લુધિયાણામાં ચાર કલાકમાં નવ ઈંચ વરસાદ

દેશનાં લગભગ મોટા ભાગનાં રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે, જેમાં લુધિયાણામાં માત્ર ચાર જ કલાકમાં નવ ઈંચ વરસાદ પડતાં ઠેરઠેર જળબંબાકાર સર્જાયો છે. બીજી તરફ ઉત્તરાખંડમાં સતત બીજા દિવસે પણ વાદળ ફાટતાં ભારે ખાનાખરાબી થઈ છે. આ ઉપરાંત મનાલીમાં ભૂસ્ખલન થતાં કુલુ-મનાલી હાઈવે પાંચ કલાક ઠપ થઈ ગયો હતો. જ્યારે દિલ્હીમાં ભારે વરસાદથી પુલ નીચે એક બસ ફસાઈ હતી, જોકે બસમાં બેઠેલા મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. પિથોરાગઢમાં પૂરમાં તણાઈ જતાં એક મહિલાનું મોત થયું હતું. હવામાન વિભાગે યુપી અને મધ્યપ્રદેશમાં આજે ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતના સોમનાથમાં છ કલાકમાં ૧૨ ઈંચ વરસાદ થતાં વાયુસેનાની મદદ લેવામાં આ‍વી રહી છે. ઉત્તરાખંડમાં સિઝનના પ્રથમ વરસાદે આફત ઊભી કરી છે. રાજ્યના ચમૌલી જિલ્લામાં ફરી આભ ફાટતાં વરસાદથી માલસામાનને ભારે નુકસાન થયું છે. ગઈ કાલે થયેલા વરસાદમાં ચમૌલીની ૧૦ દુકાનો અને પાંચ કાર પાણીના વેગમાં વહી ગયાં હતાં.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com