 104238 Chrome

રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં નવસારીમાં 11 ઇંચ વરસાદ પડતા અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે અને અનેક લોકોનું સ્થળાંતર કરાયું છે. મોડી રાતે અચાનક પાણી આવી જતા લોકો પોતાનો કિંમતી સમાન ત્યાંજ છોડી સુરક્ષિત સ્થળે ખસી ગયા હતા. નવસારી ​​​​​​​જિલ્લાની પૂર્ણા, કાવેરી અને અંબિકા નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. અંબિકા નદીની સપાટી માત્ર બે કલાકમાં 10 ફૂટ વધી 25.50 ફૂટ ઉપર જ્યારે પૂર્ણા નદી 21.50 ફૂટ ઉપર વહી રહી છે. જ્યારે કાવેરી નદી 13 ફૂટ ઉપર પહોંચી છે. કાવેરી નદીના જળસ્થર વધતા શ્રી તડકેશ્વર મહાદેવનું મંદિર પાણીમાં ગરકાવ થયુ હતું અનેક કોઝવે પાણીમાં ગરકાવ થયા છે. ભારે વરસાદના કારણે ચીખલીથી હરણ…

Read More
Screenshot 20230728 100615 Chrome

વલસાડ જિલ્લા સહિત સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે મધુબન ડેમના ઉપરવાસમાં 14 કલાકમાં પડેલા 32 ઇંચ વરસાદને લઈને મધુબન ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયેલો જોવા મળ્યો હતો. ડેમ લેવલ જાળવવા માટે ડેમના 10 દરવાજા 2.80 મીટર ખુલ્લા રાખીને દમણગંગા નદીમાં 1 લાખ ક્યુસેથી વધુ પાણી સાંજે 7 વાગ્યા પહેલાથી છોડવામાં આવ્યું હતું. જેને લઈને વલસાડ જિલ્લા કલેક્ટરે દમણગંગા નદીના તટ વિસ્તારમાં આવેલા દાદરા નગર હવેલીના ગામો, વાપી તાલુકાના ગામો અને દમણના ગામો મળી કુલ 37 ગામોને એલર્ટ કર્યા હતા. દાદરા નગર હવેલીના ખાનવેલ વિસ્તારમાં વિલ તલાવલી ખાતે નદીની…

Read More