Author: Sports Desk

Bravo

વેસ્ટઇન્ડિઝ ક્રિકેટ ટીમમાંથી નિવૃત્તિ લીધી હોવા છતાં વર્લ્ડ કપ 2019 માટે માજી કેપ્ટન ડ્વેન બ્રાવોને રિઝર્વ ખેલાડીઓની યાદીમાં રખાયો છે. ક્રિકેટ વેસ્ટઇન્ડિઝે બ્રાવોની સાથોસાથ ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડને પણ આ યાદીમાં સામેલ કર્યો છે. આઇપીઍલમાં ચેન્નઇ સુપર કિંગ્સ વતી રમતા બ્રાવોઍ અંતિમ વનડે અોક્ટોબર 2014માં રમી હતી અને ૨૦૧૬માં તેણે વેસ્ટઇન્ડિઝ વતી અંતિમ ટી-20 રમી હતી. બ્રાવો કેપ્ટન હતો ત્યારે જ 2014માં વેસ્ટઇન્ડિઝની ટીમ પોતાના બોર્ડ સાથેના મતભેદના કારણે ભારત પ્રવાસ અધવચ્ચેથી પડતો મુકીને સ્વદેશ પરત ફરી હતી. પોલાર્ડે પોતાની અંતિમ વનડે 2016માં પાકિસ્તાન સામે અબુધાબીમાં રમી હતી. જ્યારે ટી-20માં તેણે ગતવર્ષે નવેમ્બરમાં ભારત સામે વેસ્ટઇન્ડિઝનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. આ બે…

Read More
England win

પાકિસ્તાન સામેની સિરીઝની પાંચમી વનડેમાં જો રૂટ અને ઇયોન મોર્ગનની અર્ધ સદી પછી ક્રિસ વોક્સની ઘાતક બોલિંગને પગલે ઇંગ્લેન્ડે લીડ્સમાં પાકિસ્તાનને 54 રને હરાવીને સતત ચાર વનડે જીતીને સિરીઝ 4-0થી જીતી લીધી હતી. આ સિરીઝની પ્રથમ વનડે વરસાદને કારણે ધોવાયા પછી બાકીની ચારેય મેચમાં ઇંગ્લેન્ડે પાકિસ્તાનને એકપણ તક આપી નહોતી. પાંચમી વનડેમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને રૂટ તેમજ મોર્ગનની અર્ધ સદીના કારણે નિર્ધારિત 50 ઓવરમાં 9 વિકેટના ભોગે 351 રનનો સ્કોર બનાવ્યો હતો. 352 રનના સ્કોરનો પીછો કરતાં પાકિસ્તાને 6 રનના સ્કોર પર જ બે વિકેટ ગુમાવી દીધી હતી. જો કે તે પછી બાબર…

Read More
England

ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમે લીડ્સમાં રમાયેલી પાંચમી વનડેમાં પાકિસ્તાનને 54 રને હરાવીનેં પાંચ મેચની સિરીઝ 4-0થી જીતી લીધી છે, આ સિરીઝની પ્રથમ મેચ વરસાદને કારણે રદ થઇ ગઇ હતી. પાકિસ્તાન વિરુદ્ધ આ સિરીઝમાં ઇંગ્લેન્ડના ખેલાડી જોરદાર બેટિંગ કરીને ઘણાં રન બનાવ્યા અને તેના કારણે ઇંગ્લીશ ટીમે એક સિરીઝમાં સર્વાધિક રન કરવાનો ભારતીય ટીમનો 10 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. પાકિસ્તાન વિરુદ્ધ જોરદાર અંદાજમાં રમીને ઇંગ્લેન્ડે 4 મેચમાં કુલ મળીને 1424 રન બનાવ્યા હતા અને આમ કરીને એક સિરીઝમાં સર્વાઘિક રન કરવાનો રેકોર્જડ પોતાના નામે કરી લીધો હતો. આ પહેલા આ રેકોર્ડ ટીમ ઇન્ડિયાના નામે હતો. ટીમ ઇન્ડિયાએ 2009માં શ્રીલંકા વિરુદ્ધની…

Read More
Nadal

રોલા ગેરો પર શરૂ થનારી વર્ષની બીજી ગ્રાન્ડસ્લેમ પહેલા પ્રેકિટસની દૃષ્ટિઍ મહત્વની ઍવી ઇટલી ઓપન ટેનિસ ટુર્નામેન્ટની પુરૂષ વિભાગની ફાઇનલમાં આજે અહીં સ્પેનના સ્ટાર ખેલાડી અને દ્વિતિય ક્રમાંકિત રાફેલ નડાલે વર્લ્ડ નંબર વન નોવાક જોકોવિચેને 6-0, 4-6, 6-1થી હરાવીને પોતાનું ટાઇટલ જાળવી રાખીને ચેમ્પિયન બન્યો હતો. મેચ દરમિયાન નડાલે પહેલા સેટથી જ પ્રભુત્વ જમાવી દીધું હતું અને તેણે પહેલો સેટ કોઇપણ જાતના સંઘર્ષ વગર 6-0થી જીતી લીધો હતો. બીજા સેટમાં સર્બિયાના જોકોવિચે વળતો પ્રતિકાર કરીને ઍ સેટ 6-4થી જીતી લઇને મેચને ત્રીજા સેટમાં ખેંચી હતી. જો કે ત્રીજા સેટમાં પણ જાણે કે પહેલા સેટનું પુનરાવર્તન થયું હોય તેમ નડાલને કોઇ…

Read More
Gambhir

વર્લ્ડ કપ આડે હવે જ્યારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ટીમ ઇન્ડિયાના માજી ઓપનર ગૌતમ ગંભીરે ઍક ચોંકાવનારી ભવિષ્યવાણી કરતાં કહ્યું હતું કે વર્લ્ડકપની ફાઇનલમાં ઍક ટીમ અોસ્ટ્રેલિયા હશે ઍ નક્કી છે, બીજી ટીમ તરીકે ફાઇનલમાં ઇંગ્લેન્ડ અથવા ટીમ ઇન્ડિયામાંથી કોઇ ઍક હોઇ શકે છે, પણ અોસ્ટ્રેલિયા ફાઇનલ રમશે ઍ નક્કી છે. તેણે વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે પણ અોસ્ટ્રેલિયાને ફેવરિટ ગણાવ્યું હતું. ગંભીરને જ્યારે વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે પ્રબળ દાવેદાર અંગે પુછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયા મારી મનગમતી ટીમ છે, તે ચોક્કસ ફાઇનલ રમશે અને ફાઇનલમાં તેની સ્પર્ધક તરીકે હું બે ટીમને પસંદ કરુ છું ઍક…

Read More
Yuvraj

મર્યાદિત ઓવરોની મેચમાં ભારતના સૌથી સફળ ક્રિકેટરોમાંથી ઍક યુવરાજ સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો ગંભીરતાથી વિચાર કરી રહ્યો છે અને આઇસીસી દ્વારા મંજૂર વિદેશી ટી-૨૦ લીગમાં ફ્રીલાન્સ ક્રિકેટર તરીકે રમી શકે છે. પંજાબના ડાબોડી હાથના બેટ્સમેન બીસીસીઆઇ પાસેથી મંજૂરી મળ્યા પછી અંતિમ નિર્ણય કરશે. ઍવું માનવામાં આવી રહ્યું છે કે યુવરાજે સ્વીકારી લીધું છે કે હવે ભારત વતી રમવાની તેના માટે સંભાવના નથી. આ બાબતે માહિતી ધરાવનારા બીસીસીઆઇના સૂત્રઍ રવિવારે જણાવ્યું હતું કે યુવરાજ સિંહ ઇન્ટરનેશનલ અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો વિચાર કરી રહ્યો છે. બીસીસીઆઇ સાથે તેની વાત કરવા અને જીટી-૨૦ (કેનેડા), આયરલેન્ડમાં યુરો ટી-૨૦ સ્લેમ અને હોલેન્ડમાં…

Read More
dutee chand

પોતાની યુવા સંબંધી સાથે સમલૈંગિક સંબંધ હોવાનો ખુલાસો કરનારી સ્ટાર દોડવીર દુતી ચંદનો આ સંબંધ તેનો પરિવાર સ્વીકારે તે સામે મોટો પડકાર છે. દુતીના માતા-પિતાઍ અત્યાર સુધી આ સંબંધ સામે કોઇ વાંધો નથી ઉઠાવ્યો પણ તેની મોટી બહેને વાંધો ઉઠાવીને તેને પરિવારમાંથી બહાર કાઢી મુકીને જેલમાં મોકલવાની ધમકી આપી છે. ૨૩ વર્ષની દુતી વિશ્વના ઍવા ગણતરીના ખેલાડીઓમાં સામેલ છે જેમણે પોતે સમલૈîગિક સંબંધ હોવાનું સ્વીકાર્યુ છે. તેણે કહ્યું હતું કે તેના પરિવારમાં તેની મોટી બહેનનું ખાસ્સું પ્રભુત્વ છે. તેણે મારા મોટાભાઇને ઘરમાંથી કાઢી મુક્યો હતો. કારણકે તેને તેની પત્ની ગમતી નહોતી. તેણે મને પણ ધમકી આપી છે કે મારી સાથે…

Read More
dutee chand 2

ભારતની સ્ટાર દોડવીર અને ૧૦૦ મીટરની દોડમાં નેશનલ રેકોર્ડ હોલ્ડર દુતી ચંદે પોતાના જીવનસાથી અંગે ખુલાસો કર્યો છે. ઍશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનારી દુતીઍ કહ્યું હતું કે હું મારા પોતાના શહેરની ઍક મહિલા મિત્ર સાથે રિલેશનશિપમાં છું દુતીનું ગામ ઓડિશાના ચાકા ગોપાલપુર છે અમને જાજપુર જિલ્લામાં તેના માતા-પિતા વણકર છે. ભારતની આ સ્ટાર સ્પ્રિન્ટર ૧૦૦ મીટર, ૨૦૦ મીટર અને ૪ બાય ૪૦૦ મીટર રેસમાં ભાગ લે છે. દુતી ચંદે ઍક અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે મેં મારો હમસફર શોધી કાઢ્યો છે. તેણે વધુમાં કહ્યું હતું કે મને લાગે છે કે દરેકને ઍ આઝાદી હોવી જાઇઍ કે જેની સાથે…

Read More
World Cup

લંડન : આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપની શરૂઆત થવા આડે હવે બે અઠવાડિયાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. ત્યારે આઇસીસી દ્વારા આ વખતના વર્લ્ડ કપ માટેની પ્રાઇઝ મનીની જાહેરાત કરવામાં આવી છે. આઇસીસીની જાહેરાત અનુસાર આ વખતની વર્લ્ડ ચેમ્પિયન થનારી ટીમને 40 લાખ ડોલર એટલે કે 28.06 કરોડ રૂપિયા ઇનામી રકમ તરીકે મળશે, આ રકમ આ ટુર્નામેન્ટના ઇતિહાસની અત્યાર સુધીની સૌથી મોટી પ્રાઇઝ મની છે. આઇસીસીના ઍક નિવેદન અનુસાર આ ટુર્નામેન્ટની કુલ ઇનામી રકમ 1 કરોડ ડોલર હશે. જેમાં ચેમ્પિયન્સ ટીમના 40 લાખ ડોલર ઉપરાંત રનર્સ અપ ટીમને 20 લાખ ડોલર ઍટલેકે 14.03 કરોડ રૂપિયા આપવામાં આવશે, જ્યારે સેમી ફાઇનલમાં…

Read More
Hardik

નવી દિલ્હી : આઇપીઍલની 12મી સિઝન પુરી થઇ અને ઍકંદરે વર્લ્ડ કપ પહેલાની આ ટુર્નામેન્ટ ભારતીયો માટે સારા સમાચાર લઇને આવી છે. આ ટુનાર્મેન્ટમાં ઍક તરફ હાર્દિક પંડ્યા અને કેઍલ રાહુલે મેદાન બહારના વિવાદોને પાછળ મુકીને જોરદાર પ્રદર્શન કરીને પોતાનું ફોર્મ પાછું મેળવી લીધું છે. તો વળી બીજી તરફ ડેવિડ વોર્નર અને આન્દ્રે રસલે જેવા ખેલાડીઓઍ પોતાની વિસ્ફોટક બેટિંગ વડે હરીફ ટીમો સામે ખતરાની ઘંટડી વગાડી દીધી છે. બધા લોકો જ્યારે કુલદીપ યાદવ અને યજુવેન્દ્ર ચહલ વિશે વાત કરતાં હતા ત્યારે 40 વર્ષના ઇમરાન તાહિરે ઉંમર માત્ર ઍક આંકડો હોવાનું પુરવાર કરતાં પોતાની સ્પિન કળાનો ઝંડો જોરદાર લહેરાવી દીધો છે.…

Read More