સુરતમાં કાળઝાળ ગરમીથી 300 પક્ષીઓના મોત

0
40

હાલ રાજ્યભરમાં અંગ દઝાડતી કાળઝાળ ગરમી પડી રહી છે.ગરમીને પગલે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.આ વખતે ગરમીએ છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.ધગધગતી ગરમીમાં લોકોને બપોરેના સમયે અગનભઠ્ઠીમાં શેકાતા હોય તેવો અહેસાસ કરી રહ્યા છે. માણસો તો ઠીક ગરમીને લઇ પશુ- પક્ષીઓની મુશ્કેલીઓમાં પણ અધધ વધારો થયો છે. અસહ્ય ગરમીથી પક્ષીઓ ગરમીના ભોગ બની જીવ ગુમાવી રહ્યા છે.કબૂતર,પોપટ,ચકલી ડિહાઇડ્રેશન શિકાર બની રહ્યા છે. રાજ્યસહિત સુરત શહેરમાં કાળઝાળ ગરમીમાં 300થી વધુ પક્ષીઓ રાજ્યભરમાં પડી રહેલા હિટવેવના શિકાર બનતા મોતને ઘાટ ઉતર્યા છે.જેને લઇ હાલ પડી રહેલી ગરમીને લઇ માનવી સાથે પશુ –પક્ષીઓ પણ ભારે મુશ્કેલીઓનો સમાનો કરી રહ્યા છે.