અંકલેશ્વરમાં જિલ્લા પોલીસ દ્રારા રાત્રિ દરમિયાન મોટાપાયે હાથધર્યુ કોમ્બિંગ ઓપરેશન

0
68

રાજ્યમાં ગેરકાયદેસર પ્રવૃતિઓને ડામવા અને કાયદા વ્યવસ્થાની સ્થિતિ જાળવવા રાજ્યના પોલીસ વડા આશિષ ભટિયાના સૂચનો મુજબ તમામ જિલ્લાના પોલીસ વડાને ગુનાહિત પ્રવૃતિઓને ડામવા કડક સૂચનો કર્યા છે તે સંદર્ભે અંકલેશ્વર ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વડા લીના પાટીલનું આદેશ મુજબ કોમ્બિંગ ઓપરેશન હાથધરવામાં આવ્યુ હતું જેમાં જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓની ઝડપી પાડવા અને ગુનેગારોને પાઠ ભણવવા પોલીસ એકશન મોડમાં જોવા મળી રહી છે.

આ ઓપરેશનમાં DYSP ,8 PI ,11 PSI ,100થી વધુ પોલીસકર્મીઓ જોડાયા હતા જેમાં અંકલેશ્વરની આસપાસ ચાલતી ગુનેખોરીના પ્રમાણને અટકાવવા મોટાપાયે કોમ્બિંગ ઓપરેશન હાથધરવામાં આવી હતી