દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ વન ડે ટીમની કમાન સંભાળશે શિખર ધવન

0
84

ભારતીય ઓપનર ખેલાડી શિખર ધવન ઘરેલુ ધરતી પર દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ આગામી વન ડે શ્રેણીમાં ટીમ ઇન્ડિયાનું નેતૃત્વ કરશે. એક રિપોર્ટમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સૂત્રોના હવાલાથી આ જાણકારી સામે આવી છે.આઇસીસી ટી-20 વર્લ્ડકપની આઠમી સીઝન આ વર્ષે 16 ઓક્ટોબરથી 13 નવેમ્બર સુધી ઓસ્ટ્રેલિયામાં રમાવાનો છે.

સૂત્રોએ કહ્યુ કે કેપ્ટન્સી શિખર ધવનને સોપવામાં આવશે કારણ કે ટી-20 વર્લ્ડકપ માટે જનારા ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે. ધવન સિવાય વીવીએસ લક્ષ્મણને મુખ્ય કોચ રાહુલ દ્રવિડની ગેરહાજરીમાં એક કોચના રૂપમાં ટીમની સાથે હોવાની શક્યતા છે. ભારત 28 સપ્ટેમ્બરથી દક્ષિણ આફ્રિકા સામે ત્રણ ટી-20 અને ત્રણ વન ડે મેચ રમશે.પ્રથમ ટી-20 મેચ 28 સપ્ટેમ્બરે તિરૂવનંતપુરમમાં આયોજિત કરવામાં આવશે. બીજી ટી-20 મેચ 2 ઓક્ટોબર 2022માં ગાંધી જયંતી પર ગુવાહાટીમાં અને ત્રીજી મેચ ચાર ઓક્ટોબરે ઇન્દોરમાં રમાશે.

6 ઓક્ટોબરથી લખનઉંમાં વન ડે શ્રેણી શરૂ થશે જ્યારે બીજી મેચ રાંચી અને ત્રીજી અને અંતિમ મેચ દિલ્હીમાં 9 અને 11 ઓક્ટોબરે રમાશે.રોહિત શર્માની આગેવાની ધરાવતી ટીમ ઇન્ડિયા ટી-20 વર્લ્ડકપ માટે ઓસ્ટ્રેલિયા જશે. ટી-20 વર્લ્ડકપને ધ્યાનમાં રાખતા બીસીસીઆઇ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓને આરામ આપી શકે છે. શિખર ધવનની આગેવાનીમાં વેસ્ટ ઇન્ડીઝ અને ઝિમ્બાબ્વે સામે પણ કેપ્ટન્સી સોપવામાં આવી હતી. જોકે.

લોકેશ રાહુલ ફિટ થઇ જતા શિખર ધવનની જગ્યાએ તેને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.શિખર ધવનને માત્ર વન ડે ટીમમાં જ રમાડવામાં આવે છે. ટી-20 વર્લ્ડકપમાં શિખર ધવનનો છેલ્લા કેટલાક સમયથી સમાવેશ કરવામાં આવ્યો નથી. શિખર ધવનની જગ્યાએ ટીમ ઇન્ડિયા બી ટીમ તૈયાર કરી રહી છે. રોહિત શર્મા, લોકેશ રાહુલ, શુભમન ગિલ જેવા ઓપનરને કારણે શિખર ધવનને વધુ તક મળી શકતી નથી. શિખર ધવન સારા ફોર્મમાં છે તે તેને વેસ્ટ ઇન્ડીઝ અને ઝિમ્બાબ્વે સામે બતાવી દીધુ છે.