ભારતે ઈંગ્લેન્ડને આપ્યો 169 રનનો ટાર્ગેટ, વિરાટ-હાર્દિકે બતાવી પોતાની તાકાત

0
71

T20 વર્લ્ડ કપ-2022 ની બીજી સેમી ફાઈનલ મેચ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે એડિલેડ ઓવલ મેદાન પર રમાઈ રહી છે. ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. જે પણ ટીમ જીતશે તે ટાઇટલ મેચમાં પ્રવેશ કરશે જ્યાં તેનો મુકાબલો પાકિસ્તાન સાથે થશે. પાકિસ્તાને પ્રથમ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.

ઓપનર રોહિત શર્માની કપ્તાનીમાં રમી રહેલી ભારતીય ટીમે ગ્રૂપ-2માં ટોચના સ્થાને રહીને સુપર-12 રાઉન્ડની સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો હતો, જ્યારે ઈંગ્લેન્ડે ગ્રુપ-1માં બીજા સ્થાને ક્વોલિફાય કર્યું હતું. ટીમ ઈન્ડિયા સુપર-12 રાઉન્ડમાં માત્ર એક મેચ હારી અને 4 મેચ જીતી. તેનો એકમાત્ર પરાજય દક્ષિણ આફ્રિકા સામે થયો હતો. આ સાથે જ ઈંગ્લેન્ડે 5માંથી 3 મેચ જીતી અને એકમાં હારનો સામનો કરવો પડ્યો. ઈંગ્લેન્ડની અફઘાનિસ્તાન સામેની મેચ વરસાદના કારણે રદ થઈ હતી.