ભારતીય ફૂટબોલ ટીમને 2022ના ફીફા વર્લ્ડકપ ઍશિયન ક્વોલિફાયરના બીજા રાઉન્ડમાં સરળ ડ્રો મળ્યો છે. જેમાં તેની સાથે કતર, ઓમાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશની ટીમ છે. અહીં ઍશિયન ફૂટબોલ ફેડરેશનના હેડક્વાર્ટર પર પાડવામાં આવેલા ડ્રોમાં ઍશિયાની 40 ટીમને 5-5ના ગ્રુપમાં વહેંચવામાં આવી છે. તમામ ટીમો ઍકબીજાના મેદાન પર પાંચ સપ્ટેમ્બરથી શરૂ થતી રાઉન્ડ રોબિન મેચ રમશે. 8 ગ્રુપની ટોચની 8 ટીમ તેમજ 4 શ્રેષ્ઠ રનર્સઅપ 2022ના વર્લ્ડકપ ક્વોલિફાયરના અંતિમ રાઉન્ડમાં અને ચીનમાં યોજાનારી 2023 ઍઍફસી ઍશિયન કપ ફાઇનલ્સમાં રમશે. ભારતીય ટીમ આમ જોઇઍ તો અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશને હરાવી શકે છે પણ ફાઇનલ રાઉન્ડમાં પહોંચવા માટે તેણે કતર અને ઓમાન સામે પણ સારું…
કવિ: Sports Desk
આજે વિશ્વનાં તમામ પ્રકારના સંશોધન થાય છે ત્યારે તેમાંથી સતત લોકપ્રિય બનતી જઇ રહેલી ક્રિકેટની રમત કઇ રીતે બાકાત રહી શકે. કેટલાક વૈજ્ઞાનિકોઍ હવે સંશોધન કરીને સસ્તી, ટકાઉ અને મજબૂત ક્રિકેટ બેટ તૈયાર કરી છે. કમ્પ્યૂટર મોડલ અને અનુકુળ અલ્ગોરિધમ સાથે તૈયાર કરાયેલી આ અલ્ગો બેટ હાલની હાઇ પર્ફોમન્સ ક્વોલિટી બેટની સરખામણીઍ સસ્તી હોવાનું કહેવાયું છે. જે બાળકો ક્રિકેટમાં પોતાનું ભાવિ જાતા હોય અને ક્વોલિટી બેટ ખરીદવાની જેમની શક્તિ ન હોય તેમના માટે આ બેટ આશિર્વાદરૂપ નીવડશે ઍવું કહેવાઇ રહ્યું છે. કેનેડાની યુનિવર્સિટી ઓફ બ્રિટીશ કોલંબિયાના વૈજ્ઞાનિકોઍ નોવલ અલ્ગોરિધમ અનુસાર તેને બનાવી છે, જેનાથી હાર્ડ બોલ પણ સારી રીતે રમી…
પાકિસ્તાનના માજી કેપ્ટન અને હાલના પંસદગીકાર ઇન્ઝમામ ઉલ હકે બુધવારે ઍક પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી છે કે પાકિસ્તાનના મુખ્ય પસંદગીકાર પદેથી રાજીનામુ આપવાનો તેણે નિર્ણય કરી લીધો છે. ઇન્ઝમામનો કરાર 30 જુલાઇઍ પુરો થઇ રહ્યો છે. તેણે કહ્યું હતું કે મારા મતે હવે રાજીનામુ આપી દેવાનો સમય આવી ગયો છે. હું મારો કાર્યકાળ પુરો કરીશ. પાકિસ્તાની ટીમ સેમી ફાઇનલમાં સ્થાન મેળવતા ચુકી તે અંગે વિશ્લેષણ કરતાં ઇન્ઝમામે કહ્યુ હતું કે ક્રિકેટ મારું ઝનૂન છે પણ હું પસંદગી પ્રક્રિયાનો હિસ્સો બની રહેવા માગતો નથી. ઍવું કહેવાઇ રહ્યું છે કે ઇન્ઝમામે પહેલા ઍક વર્ષનો કાર્યકાળ વધારવા મામલે રસ બતાવ્યો હતો પણ…
ભારતના ટોચના બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ અને કિદામ્બી શ્રીકાંતે બુધવારે જાકાતાર્માં બીડબલ્યુઍફ વર્લ્ડ ટૂર સુપર 100 ટુર્નામેન્ટ ઇન્ડોનેશિયા ઓપનના પહેલા રાઉન્ડમાં વિપરીત અંદાજમાં જીત મેળવી હતી. બીડબલ્યુઍફના વ્યસ્ત કાર્યક્રમોમાંથી ઍક મહિનાના બ્રેક પછી કોર્ટ પર ઉતરેલા સિંધુ અને શ્રીકાંતે પહેલા રાઉન્ડમાં જાપાનના ખેલાડીઓને હરાવ્યા હતા. સિંધુઍ અયા ઓહોરી સામે મજબૂત સંઘર્ષ કરીને 11-21, 21-15, 21-15થી જીત મેળવી હતી. જ્યારે શ્રીકાંતે કેન્તા નિશિમોતોને માત્ર 38 મિનીટમાં જ 21-14, 21-13થી હરાવી દીધો હતો. ઓહોરી સામે સિંધુની આ સતત 7મી જીત રહી હતી. જ્યારે શ્રીકાંતે નિશિમોતો સામે આ પાંચમો વિજય મેળવ્યો હતો. વિશ્વની પાંચમી ક્રમાંકિત સિંધૂ બીજા રાઉન્ડના મુકાબલામાં ડેનમાર્કની મિયા બ્લિકફેલ્ટ અને…
ટેસ્ટ ક્રિકેટનો રોમાંચ જાળવી રાખવા અને ખેલાડીઓની સુરક્ષાની દૃષ્ટિઍ તેને વધુ સારું બનાવવા માટે આઇસીસી આગામી ઍશિઝ સિરીઝથી ઍક મોટો ફેરફાર અમલમાં લાવશે અને આ ફેરફાર હેઠળ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પહેલીવાર કોઇ ખેલાડીને માથામાં ઇજા થાય તો તેના સ્થાને અન્ય ખેલાડીને રમવાની મંજૂરી આપવાનું અમલમાં મુકાશે. આ નવા ફેરફારને આઇસીસીની ગવન`ગ કાઉન્સીલની મંજૂરી મળી ગઇ છે. આ ફેરફારને ઇંગ્લેન્ડની યજમાનીમાં 1લી ઓગસ્ટથી શરૂ થઇ રહેલી ઍશિઝ સિરીઝથી લાગુ કરવામાં આવી શકે છે. આ ફેરફાર બાબતે હાલમાં જ લંડનમાં મળેલી આઇસીસીની વાર્ષિક બેઠકમાં ચર્ચા થઇ હતી. નવેમ્બર 2014માં ઓસ્ટ્રેલિયન ટેસ્ટ ક્રિકેટર ફિલ હ્યુજના મોત પછી ટેસ્ટ ક્રિકેટમાં કન્કશન સબસ્ટિટ્યૂટની માગ ઉગ્ર બની…
વર્લ્ડકપની રવિવારે રમાયેલી ફાઇનલમાં જે ઓવર થ્રોના રન ઇંગ્લેન્ડની જીત માટે નિર્ણાયક બન્યા તે બાબતે ત્રણ દિવસ પછી ઇંગ્લેન્ડના જ ઝડપી બોલર જેમ્સ ઍન્ડરસને ઍવો ખુલાસો કર્યો છે કે ઇંગ્લેન્ડના વિજય માટે હીરો સાબિત થયેલા બેન સ્ટોક્સે અમ્પાયરોને ઓવર થ્રોના ઍ રન ઇંગ્લેન્ડના સ્કોરમાંથી હટાવી દેવાની વાત કરી હતી. ટેસ્ટ ટીમમાં સ્ટોક્સના સાથી ઍન્ડરસને કહ્યું હતું કે જ્યારે ઘટના બની ત્યારે તરત જ સ્ટોક્સે પોતાના હાથ ઉઠાવીને માફી માગી હતી અને તે પછી અમ્પાયરોની પાસે જઇને અપીલ કરી હતી કે તેઓ તેમનો નિર્ણય બદલી દે. અમને આ રન નથી જાઇતા. જો કે અમ્પાયરો નિયમને અનુસર્યા. ક્રિકેટનો ઍ શિષ્ટાચાર છે કે…
કેપ્ટન મનિષ પાંડેની સદી અને કૃણાલ પંડ્યાઍ ઉપાડેલી 5 વિકેટની મદદથી ભારત-ઍ ટીમે અહીં ત્રીજી બિન સત્તાવાર વનડે મેચમાં વેસ્ટઇન્ડિઝ-ઍને 148 રને હરાવીને પાંચ મેચની સિરીઝમાં 3-0ની અજેય સરસાઇ મેળવી લીધી છે. ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ દાવ લઇ 50 ઓવરમાં 6 વિકેટે 295 રન બનાવ્યા હતા અને તે પછી યજમાન ટીમનો 34.2 ઓવરમાં જ 147 રને વિંટો વાળી દઇને સતત ત્રીજી મેચ જીતી હતી. ભારતીય ટીમ વતી ઓપનર શુભમન ગીલે 77 રન બનાવ્યા હતા અને શ્રેયસ ઐય્યર સાથે તેણે બીજી વિકેટની ભાગીદારીમાં 109 રન જોડ્યા હતા. ઐય્યરે 47 રન કર્યા હતા. મનિષ પાંડેઍ 87 બોલમાં 100 રન ફટકાર્યા હતા. લક્ષ્યાંકનો…
ભારતીય ક્રિકેટનું સંચાલન કરતી વહીવટદારોની કમિટી (સીઓઍ) દ્વારા ભારતીય પુરૂષ ટીમના આગામી કોચની પસંદગી કરવાની જવાબદારી કપિલ દેવની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની ઍડ હોક કમિટીને સોંપી છે. જા કે કપિલની આગેવાની હેઠળની કમિટીને ફરી કામ સોંપાતા ફરી ઍકવાર સીઓઍ વચ્ચે મતભેદ થવાની સંભાવના વ્યક્ત થઇ રહી છે. ઍડ હોક કમિટીમાં કપિલની સાથે અંશુમન ગાયકવાડ અને શાંતા રંગાસ્વામીનો સમાવેશ થાય છે. આ પહેલા તેમણે મહિલા ટીમના કોચ તરીકે ડબલ્યુ વી રમનની પસંદગી કરી હતી અને તે સમયે સીઓઍના અધ્યક્ષ વિનોદ રાય અને સભ્ય ડાયેના ઍદલજી વચ્ચે વિખવાદ થયો હતો. ઍદલજીઍ મહિલા કોચની પસંદગી પ્રક્રિયાને ગેરબંધારણીય ગણાવી હતી અને તે સમયે તેમનું…
મહાન ટેનિસ ખેલાડીઓમાં સામેલ જર્મનીના બોરિસ બેકરે કહ્યું છે કે લોકોઍ 16 ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીતનારા સર્બિયાના નોવાક યોકોવિચની મહાનતાને ઓળખવી પડશે. યોકોવિચે રવિવારે 20 ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીતનારા રોજર ફેડરરને હરાવીને વિમ્બલ્ડન ટાઇટલ પાંચમીવાર જીતી લીધું હતું. આ મેચ દરમિયાન મોટભાગના દર્શકો ફેડરરનું સમર્થન કરતાં હતા. જો કે તે છતાં યોકોવિચના પરફોર્મન્સ પર કોઇ ફરક પડ્યો નહોતો. બેકરે કહ્યું હતું કે તેનાથી યોકોવિચને પાંચમા સેટમાં લડવાની તાકાત મળી હતી. તેણે દર્શકો ભણી ઘુરીને જાયું , પણ તે આવું કરે જ છે, તેનાથી જ તેને સારું પ્રદર્શન કરવાની હિંમત મળે છે. બેકરે ઉમેર્યુ હતું કે ફેડરર ઍક મહાન ખેલાડી છે, પણ સામે…
ભારતને પોતાની કેપ્ટનશીપમાં 2011માં વર્લ્ડ કપ અપાવી ચૂકેલા મહેન્દ્ર સિંહ ધોની વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસે ટીમ ઇન્ડિયાની સાથે જશે નહીં. તેનો મતબલ એ નથી કે તેક્રિકેટમાંથી નિવૃિત્ત લેવાની તૈયારી કરી રહ્યો છે. વર્લ્ડ-કપ 2019ના બાદ એવું મનાતું હતું કે ધોની નિવૃિત્તનો નિર્ણય કરી શકે છે. ધોની વિન્ડીઝ પ્રવાસ માટે ઉપલબ્ધ નથી પરંતુ તે ટીમને આ બદલાવના દોરમાં મદદ કરશે. ધોની પોતાની કેરિયરનો ચોથો વર્લ્ડ કપ રમ્યો અને એવું મનાઇ રહ્યું હતું કે તે ત્યારબાદ ક્રિકેટને અલવિદા કહી દેશે. જો કે હજું સુધી એવી કોઇ જાહેરાત થઇ નથી. સૂત્રોએ જણાવ્યું કે ધોની ટીમની સાથે વિદેશની મુલાકાત અને ઘરઆંગણાની સીરીઝમાં પહેલાં વિકેટકિપર તરીકે…