જામજોધપુરમાં ભાજપના ઉમેદવારને ગ્રામજનોના રોષનો ભોગ બનવો પડ્યો ચીમન સાપરિયા વિલા મોઢે પરત ફર્યા

0
65

રાજ્યમાં ચૂંટણીટાણે તમામ રાજકીય પાર્ટીઓ દ્રારા ધૂમ પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યુ છે. તમામ રાજ્કીય પાર્ટીઓ પોતા- પોતાની રીતે ગુજરાત કબ્જે કરવા એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે આ વખતે ચૂંટણીને લઇને હવે ગામે ગામના મતદારો પણ જાગૃત જોવા મળી રહ્યા છે અને નિષ્ક્રિય ધારાસભ્ય હોય કે પછી નેતાઓ તેમની સામે સવાલોનો મારો ચલાવી 5 વર્ષની કામગીરી અંગે હિસાબો માગી રહ્યા છે આ વખતે કોંગ્રેસ તો ઠીક ભાજપના નેતાઓ સામે પણ હવે જનતા આક્રોશ વ્યકત કરી છે

જામનગરના જામજોઘપુરમાં આવેલા ગોવાણાગામમાં ભાજપના ઉમેદવાર ચીમન સાપરિયાનો વિરોધ થયો હતો વિકાસના મુદ્દે ગ્રામજનો હોબાળો મચાવતા ભાજપના ઉમેદવારને સભા છોડી ભાગવું પડ્યુ હતું આ અંગે ગ્રામજનોએ કહ્યુ કે ચૂંટણી સમયે તમામ નેતાઓ વચન આપીને જાય છે અને મત લઇ લે છે પરંતુ કોઇ વચન પૂર્ણ કરતો નથી આગાઉ પણ આપેલા વચનોમાંથી એકપણ વચન પૂર્ણ નથી થયો જેને લઇ ગ્રામજનોએ રોષ વ્યકત કર્યો હતો આ વખતે ચૂંટણી એક નવી વસ્તુ જોવા મળી રહી છે એ છે કે હવે જનતા પોતાના નેતાઓથી સવાલ કરતી બની છે અને નેતાઓને શાન ઠેકાણે લાવી રહી છે