વર્લ્ડ કપની ૧૯મી મેચમાં વેસ્ટઇન્ડિઝે પહેલા બેટિંગ કરીને નિકોલસ પૂરનની અર્ધસદી છતાં 44.4 ઓવરમાં 212 રને ઓલઆઉટ થઇ હતી અને ઇંગ્લેન્ડ સામે વિજય માટે 213 રનો લક્ષ્યાંક મુક્યો હતો. ઇંગ્લેન્ડ વતી જો રૂટે બોલિંગમાં કમાલ કરીને પછી બેટિંગમાં પણ સદી ફટકારીને ઇંગ્લેન્ડને 33.1 ઓવરમાં જ 8 વિકેટે વિજય અપાવ્યો હતો. ઇંગ્લેન્ડના કેપ્ટન મોર્ગને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યા પછી દાવ લેવા ઉતરેલી વેસ્ટઇન્ડિઝની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ત્રીજી જ ઓવરમાં ઍવિન લુઇસ આઉટ થયો હતો. તે પછી ક્રિસ ગેલ અને શાઇ હોપે 50 રનની ભાગીદારી કરી પણ ગેલ 30 અને હોપ 11 રન કરીને ટુંકાગાળામાં આઉટ થયા ત્યારે…
કવિ: Sports Desk
આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની સૌથી હાઇ પ્રોફાઇલ એવી 16મી જૂને રમાનારી ટીમ ઇન્ડિયા અને તેની પરંપરાગત હરીફ પાકિસ્તાન વચ્ચેની મેચમાં પણ વરસાદ વિલન બને તેવી સંભાવના વ્ય્ક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અહીં સાંજના સમયે વરસાદ ત્રાટકી શકે છે. એ ઉલ્લેખનીય છે કે હાલના વર્લ્ડ કપની ચાર મેચ વરસાદે ધોઇ નાંખી છે, જેમાં ગુરૂવારની ભારત-ન્યુઝીલેન્ડ મેચનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત પાકિસ્તાન અને શ્રીલંકાની પણ એક મેચ ધોવાઇ ગઇ હતી, તેથી હવામાન વિભાગે માન્ચેસ્ટરમાં સાંજના સમયે વરસાદ પડવાની આગાહી કરતાં ક્રિકેટ ચાહકો ચિંતિત થઇ ઉઠ્યા છે. એ ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાનની ટીમ…
ભારતીય ટીમનો ઓપનર શિખર ધવન અંગુઠાના ભાગે થયેલી ઇજાને કારણે 12 દિવસ સુધી ક્રિકેટ રમી શકે તેમ નથી, ત્યારે શુક્રવારે શિખર ઘવને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે એકસરસાઇઝ કરતો જોવા મળે છે. ધવને આ વીડિયો શેર કરવાની સાથે પોતાના તમામ ચાહકોનો શુભકામના માટે આભાર માન્યો હતો. જો કે વીડિયોમાં ધવનના અંગુઠામાં પાટો બાધેલો જોવા મળે છે. You can make these situations your nightmare or use it an opportunity to bounce back. ? Thank you for all the recovery messages from everyone. ? pic.twitter.com/mo86BMQdDA — Shikhar Dhawan (@SDhawan25) June 14, 2019 ધવને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિ્વટર…
વર્લ્ડ કપમાં આજે શુક્રવારે યજમાન ઇંગ્લેન્ડ અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે સાઉધેમ્પ્ટનમાં જ્યારે મેચ રમાશે ત્યારે ઇંગ્લેન્ડ ભૂતકાળની મેચોને ભુલીને વેસ્ટઇન્ડિઝને હળવાશથી લેવાની ભુલ નહીં કરે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઇંગ્લેન્ડની ટીમ માટે વેસ્ટઇન્ડિઝની ટીમ એક સરળ હરીફ રહ્યું છે, પણ વૈશ્વિક ટુર્નામેન્ટમાં જ્યારે બંને ટીમ એકબીજાની સામે આવશે તો ઇયોન મોર્ગનની આગેવાની હેઠળની ટીમ કોઇ જાતની ઢીલ દાખવવાથી દૂર રહેવા માગશે. બંને ટીમોએ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી 3-3 મેચ રમી છે. ઇંગ્લેન્ડ 3માંથી 2 મેચ જીતીને ચાર પોઇન્ટ સાથે ચોથા ક્રમે છે, જ્યારે વેસ્ટઇન્ડિઝની ટીમ 3 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં છઠ્ઠા ક્રમે છે. કેરેબેયિન ટીમ ઘડીના છઠ્ઠા ભાગમાં મેચનું પાસુ પલટાવી દેવામાં સક્ષમ…
નેધરલેન્ડ ડેન બોશમાં ચાલી રહેલા તિરંદાજીની વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશ કરીને ભારતીય પુરૂષ રિર્ક્વ ટીમે અોલિમ્પિક્સ માટેનો પોતાનો ક્વોટા મેળવી લીધો હતો, જા કે મહિલાઓ તેમ કરવામાં નિષ્ફળ રહી હતી. આમ તો ભારતીય પુરૂષ રિકર્વ ટીમે બુધવારે ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવતાની સાથે જ આ ક્વોટા મેળવી લીધો હતો, પણ ગુરૂવારે તેઓઍ મજબૂત ગણાતી નેઘરલેન્ડની ટીમને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. 2005 પછી ભારતીય ટીમ પહેલીવાર ફાઇનલમાં પહોંચી છે અને હવે રવિવારે તેમનો સામનો ચીન સામે છે, જેણે અન્ય ઍક સેમી ફાઇનલમાં કોરિયાને હરાવીને ફાઇનલમાં પહોંચી હતી.
ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોતાના અભિયાનની શરૂઆત વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ 22 ઓગસ્ટથી અહીં 2 ટેસ્ટ મેચની સિરીઝ રમીને કરશે. જો કે ભારતીય ટીમના વેસ્ટઇન્ડિઝ પ્રવાસની શરૂઆત 3 ઓગસ્ટથી ફલોરિડામાં રમાનારી 2 ટી-20 ઇન્ટરનેશનલ મેચથી શરૂ થશે. વેસ્ટઇન્ડિઝના આ પ્રવાસમાં ભારતીય ટીમ 2019માં વિદેશમાં ઍકમાત્ર ટેસ્ટ સિરીઝ રમશે. બંને ટીમ વચ્ચે 2 ટેસ્ટ ઉપરાંત 3 ટી-20 અને 3 વનડે રમાશે. પહેલી ટેસ્ટ ૨૨થી 26 ઓગસ્ટ દરમિયાન અહીંના વિવિયન રિચાર્ડસ મેદાન પર રમાશે. જ્યારે બીજી ટેસ્ટ 30 ઓગસ્ટથી સબીના પાર્ક પર રમાશે. આ ટેસ્ટ મેચોથી આઇસીસીની ટેસ્ટ ચેમ્પિયનશિપની શરૂઆત થશે, જે આગામી 2 વર્ષ સુધી ચાલશે. ક્રિકેટ વેસ્ટઇન્ડિઝના મુખ્ય કાર્યકારી જોની ગ્રેવે…
2018ના અંડર-19 વર્લ્ડકપની ફાઇનલમાં પોતાની જારદાર ઇનિંગ વડે ભારતીય ટીમને જીતાડનાર મનજોત કાલરા પર પોતાની ઉંમર છુપાવવાનો આરોપ મુકાયો છે. કાલરા અને તેના માતા-પિતા પર બોગસ દસ્તાવેજો વડે પોતાની સાચી ઉંમર છુપાવવાનો આરોપ લગાવીને દિલ્હી પોલીસે ચાર્જશીટ દાખલ કરી છે. ઍક અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર મુખ્ય મેટ્રોપોલિટન જસ્ટિસ તીસ હજારી કોર્ટમાં દાખલ ચાર્જશીટ અનુસાર મનજોત કાલરાની સાચી જન્મતારીખ 15 જાન્યુઆરી 1998 છે. જ્યારે બીસીસીઆઇના રેકોર્ડ્સમાં તેની જન્મતારીખ 15 જાન્યુઆરી 1999 છે. જે સમયે ઍફઆઇઆર દાખલ કરાઇ હતી તે સમયે કાલરા સગીર હતો અને તેથી તેના માતા-પિતા રંજીત કૌર અને પ્રવીણ કુમારના નામે ચાર્જશીટ દાખલ કરાઇ હતી. કાલરા ઉપરાંત નગરનિગમના અધિકારીઓ…
અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોઍ આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપને હાલના સમયની સૌથી મહત્વની સ્પર્ધા ગણાવતા કહ્યું હતું કે અબજો લોકોનું ધ્યાન ખેંચનારી આ ટુર્નામેન્ટમાં વિશ્વને બદલી નાખવાની ક્ષમતા છે. બુધવારે યૂઍસઆઇબીસીની ઇન્ડિયા આઇડિયાઝ સમિટમાં સ્થાનિક લોકોને સંબોધન કરતાં પોમ્પિયોઍ આ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે હું સમજી શકું છું કે તમારી વચ્ચે હાલના સમયે સૌથી મહત્વપૂર્ણ વૈશ્વિક સ્પર્ધામાંથી ઍક બાબતે ઘણી મહત્વપૂર્ણ અને વિસ્તૃત ચર્ચા ચાલી રહી છે. ઍવી બાબત જેનામાં વિશ્વને બદલવાની ક્ષમતા છે, મહત્વપૂર્ણ ઇન્ટરનેશનલ સ્પર્ધા જે અબજા લોકોનું ધ્યાન ખેંચી રહી છે અને તે ક્રિકેટ વર્લ્ડ કપ છે.
ગૂગલના ભારતીય મુળના સીઇઓ સુંદર પીચાઇઍ ઍવી આગાહી કરી છે કે આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ2019ની ફાઇનલ ભારત અને યજમાન ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે અને તેઅો ઇચ્છે છે કે વિરાટ કોહલીની આગેવાની હેઠળની ટીમ આ મેચમાં સારું પ્રદર્શન કરીને વિશ્વ વિજેતા બને. પોતાને ઝનૂની ક્રિકેટ ચાહક ગણાવતા ૪૬ વર્ષિય પીચાઇઍ કહ્યુંં હતું કે જ્યારે તેઅો અમેરિકા આવ્યા હતા ત્યારે ક્રિકેટ કરતાં તેમને બેઝ બોલ પડકારજનક ગેમ લાગી હતી. યુઍસઆઇબીસીના અધ્યક્ષા નિશા દેસાઇ બિસ્વાલઍ તેમને પુછેલા સવાલના જવાબમાં તેમણે આ વાત કરી હતી. તેમણે ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમને પણ સારી ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે જ્યારે હું પહેલીવાર અમેરિકા આવ્યો ત્યારે મેં…
વર્લ્ડ કપ 2019માં ગુરૂવારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી મેચ વરસાદે ધોઇ નાંખતા બંને ટીમને 1-1 પોઇન્ટ ફાળવી દેવાયો છે. બંને વચ્ચે ઍક જોરદાર મેચ રમાવાની સંભાવનાને કારણે ક્રિકેટ પ્રશંસકોમાં ખાસ્સો ઉત્સાહ હતો અને ભારતીય ચાહકોનો ઉત્સાહ ચરમસીમાઍ હતો, દિવસ ભર તેઓ મેચ શરૂ થવાની રાહ જોતા રહ્યા પણ વરસાદે તેમની આશાઓ ધોઇ નાંખી અને ભારે ઉત્સાહ સાથે મેચ જોવા માટે પધારેલા ભારતીય ચાહકોને નિરાશા સિવાય કંઇ ન મળ્યું નહોતું. અમ્પાયરોઍ મેદાનનું 3 વાર નિરિક્ષણ કર્યુ પણ મેદાન રમતને લાયક ન હોવાથી અંતે મેચ રદ થયેલી જાહેર થઇ હતી. વર્લ્ડકપ 2019માં ન્યુઝીલેન્ડની આ ચોથી જ્યારે ભારતીય ટીમની આ ત્રીજી મેચ…