સરકાર આગામી સપ્તાહમાં આ અંગે નિર્ણય લઈ શકે છે. એવી અપેક્ષા છે કે સરકાર DA/DRમાં 4% વધારો કરશે. ડીએ અને ડીઆરમાં આ વધારો જાન્યુઆરી 2023 થી જૂન 2023 સુધી એટલે કે પ્રથમ અર્ધવાર્ષિક ગાળા માટે હશે.
કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થું/રાહત (DA/DR)ની રાહ જોવાઈ રહી છે. એવો અંદાજ છે કે સરકાર આગામી સપ્તાહમાં આ અંગે નિર્ણય લઈ શકે છે. એવી અપેક્ષા છે કે સરકાર DA/DRમાં 4% વધારો કરશે. ડીએ અને ડીઆરમાં આ વધારો જાન્યુઆરી 2023 થી જૂન 2023 સુધી એટલે કે પ્રથમ અર્ધવાર્ષિક ગાળા માટે હશે. જો કે, આવો જાણીએ વધારો કર્યા બાદ કર્મચારીઓને કેટલો પગાર મળશે.
કેટલો થશે પગાર વધારોઃ 4%ના DA વધારા સાથે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં મોટો વધારો થશે. ધારો કે કેન્દ્ર સરકારના કર્મચારીનો મૂળ પગાર 25500 રૂપિયા પ્રતિ માસ છે. હાલમાં 38 ટકાના દરે ડીએ 9690 રૂપિયા થાય છે. હવે જો તેમાં 4%નો વધારો થશે તો તે 42% DA થશે. જો આપણે રકમ જોઈએ તો તે 10,710 રૂપિયા થાય છે. તદનુસાર, DAમાં રૂ.10710 – રૂ.9690 = રૂ.1020નો વધારો થશે.
મોંઘવારી રાહતમાં વધારો: એ જ રીતે, નિવૃત્ત કેન્દ્રીય કર્મચારીની ડીઆર એટલે કે મોંઘવારી રાહતમાં વધારો થશે. આ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે લાગુ પડતા ડીએ સમાન છે. મોંઘવારી રાહતમાં પણ ટૂંક સમયમાં 4 ટકાનો વધારો થવાની સંભાવના છે. ડીઆરમાં વધારો થવાથી કેન્દ્ર સરકારના પેન્શનરોના માસિક પેન્શનમાં વધારો થશે.
ધારો કે દર મહિને મૂળભૂત પેન્શન રૂ. 35,400 છે. વર્તમાન 38% DR પર, પેન્શનરને રૂ. 13,452 મળે છે. જો DR વધીને 42 ટકા થશે તો દર મહિને 14,868 રૂપિયા મળશે. આ પ્રમાણે પેન્શનની રકમમાં દર મહિને 1416 રૂપિયાનો વધારો થશે.