ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ની ચૂંટણી 22મી ઓક્ટોબરે થશે. આ અંગેની માહિતી સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત વહીવટદારોની સમિતિ (સીઓએ) દ્વારા મંગળવારે આપવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટની દખલગીરી પછી બીસીસીઆઇના વહીવટ પર સીઓએ ધ્યાન રાખે છે અને તેના અધ્યક્ષ વિનોદ રાય છે. આ ઉપરાંત તેમાં ડાયેના એદલજી અને લેફ્ટનન્ટ જનરલ રવિ થોજ સભ્ય તરીકે સામેલ છે. આ પહેલા તાજેતરમાં જ સીઓએ અધ્યક્ષ વિનોદ રાયે એવા સંકેત આપ્યા હતા કે આગમી 90 દિવસમાં બીસીસીઆઇની ચૂંટણી કરાવી લેવાશે. આ ઉપરાંત તેમણે એવું પણ કહ્યું હતું કે જેવી નવી બોડી વહીવટ સંભાળી લેશે કે તરત જ સીઓએ વહીવટમાંથી હટી જશે. અમે એવું જ કામ…
કવિ: Sports Desk
ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 30મી જૂનથી શરૂ થઇ રહેલા આઇસીસી વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ પ્રબળ દાવેદારોમાંથી એક છે. ભારતીય ટીમની મજબૂતાઇ તેનું ટોપ ઓર્ડર છે, જે વિશ્વમાં સૌથી સારું છે. સાથે જ મિડલ ઓર્ડર પણ મજબૂત જણાય છે, જ્યારે બોલિંગ પણ આક્રમક છે. ટીમનું સુકાન વિરાટ કોહલીના હાથમાં છે અને તેની પાસે ટીમમાં એવા ઘણાં ખેલાડી છે જે એકલા હાથે ટીમને જીતાડી શકે છે. અહીં એવા 3 ખેલાડીઓની વાત કરીએ જે કોહલી અને ટીમ ઇન્ડિયા માટે એક્સ ફેક્ટર સાબિત થઇ શકે છે. કેએલ રાહુલ ભારતીય ટીમમાં રિઝર્વ ઓપનર તરીકે સામેલ કરાયેલા કેએલ રાહુલના આઇપીએલના ફોર્મને ધ્યાને લેતા એવું માની શકાય…
રવિવારે જ્યારે સ્ટાર દોડવીર દુતી ચંદે પોતે સમલૈંગિક હોવાનો ખુલાસો કર્યો ત્યારે બધાનું ધ્યાન તેના એ ખુલાસા પર ખેંચાયું હતું, આ સ્ટાર દોડવીર દેશની એવી પહેલી એથલીટ છે જેણે એવું સ્વીકાર્યું છે કે તે સમલૈંગિક છે. દુતીએ કહી દીધું હતું કે તે તેના ગામની એક છોકરી સાથે રિલેશનશિપમાં છે. દુતીએ એક અંગ્રેજી અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં આ વાત કરી હતી. હાલમાં હૈદરાબાદમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની તૈયારી કરી રહેલી દુતીએ આ મુદ્દે મુક્ત મને વાત કરી હતી અને તેણે એવું સ્પષ્ટ કરી દીધું હતું કે હું યોગ્ય દાખલો બેસાડવા માગું છું અને તેના માટે હું કોઇથી ડરીને પાછી પાની નહીં કરુ. દુતીએ…
સોમવારે અહીં ઇન્ડિયન અોપન બોક્સિંગ ટુર્નામેન્ટમાં આર્જેન્ટીનાના રામોન નિકાનોરને હરાવીને માજી યુવા ચેમ્પિયન સચિન સિવાચે બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો, તો સોનિયા લાઠેરે ચંદ્ર કલા થાપાને ૫-૦થી હરાવીને પોતાનું અભિયાન શરૂ કર્યુ હતું. ૫૭ કિગ્રાની જ કેટેગરીમાં મનીષા મૌને ફિલિપાઇન્સની નેસ્થી પેટોસિઅોને ૪-૧થી હરાવી હતી. જ્યારે ૬૦ કિગ્રાની કેટેગરીમાં શશી ચોપરાઍ ભુતાનની તંડિન ચોડેનને ૫-૦થી હરાવી હતી. આ ઉપરાંત પ્રીતિ બેનીવાલનેને નેપાળની સુનીતા સુનારને ૫-૦થી હરાવી ક્વાર્ટરમાં પ્રવેશ કરી લીધો હતો. જ્યોતિ ગુલિયા અને અનામીકા પણ જીતીને ક્વાર્ટરમાં પ્રવેશી છે.
બોકિસંગમાં 6 વારની વર્લ્ડ ચેમ્પિયન ઍમસી મેરીકોમ સોમવારે અહીં શરૂ થયેલી ઇન્ડિયન ઓપન બોક્સિંગ ટુર્નામેન્ટના બીજા સેશનની સેમી ફાઇનલમાં 51 કિગ્રાની કેટેગરીમાં ઍશિયન ચેમ્પિયનશિપની બ્રોન્ઝ મેડલિસ્ટ નિખત ઝરીન સાથે સામસામે આવી શકે છે. રવિવારે જારી થયેલા ડ્રોને ધ્યાને લેતા ઍશિયન ગેમ્સના ગોલ્ડ મેડલિસ્ટ અમિત પંઘાલ 52 કિગ્રાની કેટેગરીમાં સરળતાથી ફાઇનલમા પહોંચી શકે છે. જ્યાં તેનો સામનો ઍશિયન ગેમ્સના સિલ્વર મેડલિસ્ટ ફિલિપાઇન્સના રોગેન સિઍગા લાદોન સાથે થઇ શકે છે. ડ્રોમાં ઓછા ખેલાડી હોવાના કારણે 10 ભારતીય બોક્સરોને સીધો સેમી ફાઇનલમાં પ્રવેશ મળતા તેમના મેડલ પાકાં થયા છે. જેમાં 6 પુરૂષ અને 4 મહિલા બોક્સર સામેલ છે. બ્રજેશ યાદવ અને સંજય 81…
ભારતીય મહિલા હોકી ટીમે ત્રણ મેચની દ્વિપક્ષિય સિરીઝની પહેલી મેચમાં યજમાન દક્ષિમ કોરિયાને 2-1થી હરાવ્યું હતું. ભારતીય ટીમની યુવા સ્ટ્રાઇકર લાલરેમ્સિયામીઍ 20મી અને નવનીત કૌરે 40મી મિનીટમાં ગોલ કર્યા હતા, જ્યારે યજમાન ટીમ વતી શેમન હેઝેયોંગે ઍકમાત્ર ગોલ 48મી મિનીટમાં કર્યો હતો. આ વર્ષની શરૂઆતમાં સ્પેન અને મલેશિયા સામે પ્રભાવક પ્રદર્શન કરનારી ભારતીય ટીમની શરૂઆત મજબૂત રહી હતી અને પહેલા ક્વાર્ટરમાં ઍક પેનલ્ટી કોર્નર ફેલ ગયા પછી 20મી મિનીટમાં લાલરેમ્સિયામીના ફિલ્ડ ગોલથી ભારતીય ટીમે સરસાઇ મેળવી લીધી હતી. તે પછી નવનીત કૌરે 40મી મિનીટમાં ઍ સરસાઇને ડબલ કરી દીધી હતી. દક્ષિણ કોરિયાને મેચમાં 5 પેનલ્ટી કોર્નર મળ્યા અને અંતિમ ક્વાર્ટરમાં…
૩૦મી મેથી ઇંગ્લેન્ડમાં શરૂ થઇ રહેલા ક્રિકેટના મહાકુંભની શરૂઆત પહેલા તમામ ટીમો પર નજર નાંખવામાં આવે તો ટીમ ઇન્ડિયાથી લઇને અફઘાનિસ્તાન સુધીની તમામ ૧૦ ટીમમાં બેથી લઇને ચાર ઍવા સારા ઓલરાઉન્ડર્સ છે જે આ વર્લ્ડ કપમાં પોતાની ટીમ માટે હુકમનો ઍક્કો સાબિત થઇ શકે તેમ છે. વર્લ્ડ કપ માટે ૧૫ સભ્યોની ટીમ પસંદ કરતી વખતે તમામ દેશના પસંદગીકારોઍ ઓલરાઉન્ડર પર વધુ ધ્યાન આપ્યું છે. ભારતીય પસંદગીકારોઍ પણ છેલ્લા કેટલાક સમયથી ચોથા ક્રમે બેટિંગ કરતાં અંબાતી રાયડુ કરતાં વધુ મહત્વ આપીને વિજય શંકરને ટીમમાં સામેલ કર્યો છે. ભારતીય ટીમમાં શંકર, જાદવ અને જાડેજાની સાથે હાર્દિક જેવો ગેમ ચેન્જર સામેલ ભારતીય ટીમમાં જા…
ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 30મી મેથી શરૂ થઇ રહેલા આઇસીસી વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાની ક્રિકેટ બોર્ડે ટીમમાં ત્રણ મોટા ફેરફાર કર્યા અને ઝડપી બોલર મહંમદ આમિર પછી મિડલ ઓર્ડર બેટ્સમેન આસિફ અલી અને ઝડપી બોલર વહાબ રિયાઝનો વર્લ્ડ કપ માટેની ટીમમાં સમાવેશ કરાયો છે. ગત મહિને પસંદ કરાયેલી 15 સભ્યોની ટીમમાંથી જુનેદ ખાન, ફહીમ અશરફ અને આબિદ અલીને બહાર મુકીને આ ત્રણને સમાવાયા છે. પાકિસ્તાની ટીમમાં વહાબ રિયાઝ પાછો ફર્યો તે સમાચાર થોડા ચોંકાવનારા તો છે જ, કારણ બે વર્ષના લાંબા ગાળા પછી તેની ટીમમાં વાપસી થઇ છે. વહાબે અંતિમ વનડે 4 જૂન 2017ના રોજ ભારતીય ટીમ સામે ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમી…
ભારતના યુવા ટેબલ ટેનિસ ખેલાડીઓ જોરદાર પ્રદર્શન કરીને રવિવારે બેંગકોકમાં એસઇટી થાઇલેન્ડ જૂનિયર એન્ડ કેડેટ ઓપનમાં ચાર બ્રોન્ઝ મેડલ જીતી લીધા હતા. ઓસિક ઘોષ અને આશિષ જૈને બોયઝ સિંગલ્સમા, સયાની પાંડાએ ગર્લ્સ સિંગલ્સમા અને જૂનિયર બોયઝ ટીમના મનિષ શાહ તેમજ રીગન અલ્બુક્વેર્ક અને દીપ્તિ પાટિલે ટીમ તરીકે જોરદાર પ્રદર્શન કરીને સેમી ફાઇનલમાં પોતાનું સ્થાન પાકું કર્યું હતું, પણ અંતિમ ચારની મેચમાં પરાજયને કારણે તેમણે બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. ઓસિકે હોંગકોંગના પ્રતિભાશાળી ખેલાડી માસા હિકો યાનને ક્વાર્ટર ફાઇનલમાં 3-1થી હરાવ્યો હતો, પણ તે સેમી ફાઇનલમાં સિંગાપોરના તાન નિકોલસ સામે 1-3થી હાર્યો હતો. આશિષે પણ થાઇલેન્ડના વોરાસેટ બી સામે 3-0થી…
પાકિસ્તાનનો બેટ્સમેન આસિફ અલી જ્યારે ઇંગ્લેન્ડ સામે લીડ્સમાં પાંચમી વનડે રમી રહ્યો હતો ત્યારે તેને પોતાની બે વર્ષની પુત્રીના નિધનના સમાચાર મળ્યા હતા. આસિફ અલી પુત્રીના નિધનને કારણે હવે ઇંગ્લેન્ડથી પાકિસ્તાન પરત ફરશે. આસિફ અલીની પુત્રી કેન્સરની બિમારીથી પિડાતી હતી અને તેની સારવાર અમેરિકામાં ચાલી રહી હતી. ISLU family pays its deepest condolences to @AasifAli2018 on the tragic loss of his daughter. Our thoughts and prayers go out to Asif & his family. Asif is a great example of strength & courage. He is an inspiration to us. — Islamabad United (@IsbUnited) May 19, 2019 પાકિસ્તાની સુપર લીગમાં આસિફ અલીની…