‘આપ’ની સરકાર બન્યા બાદ ગુજરાતમાંથી લાઇસન્સ રાજને બંધ કરવામાં આવશે: ગોપાલ ઈટાલિયા

0
22

‘આપ’ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ સુરેન્દ્રનગરમાં વેપારીઓ સાથે સંવાદ કર્યો.

વેપારીઓની સમસ્યા સાંભળવા માટે આમ આદમી પાર્ટી દ્વારા દરેક જિલ્લામાં વેપારી સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

‘આપ’ની સરકાર બન્યા બાદ ગુજરાતમાંથી લાઇસન્સ રાજને બંધ કરવામાં આવશે: ગોપાલ ઈટાલિયા

દિલ્હીની જેમ ગુજરાતમાં પણ રેડ રાજ અને હપ્તા ખોરી ખતમ કરવામાં આવશે: ગોપાલ ઈટાલિયા

અરવિંદ કેજરીવાલજીએ વેપારીઓ માટે ગેરંટી આપી છે કે વેપારીઓને સન્માન આપવામાં આવશે: ગોપાલ ઇટાલિયા

આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ વેપારીઓમાં ડરનો માહોલ ખતમ કરીશું: ગોપાલ ઇટાલિયા

આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ GST અને VATના રિફંડ ક્લીઅર કરવામાં આવશે: ગોપાલ ઇટાલિયા

સરકારી ઓફિસે કે GST ઓફિસે એવા વ્યક્તિની વ્યવસ્થા કરવામાં આવશે જે વેપારીઓને કાયદાકીય કામોમાં મદદ કરે: ગોપાલ ઇટાલિયા

દરેક વર્ગની સમસ્યાઓ જાણવામાં આવે, એવું કલ્ચર ફક્ત અરવિંદ કેજરીવાલજી લાવ્યા છે: ગોપાલ ઈટાલિયા

ખરાબ નિયતના રાજનેતાઓના કારણે દેશને ખૂબ જ નુકસાન થયું છે: ગોપાલ ઇટાલિયા

અમદાવાદ/સુરેન્દ્રનગર/ગુજરાત

આમ આદમી પાર્ટી ખોટા વાયદાઓ આપવામાં નહિ પરંતુ ગેરંટી આપીને તેને સમયસર જનતાની સુવિધા માટે પુરી કરવામાં વિશ્વાસ રાખે છે. દરેક ક્ષેત્ર પ્રમાણે વેપારીઓએ પણ અલગ અલગ સમસ્યાઓ અનુભવવી પડતી હોય છે. બીજી પાર્ટીઓ આવે છે, ખોટા વાયદાઓ કરે છે અને જનતાને લૂંટીને જતી રહે છે. કોઈ સામે આવીને જનતાને પોતાની સમસ્યાઓ રજૂ કરવાનો મોકો આપતું નથી. પરંતુ આ કુપ્રથા આમ આદમી પાર્ટીએ બંધ કરી છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતના દરેક જિલ્લામાં જઈને વેપારીઓની સમસ્યા જાણવાની નવી મુહિમ શરુ કરી છે. આ મુહિમને આગળ વધારવા માટે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા સમગ્ર ગુજરાતના વેપારીઓને મળીને તેમની સાથે વાતચીત કરશે અને તેમની સમસ્યાઓ જાણશે. આ કાર્યક્રમને રોકવા માટે પણ ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. છતાંય આમ આદમી પાર્ટી ક્યાંય થોભી નથી. આ અનુક્રમે વેપારી સાથે સંવાદ અંતર્ગત સુરેન્દ્રનગરમાં ટાઉન હોલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક વ્યક્તિ સુધી પહોંચવા માટે અને તેમના વિચારો જાણવા માટે આમ આદમી પાર્ટીએ સતત એક મહિના સુધી ગુજરાતના દરેક શહેરમાં વેપારી સંવાદનું આયોજન કર્યું છે.

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા એ વેપારીઓને સંબોધતા જણાવ્યું કે અત્યાર સુધી આપણે બધાએ ભાજપને મત આપ્યો. ઘણા બધા લોકો એવું કહે છે કે એમણે ભાજપને મત નથી આપ્યો પરંતુ મારું માનવું છે કે મત ભાજપને આપ્યો હોય કે કોંગ્રેસને અંતમાં તો બધું એકનું એક જ છે. કોંગ્રેસને આપેલો મત પણ આખરે ભાજપમાં જ જાય છે. એટલે કે ભાજપને મજબૂત બનાવવામાં બધા લોકોએ ભૂમિકાને નિભાવી છે. 27 વર્ષની સરકારમાં ઘણા લોકો મંત્રી, મુખ્યમંત્રી બન્યા પણ આજ દિન સુધી કોઈપણ વ્યક્તિ પ્રજાની પીડા સાંભળવા માટે સામે આવ્યું નથી. ભાજપમાં બેઠેલા લોકોને ક્યારેય પણ એવું લાગ્યું નહીં કે લોકોની પીડાની બે વાતો સાંભળવી જોઈએ. પણ આ બધાથી આગળ જઈને આમ આદમી પાર્ટીએ એક નવા પ્રકારની રાજનીતિ શરૂ કરી છે. આમ આદમી પાર્ટી જન સંવાદ કાર્યક્રમ થકી ગુજરાતના દરેક જિલ્લાના વેપારીઓ સાથે સીધી વાતચીત કરી રહી છે. જેના કારણે ગુજરાતના વેપારીઓની જે મુખ્ય સમસ્યાઓ હોય તેને જાણી શકાય અને તેનું સમાધાન લાવી શકાય.

આપણા દેશમાં ભણેલા ગણેલા યુવાનોની કોઈ અછત નથી દુનિયાભરના દેશોની અંદર ભારતના લોકો મોટી મોટી કંપનીઓના સીઈઓ બની રહ્યા છે. આનાથી સાબિત થાય છે કે આપણા યુવાનોની અંદર ખૂબ જ સારી આવડત છે, મહેનત કરવાનું ઝનૂન છે. પણ કમી છે તો ફક્ત આપણા દેશના નેતાઓની અંદર સારી નિયતની. આપણા દેશના નેતાઓની અંદર સારી નિયત ન હોવાના કારણે આજે દેશના ટેલેન્ટેડ યુવાનો દેશ છોડીને વિદેશમાં જઈને પોતાનું ટેલેન્ટ બતાવી રહ્યા છે. આજે આઝાદીના 75 વર્ષ પૂરા થયા છે અને વિકાસની મોટી મોટી વાતો કરી રહ્યા છે પણ હકીકત તો એ છે કે ગુજરાતમાં PCBની સર્કિટ પણ બનતી નથી એ પણ આપણે ચાઇના થી મંગાવી પડે છે તો આ બહુ શરમજનક બાબત છે.

એટલા માટે આપણે હવે બદલાવ લાવવાની જરૂરત છે. અત્યાર સુધી આપણી પાસે વિકલ્પ ન હતો એટલા માટે અડધા લોકો કોંગ્રેસને અને અડધા લોકો ભાજપને વોટ આપતા હતા. પણ આ વખતે ગુજરાતની પ્રજા પાસે એક ઈમાનદાર વિકલ્પ મોજુદ છે. જો આપણે સાથે મળીને કોઈ બદલાવ લાવીશું તો આખા ગુજરાતની તમામ સમસ્યાઓનું સમાધાન જરૂર આવશે.

ગુજરાતમાં છેલ્લા કેટલા સમયથી જે બેફામ શાસન બન્યું છે એના કારણે વેપારીઓને ત્રણ પ્રકારની મુખ્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. પહેલી મુશ્કેલી છે લાયસન્સ રાજ. વેપાર કરવા માટે આ લાઇસન્સ અને પેલું લાયસન્સ એમ કરીને વેપારીને અહીંથી ત્યાં દોડાવવામાં આવે છે અને દુનિયાભરના લાયસન્સોના કારણે વેપારીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે એટલા માટે જ અરવિંદ કેજરીવાલજીએ સંકલ્પ લીધો છે કે ગુજરાતમાંથી લાઇસન્સ રાજને ખતમ કરવામાં આવશે.

બીજી મુશ્કેલી છે રેડ રાજ. જો કોઈ માણસ અવાજ ઉઠાવે, પ્રશ્ન પૂછે, ભાજપની રેલીઓમાં ન જાય અને ભાજપને ફંડ ન આપે તો એના ત્યાં રેડ પડતી હોય છે. જ્યારે અરવિંદ કેજરીવાલજી ની સરકાર બની ત્યારે દિલ્હીમાં પણ વેપારીઓની એ મુખ્ય સમસ્યા હતી કે સરકારી અધિકારીઓ ગમે ત્યારે રેડ પાડે છે ડરાવે ધમકાવે છે અને એના કારણે વેપારીઓ મુશ્કેલી અનુભવે છે તો અરવિંદ કેજરીવાલ જઈએ નિયમ બનાવ્યો કે કોઈપણ વેપારીના ત્યાં ક્યારેય પણ રેડ પાડવામાં નહીં આવે અને વેપારીઓને પૂરી આઝાદી સાથે નિર્ભય વાતાવરણમાં વેપાર કરવાનો મોકો આપવામાં આવશે અને આ રીતે દિલ્હીમાંથી રેડ રાજને ખતમ કરવામાં આવ્યું અને આ જ પ્રમાણે ગુજરાતમાં પણ રેડ રાજને ખતમ કરવામાં આવશે.

વેપારીઓની ત્રીજી મુશ્કેલી છે હપ્તા રાજ. આજે રોડ પર લારી પર વેપાર કરનારને ત્યાં પણ સાંજે એક ગાડી આવી જાય અને 200 500 રૂપિયા લઈ જાય છે. આવી રીતે આખા ગુજરાતમાં ઠેર ઠેર નાના મોટા વ્યાપારીઓ પાસેથી હપ્તો ઉઘરાવવામાં આવે છે અને વેપારીઓની મહેનતની કમાણીને છીનવી લેવામાં આવે છે આ બધા પાછળ કોણ છે? કોણ હપ્તાના ચલાવી રહ્યું છે? અરવિંદ કેજરીવાલજીએ ખાતરી આપી છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે એટલે આખા ગુજરાતમાંથી આ હપ્તા રાજ બંધ કરવામાં આવશે.

ભાજપ વાળાની બે જ માનસિકતા છે, એક એ કે વેપારીઓ ટેક્સ ભરતા નથી ટેક્સ ચોરી કરે છે અને બીજી એ કે એમની ઈજ્જત ના કરવી જોઈએ. વેપારીઓને ધમકાવવામાં આવે કે તમે બીજી પાર્ટીની રેલી કે સભામાં ગયા તો તમારો ધંધો બંધ કરી દેવામાં આવશે. ત્યાં અરવિંદ કેજરીવાલજીએ વેપારીઓ માટે ગેરંટી આપી છે કે વેપારીઓને સન્માન આપવામાં આવશે, ઈજ્જત આપવામાં આવશે. તેમણે બીજી ગેરંટી આપી છે કે આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ વેપારીઓમાં ડરનો માહોલ ખતમ કરીશું અને વેપારીઓને શાંતિથી વેપાર કરવા મળે એટલે રેડ રાજ બંધ કરીશું.

નાના વેપારીઓને સરકારી દસ્તાવેજ કરાવવામાં ઘણી અડચણો પડે છે. એટલી તો તેની કમાણી નથી હોતી જેટલો વકીલોનો અને કાગળિયાઓનો ખર્ચો થઇ જાય છે. કાયદાઓ ખૂબ જ અઘરા બનાવવામાં આવ્યા છે, સામાન્ય માણસ ગૂંચવાઈ જ જાય. એટલે અરવિંદ કેજરીવાલજીએ ગેરંટી આપી છે કે સરકારી ઓફિસે કે GST ઓફિસે એવા વ્યક્તિની વ્યવસ્થા કરવામાં આવશે જે વેપારીઓને કાયદાકીય કામોમાં મદદ કરે. GST રીટર્ન વેપારીઓએ તો સમયસર ભર્યું હોય પણ નિશ્ચિત સમયે ઉપર થી રિફંડ પાછું ન આવતા વેપારીઓના પૈસા અટકાઈ રહે, વેપારની હાલત કફોડી બને અને વેપારમાં નુકસાન થાય. એટલા માટે અરવિંદ કેજરીવાલજીએ ગેરંટી આપી છે કે આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ GST અને VATના રિફંડ ક્લીઅર કરવામાં આવશે.