Author: Satya-Day

International Yoga Day 2019 PM Narendra Modi

ભારતમાં આદિકાળથી અપનાતી યોગ વ્યવસ્થા દુનિયાભરમાં કોવિડ 19ના દર્દીઓને આ રોગને મ્હાત કરવામાં મદદરૂપ થઈ રહી છે, તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ યોગ દિવસ પર જણાવ્યું હતું.કોરના વાયરસ આપણા શરીરના શ્વસનતંત્ર પર સીધો પ્રહાર કરે છે અને પ્રાણાયમ અથવા શ્વાચ્છોશ્વાસની પ્રક્રિયાથી આપણે તેને વધુ મજબૂત કરી શકીએ છે તેમ પીએમએ છઠ્ઠા આંતરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં જણાવ્યું હતું. યોગ એકતાની તાકાત તરીકે ઊભરી આવ્યો છે અને તે કોઈ પણ પંથ, રંગ, જાતિ, આસ્થા અથવા રાષ્ટ્ર વચ્ચે ભેદભાવ નથી ધરાવતો અને તે તેનાથી પર છે. ‘યોગ તંદુરસ્ત સૃષ્ટિની ઈચ્છામાં વધારો કરે છે. તે એકતાની તાકાત બનીને ઊભર્યો છે અને માનવતાના…

Read More
IT 1

છેલ્લા ઘણા દિવસોથી લદ્દાખમાં ચીન સાથે તણાવ ચાલી રહ્યો છે. ત્યારે આ વચ્ચે લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખાની બાજુમાં યોગ દિન નિમિત્તે, ઇન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ જવાનોએ શૂન્યથી પણ માઈનસ તાપમાનમાં બર્ફીલા પહાડો પર યોગા કર્યા હતા. ITBP ના જવાનોએ અંદાજીત 18 હજાર ફૂટની ઉંચાઈ પર યોગા કર્યા હતા. સમગ્ર દેશમાં જીવલેણ કોરોનાનું સકંટ યથાવત છે. ત્યારે આ વચ્ચે ભારતમાં પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. આ વર્ષે યોગ એટ હોમ અને યોગ વીથ ફેમિલીની થીમ છે. જેથી દેશના વિવિધ વિસ્તારમાં લોકો પોતાના ઘરોમાં મહોલ્લામાં યોગ કરતા જોવા મળ્યા હતા.

Read More
derivative16X91592329633589

લદાખ સરહદે ચીન દ્વારા કરવામાં આવેલા ઘાતકી હુમલા પછી ભારતમાં ચીનનો બહિષ્કાર મુદ્દો ઉઠ્યો છે, જેની પર ચિદંબરમનુ કહેવુ છે કે ભારતે બને એટલુ જલ્દી આત્મનિર્ભર બનવુ જોઇએ, પરંતુ બાકી દુનિયા સાથે સંબંધ ખતમ ન કરવો જોઇએ. ભારતે ચીની સામાનનો બહિષ્કાર નથી કરવાનો તેણે વૈશ્વિક સપ્લાય ચેઇનનો હિસ્સો બની રહેવુ પડશે. ચિદંબરમનુ કહેવુ છે કે ચીન સાથે ભારતના જે વેપારી સંબંધ છે એ ચીનના વૈશ્વિક વેપારનો એક હિસ્સો છે, આથી ચીની સામાનના ભારતમાં બહિષ્કાર કરવાથી ચીનને કોઇ નુકસાન થવાનું નથી. વર્તમાન સમયમાં સુરક્ષા મહત્વનો મુદ્દો છે, બહિષ્કાર જેવા મુદ્દા હાલ ન આવવા જોઇએ. બીજી તરફ સર્વદળીય બેઠકમાં પીએમ મોદીએ સ્પષ્ટતા…

Read More
gujarathealthministerkumarkanani 1588237487

મોદી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા અનલોક-1 બાદ શહેરમાં જાણે કોરોનાનો રાફડ ફાટી નીકળ્યો હોય એવું લાગી રહ્યું છે. હવે તો રાજ્યના આરોગ્ય મંત્રી પણ કોરોનાની ઝપટમાં આવી જાય તો નવાઈની વાત નહીં. આજ રોજ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્રવધુને કોરોના પોઝિટીવ કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. આરોગ્ય મંત્રીના ઘરમાં જ કોરોના પોઝિટીવ આવતા તંત્ર દોડતું થયું છે. હાલ તેમની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. સુરતમાં કોરોનાના બેફામ વધી રહેલા કેસોએ આરોગ્ય મંત્રીના ઘરનો પણ ભરડો લીધો છે. શહેરમાં રોજ 100 ના રેશિયામાં કેસો નોંધાઈ રહ્યા છે. જો કે આજે આરોગ્ય સચિવ જયંતિ રવિ પણ સુરતની મુલાકાતે હતા

Read More
Primary School

અમદાવાદમાં આવેલ કે.એન.પટેલ સ્કૂલ દ્વારા ફી માફી અંગેનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમા વિદ્યાર્થીઓની વાર્ષિક ફીમાં 25 ટકા ફી માફ કરવામાં આવી છે. સાથે જ અગામી ત્રણ મહિના સુધી બાળકોને ઓનલાઈન મફત શિક્ષણ આપવામાં આવશે. તેમજ ટ્રાન્સપોર્ટ અને ઈતરપ્રવત્તિની એક વર્ષની ફી પણ શાળા દ્વારા માફ કરવામાં આવી છે. શાળા દ્વારા શિક્ષકો અને અન્ય સ્ટાફનો પગાર પણ કાપવામાં નહી આવે. કે.એન.પટેલ ઇન્ટરનેશન સ્કૂલમાં 2 હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ત્યારે આશરે 3 કરોડ જેટલી ફી સ્કૂલે આગામી વર્ષ માટે માફ કરી છે.

Read More
medicine

કોરોનાના વધી રહેલા કહેરને રોકવા માટે સરકાર દ્વારા તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા પરતું દરેક પ્રયાસમાં નિષ્ફળતા જ જોવા મળી હતી. જો કે કોરોના વાયરસને રોકવા માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. ફાર્મા કંપની ગ્લેન માર્કે કોરોના વાયરસની દવાની શોધ કરી હોવાનો દાવો કર્યો છે અને આ દવા સોમવારથી બજારમાં મુકવામાં આવશે. અત્યાર સુધી કોરોનાને હરાવવામાં કોઈપણ દેશને સફળતા મળી નથી. કોરોના વાયરસ સતત ફેલાતો જાય છે અને લોકોને મોતની નિંદરમાં સુવડાવી રહ્યો છે. તેવામાં ફાર્મા કંપનીએ એક મોટો દાવો કર્યો છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે, કોરોના સામે લડવા માટે દવાની શોધ કરી લેવામાં આવી છે…

Read More
cdf03a9b 94c5 4d55 a120 8bb4d17a0721

નર્મદામાં 17 મી જુન, 2020ના રોજ ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની વિસ્તારના રહીશ 26 વર્ષિય SRP ગ્રુપ 18 નો જવાન દિનેશ બારીયાનો કોરોના રિપોર્ટ પીઝિટિવ આવ્યો હતો એ બાદ બીજે જ દિવસે 34 વર્ષીય અન્ય SRP જવાન રામલાલ વાળાનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવતા અન્ય જવાનોમાં ફફડાટ ફેલાયો હતો.હવે ફરી 19 મી જૂનના રોજ એક સાથે 4 SRP જવાનોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં હડકંપ મચ્યો છે. એ બાદ 20 મી જૂને કેવડિયાના 6 SRP જવાનો એક મહિલા અને રાજપીપળાના એક વૃદ્ધ સહીત 8 કેસ કોરોના પોઝિટિવ આવતા તંત્રમાં હડકંપ મચ્યો છે.કેવડિયા STP ગ્રુપ 18 ના જવાનો પૈકી ભીમસિંગ આર વસાવા,…

Read More
04 05 2020 coronavirus 1 20242693

દેશમાં(India) કોરોના(Corona) દર્દીઓની(Patient) સંખ્યા વધીને 4 લાખ થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 14721 કેસ નોંધાયા હતા. તે જ સમયે, 9026 દર્દીઓ પણ સ્વસ્થ બન્યા. સારા સમાચાર એ છે કે દેશમાં 24 રાજ્યો છે, જ્યાં તંદુરસ્ત લોકોની સંખ્યા દર્દીઓ કરતાં વધી ગઈ છે. બીજી તરફ દિલ્હીથી(Delhi) ખરાબ સમાચાર આવી રહ્યા છે. અહીં દર્દીઓની(Patient) સંખ્યા 50 હજારને વટાવી ગઈ છે. શુક્રવારે રાજધાનીમાં રેકોર્ડ 3137 દર્દીઓ વધ્યા છે. આ અત્યાર સુધીની સર્વોચ્ચ આંકડો છે. તે જ સમયે, ત્યાં 66 લોકોના મોત થયા હતા. આ સાથે રાજધાનીમાં 2035 લોકોનાં મોત થયાં છે. ભારતમાં(India) શનિવારે એક જ દિવસમાં કોરોના વાયરસનાં(Corona Virus) રેકોર્ડ બ્રેક…

Read More
SOP

શહેરમાં કોરોના(Corona)ના કેસ 3000ને પાર થઈ ગયા છે. મૃતકોની સંખ્યા પણ દિવસે દિવસે વધી રહી છે ત્યારે પાલિકા(SMC) તંત્રએ ફરી કડક પગલાં ભરવાનું શરૂ કર્યું છે. શહેરનાં જે વિસ્તારોમાં વધુ કેસ(Case) આવી રહ્યાં છે ત્યાં સોસાયટીઓમાં રહેતા લોકોને હોમ ક્વોરેન્ટાઈન કરવા હુકમ કરાયો છે. કોરોના(Corona)ના કેસને પગલે શુક્રવારે કતારગામ ઝોન, વરાછા ઝોન-બી અને લિંબાયત ઝોનના કુલ 66 સોસાયટીના 14,360 ઘરોમાં રહેતા 60,852 લોકોને શુકવારના રોજ કલસ્ટર જાહેર કરી હોમકવોરન્ટાઇન રહેવા મનપા કમિશ્નરે હુકમ કરયો હતો. જેમાં કતારગામ ઝોનના લલીતા ચોકડી પાસે આવેલા લલીતા પાર્ક સોસાયટીમાં 961 ઘરોમાં રહેતા 3,844 લોકો, બાપાસીતારામ પાસેની પાર્વતીનગર સોસાયટી વિભાગ-1 માં 574 ઘરોમાં રહેતા 2,296…

Read More

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને હાલના BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી(Sourav Ganguly) ના પરિવારના સભ્યો કોવિડ -19(COVID-19) પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, સૌરભ ગાંગુલીના મોટા ભાઇ અને ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB) ના સચિવ સ્નેહાશિષ ગાંગુલીને જીવલેણ વાયરસનો ચેપ લાગ્યો હતો, એમ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતીમાં જણાવાયું છે. આ ઉપરાંત સ્નેહાશિષની પત્નીને પણ વાયરસનો ચેપ લાગ્યો છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર સ્નેહાશિષના સસરા અને સાસુને પણ ગયા અઠવાડિયે વાયરસનો ચેપ લાગ્યો હતો. બિઝનેસ ઈન્સાઇડર ઈન્ડિયાએ એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે, ચારેય વ્યક્તિઓએ કોવિડ -19 ચેપ જેવા આરોગ્યને…

Read More