Author: Satya Day

gold prices 1

નવી દિલ્હીઃ ભારતીય બજારમાં સોનાના ભાવમાં સતત પાંચમાં દિવસે ઘટાડો જોવા મળ્યો છે. આજે ગુરુવારે દિલ્હીના ઝવેરી બજારમાં સોનાનો ભાવ 109 રૂપિયા ઘટીને પ્રતિ 10 ગ્રામ દીઠ 48,183 રૂપિયાના સ્તરે સ્થિર રહ્યા હતા. તો ચાંદીનો ભાવ 146 રૂપિયા ઘટીને પ્રતિ એક કિગ્રા દીઠ 65,177 રૂપિયા થયો હતો. નોંધનિય છે કે ગત બુધવારે દિલ્હીમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ દીઠ 48,292 રૂપિયા અને ચાંદીનો ભાવ 65,177 રૂપિયા પ્રતિ એક કિલોગ્રામ હતો. વૈશ્વિક બજારમાં આજે સોનું 6 ડોલરની નરમાઇમાં 1845 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થયુ હતુ. તો ચાંદીનો ભાવ સાધારણ ઘટીને 25.39 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ હતો. અલબત્ત ટકાવારીની રીતે સોના કરતા…

Read More
sensex down 3

મુંબઇઃ ભારતીય શેરબજાર 50,000ની ઐતિહાસિક ઉંચી સપાટીને સ્પર્શ્યા બાદ સતત ઘટી રહ્યુ છે અને છેલ્લા પાંચ સેશનમાં સેન્સેક્સ 3000 પોઇન્ટથી વધુ તૂટીને આજે ગુરૂવારે વર્ષ 2021માં પ્રથમવારે 47,000ની સપાટીની નીચે બંધ આવ્યો છે. યુનિયન બજેટ પૂર્વે ભારતીય શેરબજારમાં આટલા જંગી ઘટાડાથી રોકાણકારોની ચિંતા વધી ગઇ છે. ઉલ્લેખનિય છે કે, આગામી 1લી ફેબ્રુઆરીના રોજ સંસદમાં નાણાંકીય વર્ષ 2021-22નું કેન્દ્રીય બજેટ રજૂ થશે. આજે ગુરુવારના રોજ સેન્સેક્સ 535 પોઇન્ટના કડાકામાં 46,874ના સ્તરે બંધ રહ્યો છે. ચાલુ મહિનાની સૌથી નીચી સપાટી છે. તો બેન્ચમાર્ક નિફ્ટી 150 પોઇન્ટ તૂટીને 13817ના સ્તરે બંધ આવ્યો છે. આમ ભારતીય શેરબજાર સતત પાંચમાં દિવસે ઘટ્યુ છે અને આ…

Read More
cbse exam date 2021

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ઘટતા હવે શાળા-કોલેજોમાં શૈક્ષણિક કામગીરી ફરીથી શરૂ થઇ ચૂકી છે અને પરીક્ષાઓ અંગેનું ટાઇમટેબલ તૈયાર કરવાની કામગીરી પણ થઇ રહી છે. હાલમાં આવી રહી છે. સીબીએસઈ દ્વારા ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓની ડેટશીટની જાહેરાત 2 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે. આ જાણકારી કેન્દ્રીય શિક્ષણમંત્રી ડૉ. રમેશ પોખરિયાલ નિશંકે હાલમાં જ આપી છે. શિક્ષણમંત્રીએ આજે જણાવ્યુ હતું કે, ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષાઓ માટે શેડ્યૂલ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ટૂંક સમયમાં એટલે કે, 2 ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવશે. જણાવી દઈએ કે, આ અગાઉ શિક્ષણમંત્રી દ્વારા સીબીએસઈ સેકેન્ડ્રી અને સીનિયર સેકેન્ડ્રી ક્લાસ…

Read More
Top Brand Ranking

મુંબઇઃ વિશ્વની સૌથી મજબૂત બ્રાન્ડોની વર્ષ 2021ની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં લોકપ્રિય ચાઇનીઝ મોબાઇલ એપ Wechat એ નંબર-1 સ્થાન હાંસલ કર્યુ છે. તો ટોપ-5માં માત્ર એક ભારતીય કંપની સ્થાન મેળવવામાં સફળ થઇ છે અને તે છે ભારતના સૌથી મોટા ધનવાન અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની ટેલીકોમ કંપની રિલાયન્સ જિયો. બ્રાન્ડ ફાઇનાન્સ રિપોર્ટ-2021ની યાદીમાં ચીનની લોકપ્રીય મોબાઇલ એપ Wechat કંપનીએ વિશ્વની સૌથી મજબૂત બ્રાન્ડમાં નંબર-1 સ્થાન હાંસલ કર્યુ છે. તેનો બ્રાન્ડ સ્ટ્રેંગ્થ ઇન્ડેક્સ (BSI) 100માંથી 95.4 પોઇન્ટ આવ્યો અને તેણે AAA+ રેટિંગ મેળવ્યુ છે. વર્ષ 2020માં તેની બ્રાન્ડ વેલ્યૂ 25 ટકા વધીને 67.9 અબજ ડોલર થઇ છે અને આ…

Read More
cricketer vijay shankar marriage

હાલ ભારતના ક્રિકેટરો વચ્ચે લગ્નની સીઝન ચાલી રહી છે આજે વધુ એક ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર લગ્ન સંબંધથી જોડાયો છે. ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર વિજય શંકરે પોતાની મંગેતર વૈશાલી વિશ્વેશ્વરનની સાથે સાત ફેરા લઈ લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. આ બંનેએ આઈપીએલ 2020ની શરૂઆત પહેલા સગાઈ કરી હતી અને તેની જાહેરાત પણ તેમણે સોશિયલ મીડિયા પર કરી હતી. વિજય શંકરે 26 જાન્યુઆરીએ પોતાના 30મો જન્મ દિવસ મનાવ્યો હતો અને આ સાથે જ તે શાનદાર ખબર આવી હતી. તેના લગ્નની ખબર આવ્યા બાદ તેના ફેન્સ તેને ખોબલેને ધોબલે શુભકામના ઓ આપી રહ્યા છે. સાથે જ તેની આઈપીએલ ફ્રેંચાઈઝી સનરાઈઝર્સ હૈદરાબાદે પણ…

Read More
cigarette smoking in public places

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સિગારેટ અને અન્ય તમાકુ પેદાશો સંચાલિત તમાકુ નિયંત્રણ અધિનિયમ (કોટપા) -2003 માં સુધારાનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. આમાં સિગારેટ પીવાની દંડમાં 10 ગણો વધારો કરવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે, જો તમને કોઈ સાર્વજનિક સ્થળે સિગારેટ પીતા પકડાશો તો તમને 200 રૂપિયાને બદલે 2000 રૂપિયા દંડ થશે. આટલું જ નહીં, હોટલ, રેસ્ટોરાં અને એરપોર્ટ જેવા સ્થળોએ અલગ સ્મોકિંગ ઝોનની જોગવાઈને રદ કરવામાં આવી છે, જેમાં તમાકુની ખરીદી અને વેચાણની લઘુત્તમ વયમર્યાદા 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવાની જોગવાઈનો સમાવેશ કરવામાં આવ્યો છે. સંસદના આ બજેટ સત્રમાં સુધારેલ બિલ રજૂ કરવામાં આવનાર છે. કોટપા એક્ટના સુધારેલા મુસદ્દામાં સંબંધિત…

Read More
Gold 5

મુંબઇઃ કોરોના સંકટમાં સોનાના ભાવમાં ઐતિહાસિક તેજી જોવા મળી છે જો કે કિંમતો અતિશય વધી જવાને લીધે તેની માંગમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC) કેલેન્ડર વર્ષ 2020 દરમિયાન ભારતમાં સોનાની માંગ ધરખમ 35 ટકા ઘટીને 446 ટન નોંધાઇ છે જે છેલ્લાં 26 વર્ષની સૌથી ઓછી માંગ છે અને વર્ષ 1995માં ગોલ્ડ ડિમાન્ડ 462 ટન હતી. તો ગત વર્ષ 2019માં ભારતમાં સોનાની માંગ 690.4 ટન હતી. જથ્થાની રીતે સોનાની માંગ ધરખમ ઘટી છે જો કે મૂલ્યની રીતે તેના કરતા અડધા ઘટાડો થયો છે. વર્ષ 2020માં 1,88,280 કરોડ રૂપિયાની મૂલ્યના સોનાની આયાત થઇ છે જે વર્ષ 2019ના 2,17,770 કરોડ…

Read More
bank office

મુંબઇઃ નવા વર્ષના પહેલો માસ સમાપ્ત થઇ રહ્યો છે. નાણાકીય મામલાની રીતે જોઈએ તો ફેબ્રુઆરી મહત્વપૂર્ણ માસ છે. દર વર્ષે સરકાર આ મહિનામાં દેશનું બજેટ રજુ કરે છે. જાન્યુઆરીના મુકાબલે જોઈએ તો ફેબ્રુઆરીમાં વધુ રજાઓ રહેતી નથી. પરંતુ તે છતાં અલગ અલગ રાજ્યોમાં ઘણા એવા તહેવાર રહેશે એટલી બેન્ક રાજાઓ રહેશે. ફેબ્રુઆરીમાં બેન્કોમાંં ક્યારે રહેશે રજા 12 ફેબ્રુઆરી-શુક્રવાર- સોનામ લોસાર- સિક્કિમ 15 ફેબ્રુઆરી-સોમવાર-લુઇ નગાઈ ની-મણિપુર 16 ફેબ્રુઆરી-મંગળવાર-વસંત પાંચમી- હરિયાણા, ઓડિસા, પંજાબ, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળ 19 ફેબ્રુઆરી-શુક્રવાર-છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ-મહારાષ્ટ્ર 20 ફેબ્રુઆરી-શનિવાર-અરુણાચલ અને મિઝોરમ સ્ટેટ ડે-અરુણાચલ અને મિઝોરમ 26 ફેબ્રુઆરી-શુક્રવાર-હજરત અલી જયંતિ-ઉત્તર પ્રદેશ 27 ફેબ્રુઆરી-શનિવાર-ગુરુ રવિદાસ જયંતિ-ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, હરિયાણા…

Read More
2000 rupee note

મુંબઇઃ નોટબંધી બાદ સરકારે 2000ના મૂલ્યની નવી ચલણી નોટ બહાર પાડી હતી. હાલ ભારતમાં સૌથી વધારે મૂલ્યની આ નોટ છે અને તેથી 2000ની નોટની વધારે સાચવણી કરવી પડે. જો 2000ની નોટ ફાટી કે ખરાબ થઇ જાય તો લોકોને મોટુ નુકસાન થઇ શકે છે. નોંધનિય છે કે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ફાટેલી નોટો પર રિફંડ આપવા માટે અમુક પ્રકારના નિયમો બનાવ્યા છે. કેન્દ્રીય બેંકના આ નિયમોના આધારે બેંક ગ્રાહકોને ફાટેલી નોટોના બદલામાં રિફંડ આપે છે. ફાટેલી નોટોને બેંકમાં જઈને બદલાવી શકાય છે. ફાટેલી નોટોને લઈને લોકોના મનમાં કેટલાય પ્રકારના સવાલો થતાં હોય છે. જેમાંથી એક પ્રશ્ન એ પણ છે કે, જો…

Read More
EPFO

નવી દિલ્હીઃ દેશના અસંગઠીત ક્ષેત્રમા મોટી સંખ્યામાં લોકો કામ કરે છે જો કે તેઓને EPFO  સહિત સરકારની વિવિધ યોજનાનો લાભ મળતો નથી. જો કે તેમની માટે ખુશખબર છે. દેશભરમાં 40 કરોડ અસંગઠીત ક્ષેત્રમાં કામ કરવા વાળા કર્મચારીઓ માટે કર્મચારી ભાવિષ્ય નિધિ સંગઠન(EPFO)ના દરવાજા ખુલી શકે છે. જો કે એના માટે EPFOએ પોતાના કામ કરવાની રીતમાં મોટા ફેરફાર થયા છે. નવા વર્ષમાં સંગઠનને સરકારની મહત્વકાંક્ષી આત્મનિર્ભર ભારત રોજગાર યોજના(ABRY)ને લાગુ કરવા પર ધ્યાન આપતા સેવાઓમાં સુધાર લાવવા માટે ભગીરથ પ્રયાસ કરવા પડશે. સામાજિક સુરક્ષા સંહિતાના આવતા વર્ષે 1 એપ્રિલથી લાગુ થવાની ઉમીદ છે. એવામાં EPFOએ પોતાની યોજનાઓ અને સેવાઓના નવા માહોલના…

Read More