શનિવારે લીડ્સ ખાતે રમાયેલી વર્લ્ડ કપની મેચમાં શાહિન આફ્રિદીની જોરદાર બોલિંગને કારણે અફઘાનિસ્તાનની ટીમ 9 વિકેટે 227 રન સુધી સિમિત રહી હતી અને પાકિસ્તાન સામે 228 રનનો લક્ષ્યાંક મુક્યો હતો. અફઘાનિસ્તાનના સ્પિનર મુજીબ ઉર રહેમાન, મહંમદ નબી અને રાશિદ ખાનની જોરદાર બોલિંગને કારણે હારની નજીક પહોંચેલા પાકિસ્તાનને ઇમાદ વસીમે 54 બોલમા 49 રનની ઇનિંગ રમીને પાકિસ્તાનને 3 વિકટે જીતાડ્યું હતું. ટોસ જીતીને પહેલો દાવ લેવા ઉતરેલી અફઘાનિસ્તાનની શરૂઆત ખરાબ રહી હતી અને પાંચમી ઓવરમાં સતત બે બોલમાં કેપ્ટન ગુલબદીન નૈબ અને હશમતુલ્લાહ શાહિદીની વિકેટ ગુમાવતા તેમનો સ્કોર બે વિકેટે 57 રન થયો હતો. બીજા ઓપનર રહમત શાહે ક્રિઝ પર પુરતો…
કવિ: Sports Desk
આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યુ છે કે જેમાં ટીમ ઇન્ડિયાના વિજય માટે માત્ર ભારતીયો જ નહીં પણ પાકિસ્તાનના ક્રિકેટ ચાહકો પણ દુવા માગી રહ્યા છે. પાકિસ્તાનના ચાહકો એવું ઇચ્છે છે ક રવિવારે રમાનારી ઇંગ્લેન્ડ સામેની મેચમાં ભારતીય ટીમ જીતી જાય. હકીકતમાં તેમને કંઇ ટીમ ઇન્ડિયા માટે પ્રેમ નથી ઉભરાયો પણ જો ઇંગ્લેન્ડ ભારતીય ટીમ સામે જીતશે તો પાકિસ્તાનના સેમી ફાઇનલ પ્રવેશ આડે અવરોધ આવી શકે છે અને તેથી તેઓ ઇચ્છે છે કે ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડની સામે જીતી જાય.. વર્લ્ડ કપના સમીકરણ જ એવા ઊભા થયાં છે કે જેમાં પાકિસ્તાની ક્રિકેટરો ઇચ્છે કે ન ઇચ્છે પણ તેમણે ભારતીય…
શનિવારે સાંજે 6.00 વાગ્યાથી શરૂ થનારી ન્યુઝીલેન્ડ સામેની મેચમાં ઓસ્ટ્રેલિયા પોતાના સ્ટ્રાઇક બોલર મિચેલ સ્ટાર્ક અને પેટ કમિન્સને આરામ આપે તેવીિ શક્યતા છે. ઓસ્ટ્રેલિયાની ટીમ 12 પોઇન્ટ સાથે પહેલાથી જ સેમી ફાઇનલ માટે ક્વોલિફાઇ કરી ચુકી છે અને તેથી તે પોતાના મુખ્ય બોલરોને આરામ આપવાનો વિચાર કરી રહી છે. જો કે કેપ્ટન એરોન ફિન્ચનું કહેવું છે કે ટીમના ખેલાડીઓમાં આરામ જેવી બાબતે કોઇ રસ નથી, અમે માત્ર અમારી જીતના રથને આગળ ધપાવવા માગીએ છીએ. સાથે જ આ મેચ પછીની મેચ માટે અમારી પાસે એક અઠવાડિયાનો સમય હશે. ફિન્ચે કહ્યું હતું કે તે એક અઠવાડિયામાં ખેલાડીઓ પોતાને તાજામાજા કરી શકશે. ડેવિડ…
આઇસીસી વર્લ્ડ કપ 2019મા અત્યાર સુધી અજેય રહેલી ટીમ ઇન્ડિયા રવિવારે ઇગ્લેન્ડ સામેની મેચમાં જ્યારે ઉતરશે ત્યારે તેઓ એક નવી ટી શર્ટ પહેરીને મેદાનમાં ઉતરશે, આ ટી શર્ટના રંગ મામલે વિવાદ પણ સર્જાયો છે. ટીમ ઇન્ડિયાની મુળ ટી-શર્ટના રંગની સાથે કેસરી રંગને જોડવામાં આવ્યો છે, મુળે કેસરી રંગ ટીમ ઇન્ડિયાની ટી-20 માટેની ટી શર્ટમાં છે જ, માત્ર આ ટી શર્ટમાં તેમા થોડો વધારો કરવામાં આવ્યો છે. ટીમ ઇન્ડિયાના ડ્રેસનો રંગ ઇંગ્લેન્ડની ટીમ સાથે મળતો હોવાથી દર્શકોમાં કોઇ ભ્રમણા ન ફેલાય તેથી આઇસીસી દ્વારા વર્લ્ડ કપમાં તમામ ટીમો માટે યજમાન ટીમ સામે રમતી વખતે સેકન્ડ ટી-શર્ટનો ઉપયોગ કરવા જણાવાયું હતું અને…
અોપન ઍરાના ઇતિહાસમાં સૌથી નાની વયે વિમ્બલ્ડનના મુખ્ય ડ્રોમાં ક્વોલિફાઇ થયેલી અમેરિકાના ફલોરિડાની કોરી ગોફનો 2004માં જ્યારે જન્મ થયો ત્યારે તેણે જેની સામે વિમ્બલ્ડનના પહેલા રાઉન્ડની મેચ રમવાની છે તે વિનસ વિલિયમ્સે 4 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતી લીધા હતા. વળી વિનસે જ્યારે 2008માં પાંચમીવાર વિમ્બલ્ડન ટાઇટલ પોતાના નામે કર્યુ ત્યારે કોરી માત્ર 4 વર્ષની હતી. કોરી ગોફ જ્યારે જન્મી ત્યારે વિનસે 10 વર્ષની પ્રોફેશનલ કેરિયર પુરી કરી નાખી હતી. જો કે કોરી ગોફને પોતાની પહેલા રાઉન્ડની મેચ જીતી જવાનો વિશ્વાસ છે અને તે માને છે કે તે વિજય મેળવશે ત્યારે ઉપસ્થિત દર્શકો ચિચિયારીઓ પાડતા હશે. પોતાના પ્રેકિટસ સેશનની સાથે સ્કૂલ…
શુક્રવારે જ્યારે વિમ્બલ્ડનનો મુખ્ય ડ્રો જાહેર થયો ત્યારે તેમાં ૧૫ વર્ષની કોરી કોકો ગોફનું નામ ઘણાંનું ધ્યાન ખેંચી ગયું હતું. અમેરિકાની 15 વર્ષિય કોરી ગોફે ગુરૂવારે વિમ્બલ્ડનના મુખ્ય ડ્રોમાં ક્વોલિફાઇ કરીને ઇતિહાસ રચ્યો હતો. કોરી પરાક્રમ કરનારી પ્રોફેશનલ યુગની સૌથી યુવા ખેલાડી બની છે. કોરી ગોફે બેલ્જિયમની ગ્રીટ મિનેનને 6-1, 6-1થી હરાવીને આવતા અઠવાડિયાથી શરૂ થઇ રહેલી વર્ષની ત્રીજી ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટના મુખ્ય ડ્રોમાં સ્થાન મેળવ્યું હતું. વિમ્બલ્ડનના પહેલા રાઉન્ડમાં જ કોરીનો સામનો તેની આદર્શ અને સાતવારની વિમ્બલ્ડન ચેમ્પિયન વિનસ વિલિયમ્સ સાથે થશે. કોરીઍ ક્વોલિફાઇ થતાં પહેલા જ ઍવું કહ્યું હતું કે તેનો સામનો સેરેના કે વિનસ સાથે થશે તો તે મારા…
વેસ્ટઇન્ડિઝ સામેની મેચમાં રોહિત શર્માને થર્ડ અમ્પાયરે આપેલા વિવાદાસ્પદ આઉટથી રોહિત શર્મા ખાસ્સો નારાજ થયો હતો, જો કે તેણે પોતાની નારાજગી મેદાન પર બતાવી નહોતી અને ત્યાંથી તે પેવેલિયન ચાલ્યો ગયો હતો. હવે ઍ મેચ પત્યા પછી રોહિત શર્માઍ જાતે ટ્વિટર પર ઍક ફોટો શેર કરીને ઍવું સાબિત કરી બતાવ્યું છે કે બોલ તેની બેટને જરાપણ અડ્યો નહોતો. જા કે તેણે ઍ ફોટો શેર કરીને તેની સાથે કંઇ લખ્યું નથી. તેણે શેર કરેલા ફોટોમા જાવા મળે છે કે તેની બેટ અને બોલ વચ્ચે ઘણું અંતર છે અને થર્ડ અમ્પાયરે ધાર્યુ હોત તો તેઅો જે રીતે કેચ આઉટ વખતે ઍકદમ નજીકથી રિવ્યુ…
શનિવારે અહીં જ્યારે પાકિસ્તાનની ટીમ અફઘાનિસ્તાન સામે મેદાનમાં ઉતરશે ત્યારે તેઓની નજર સેમી પ્રવેશ માટે મહત્વનો ઍવો વિજય મેળવવા પર જ હશે. જા કે તેઅો સાથે જ અપસેટ કરવામાં માહેર અફઘાનિસ્તાનની ટીમને હળવાશથી લેવાને બદલે પુરી ગંભીરતાથી તેમને હરાવવા માટે જ મેદાનમાં ઉતરશે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે આવતીકાલે અહીંના હેડિંગ્લે ગ્રાઉન્ડ પર ભારતીય સમય અનુસાર બપોરે 3.00 વાગ્યાથી શરૂ થશે. ત્રણ પરાજય અને તે પછી ઍક મેચ વરસાદને કારણે ધોવાઇ ગયા પછી ટુર્નામેન્ટમાંથી બહાર થવાનું જાખમ પાકિસ્તાન સામે આવી ગયું હતું. જા કે તેણે દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ સામે વિજય મેળવીને તેણે જોરદાર વાપસી કરી હતી અને પોતાની આશા જીવંત…
શુક્રવારે અહીં રમાયેલી દક્ષિણ આફ્રિકા- શ્રીલંકા વચ્ચેની મેચમાં જ્યારે રમત શ્રીલંકાની અંતિમ ઓવરોમાં પહોંચી હતી ત્યારે મેદાન પર મધમાખીના ઝુંડનું આગમન થયું હતું અને તેના કારણે તેમનાથી બચવા માટે મેદાન પર હાજર તમામ ખેલાડીઓ અને અમ્પાયરોઍ મેદાનમાં ઉંધા સુઇ જવું પડ્યું હતું. મધમાખીનું ઝુંડ જ્યારે મેદાનમાં આવી પહોંચ્યું ત્યારે ખેલાડીઓ અને અમ્પાયરે ફટાફટ મેદાનમાં ઉંધા સુઇને પોતાનું માથુ નીચે કરી દીધું હતું તેમને અચાનક આમ કરતાં જાઇને સ્ટેડિયમમાં હાજર દર્શકોમાં હાસ્યનું મોજુ ફરી વળ્યું હતું. મધમાખીઓના કારણે બેથી ત્રણ મિનીટ સુધી રમત અટકી હતી.
આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં પ્રવેશ માટે શ્રીલંકા માટે અતિ મહત્વની ઍવી મેચમાં શ્રીલંકાની ટીમે પહેલો દાવ લઇને બેટ્સમેનોના નિરાશાજનક પ્રદર્શનને કારણે 49.3 ઓવરમાં 203 રન બનાવીને ઓલઆઉટ થતા દક્ષિણ આફ્રિકા સામે 204 રનનો લક્ષ્યાંક મુક્યો હતો જેને દક્ષિણ આફ્રિકાઍ કેપ્ટન ડુ પ્લેસિસ અને હાશિમ અમલા વચ્ચેની 175 રનની નોટઆઉટ ભાગીદારીથી 1 વિકેટે કબજે કરી લઇને 9 વિકેટે વિજય મેળવ્યો હતો. મેચમાં 3 વિકેટ લેનાર ડ્વેન પ્રિટોરિયસને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. દક્ષિણ આફ્રિકાઍ ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી હતી. દાવ લેવા ઉતરેલી શ્રીલંકાની ટીમની શરૂઆત ખુબ જ ખરાબ રહી હતી અને મેચના પહેલા બોલે જ…