થોડા સમયમાં લોન્ચ થશે  Royal Enfieldની Thunderbird

Royal Enfield ટૂંક સમયમાં Thunderbird 500X લોન્ચ કરવાની તૈયારીમાં છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર દિલ્હીમાં અાયોજીત અોટો એક્સ્પો 2018 પહેલા કંપની તેને લોન્ચ કરી શકે છે.Caradnbikeના અહેવાલમાં જણાવ્યું હતું કે આ વખતે ઓટો એક્સપોમાં Royal Enfield ભાગ લેવાનું નથી.પરંતુ ગયા વખતે કંપનીએ ઓટો એક્સપોના સમયે જ Himalyan લોન્ચ કરી હતી.

નોંધનીય છે કે Royal Enfield Thunderbird 500X ક્રૂઝર બાઇક છે તેની ડિઝાઇન જૂના મોડલથી ખૂબ જ અલગ છે.તેમાં ઘણા ફેરફારો કરવામાં અાવ્યા છે. તેને પહેલાંથી વધુ સ્ટાઇલિશ બનાવવાનો પ્રયત્ન કર્યો છે જેથી યુવાનોને અાકર્ષિત કરી શકાય.ટેન્ક બ્રાઇટ રંગ અને સાઇડ પેનલ ગ્લોસી બ્લેક છે.તેમાં સિંગલ સિલિન્ડર એર કુલ્ડ એન્જિન હશે.તેની કિંમત 2 લાખ રૂપિયા સુધી હોઈ શકે છે.સમાચાર એ પણ છે કે Royal Enfield આ વર્ષે ત્રણ મોડલ લોન્ચ કરશે જામાં Thunderbird 500 X અને  650 twinsનો સમાવેશ થાય છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com