કોંગ્રેસના કાદાવર નેતા પી ચિદમ્બરમના ચૂંટણી પંચ અને સરકાર પર કર્યા પ્રહાર

0
64

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઇ રાષ્ટ્રીય નેતાઓની અવર-જવર પણ ગુજરાત તરફ વધી છે એક બાદ એક દિગ્ગજ નેતાઓ ગુજરાતનો પ્રવાસો ખેડી રહ્યા છે અને સભાઓ ગજવી પોતા પોતાની પાર્ટીનું પ્રચાર પ્રસાર કરી રહ્યા છે આજે દેશના પૂર્વ નાણાંમંત્રી અને કોંગ્રેસના પીઢ નેતા પી ચિદમ્બરમાં ગુજરાતની મુલાકાતે છે

 

જયાં તેઓએ અમદાવાદ ખાતે સ્થિત ગુજરાત પ્રદેશ પ્રદેશ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા તેમજ મોરબી દુર્ધટના અને ચૂંટણીપંચને લઇ સરકાર પર નિશાનો સાંધ્યો હતો જેમાં તેમણે કહ્યુ કે હિમાચલ પ્રદેશ અને ગુજરાતની ચૂંટણી જાહેર થવી જોઇતી હતી પંરતુ ચૂંટણી પંચ ભાજપને સપોર્ટ કરી રહ્યો છે અને ભાજપ સરકારના ઇશારે ચૂંટણીપંચ કામ કરી રહ્યુ હોવાનું પણ આરોપ લગાવ્યુ હતું તેમજ મોરબીમાં બનેલી દુર્ઘટનાને પણ માનવસર્જિત ગણાવી હતી અને મોરબી બ્રિજ તૂટવાની દુર્ઘટનાને તેમણે શરમજનક ગણાવી હતી