એવું તો શું થયું કે અમિતશાહના સુપુત્ર ટ્વીટર પર થઈ રહ્યા છે ટ્રોલ?

0
136

ભારત વર્સીસ ઓસ્ટ્રેલિયાની બોર્ડર ગાવસ્કર સિરીઝની છેલ્લી ટેસ્ટ મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ ટેસ્ટની સિરીઝમાં નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન એન્થની અલ્બેઝનીઝે હાજરી પૂરાવી હતી. પરંતુ આપણે અહીં વાત કરી રહ્યા છીએ મોટાભાઈ એટલે કે અમિત શાહના દીકરા જય શાહની. બીસીસીઆઈના વડા જય શાહે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું મેચ પહેલાં સન્માન કરવામાં આવ્યું હતું અને બસ અહીં મોકાણ થઈ. આ સન્માનને કારણે જ હવે સોશિયલ મીડિયા પર જય શાહ ટ્રોલ થઈ રહ્યા છે અને એનું કારણ છે પીએમ મોદીને જય શાહે આપેલી ભેટ.

એમાં થયું એવું કે અમદાવાદમાં થોડાક મહિના પહેલાં જ ખુલ્લા મૂકાયેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ઈન્ડિયા વર્સીસ ઓસ્ટ્રેલિયાની મેચ રમાઈ રહી છે આ મેચ જોવા માટે બંને દેશના વડા પ્રધાન અમદાવાદ ખાતે પહોંચ્યા હતા. બંને મહાનુભવોનું સ્વાગત અને સત્કાર સમારંભ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે બીસીસીઆઈ દ્વારા મોદીનું સન્માન કરવામાં આવ્યું હતું અને આ સત્કાર કરતી વખતે જય શાહે પીએમ મોદીને તેમનો જ ફોટો ભેટમાં આપ્યો હતો. આ આખો કાર્યક્રમ સંપન્ન થયો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે. આ જ કારણસર જય શાહે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે નરેન્દ્ર મોદીનો જ ફોટો આપીને સન્માન કર્યું હતું એવા અર્થની કેપ્શનવાળા ફોટો અને મીમ્સ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.

મોદીએ સ્ટેડિયમ પર હાજર રહીને ટીમ ઈન્ડિયાની મુલાકાત લીધી હતી અને બધા સાથે હેન્ડ શેક કરીને મોદી રાષ્ટ્રગીત માટે ટીમ ઈન્ડિયા સાથે લાઈનમાં ઊભા રહી ગયા હતા.