કવિ: Sports Desk

ભારતીય ટીમના માજી કેપ્ટન અને મહાન બેટ્સમેન સુનિલ ગાવસ્કરનું માનવું છે કે આવતા વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનારા વર્લ્ડ ટી-20ને ધ્યાનમાં રાખીને ભારતીય ક્રિકેટે હવે મહેન્દ્રક સિંહ ધોનીથી આગળ વિચારવાનો અને યુવાઓમાં રોકાણ કરવાનો સમય આવી ગયો છે. આમ તો જોકે ઉપલબ્ધ વિકલ્પો અંગે ધણી ચર્ચા ચાલે છે અને ઋષભ પંત પોતાને મળેલી તકનો લાભ લઇ શક્યો નથી છતાં આવતા વર્ષે યોજાનારી વર્લ્ડ ટી-20 માટે ગાવસ્કરે પંતને પોતાની પ્રથમ પસદ ગણાવ્યો હતો. ગાવસ્કરને જ્યારે એવું પુછાયું કે શું ધોનીને બાંગ્લાદેશ પ્રવાસ માટેની ટીમમાં સામેલ કરવો જોઇએ ત્યારે ગાવસ્કરે જવાબ આપ્યો હતો કે ના, આપણે આગળ જોવાની જરૂર છે. ઓછામાં ઓછી મારી ટીમમાં…

Read More

ભારતીય સ્ટાર રેસલર બજરંગ પુનિયા અને રવિ કુમાર દહિયાએ પોતપોતાની કેટેગરીમાં જીત મેળવીને શુક્રવારે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે 8 વર્ષના લાંબા ગાળા પછી મેટ પર ઉતરેલા સીનિયર રેસલર સુશિલ કુમારનો પહેલા રાઉન્ડમાં જ પરાજય થયો હતો. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બંજરંગે 65 કિગ્રાની ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ માટેની બાઉટમાં મંગોલિયાના તુલ્ગા તુમુર ઓચિરને 8-7થી હરાવ્યો હતો. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં આ તેનો ત્રીજો મેડલ રહ્યો હતો અને તે ત્રણ મેડલ જીતનારો પહેલો ભારતીય રેસલર બન્યો હતો. આ પહેલા બજરંગે 2013માં બ્રોન્ઝ અને 2018માં સિલ્વર મેડલ જીત્યો હતો. રવિ કુમારે 57 કિગ્રાની ફ્રી સ્ટાઇલ કેટેગરીની બ્રોન્ઝ મેડલ માટેની બાઉટમાં ઇરાનના…

Read More

એશિયન ચેમ્પિયન ભારતીય બોક્સર અમિત પંઘાલે અહીં વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપની 53 કિગ્રાની કેટેગરીમાં ફાઇનલમાં પહોંચીને ઇતિહાસ રચ્યો હતો. સેમી ફાઇનલમાં કઝાકિસ્તાનના સાકેન બિબિસિનોવને 3-2થી હરાવીને ફાઇનલમાં પહોચનારો તે પહેલો ભારતીય બોક્સર બન્યો હતો. જ્યારે અન્ય સેમી ફાઇનાલિસ્ટ મનીષ કૌશિક 63 કિગ્રાની કેટેગરીમાં હારી જતાં તેણે બ્રોન્ઝથી સંતોષ માનવો પડ્યો હતો. શુક્વારે 52 કિગ્રાની ફ્લાઇવેટ કેટેગરીની સેમી ફાઇનલમાં પંઘાલે બિબિસિનોવ સાથેની મજબૂત બાઉટમાં 3-2થી વિજય મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. હવે રવિવારે રમાનારી ફાઇનલમાં તેનો સામનો ઉઝબેકિસ્તાનના બોક્સર શાખોબિદીન ઝોઇરોવ સાથે થશે. શાખોબિદીને ફ્રાન્સના બિલાલ બેનામાને બીજી સેમી ફાઇનલમાં હરાવ્યો હતો. કૌશિકનો સેમી ફાઇનલમાં ક્યુબાના મજબૂત પ્રતિસ્પર્ધી એન્ડી ગોમેઝ સાથે સામનો…

Read More

તા. 19 (પીટીઆઇ) : ભારતના અમિત પંઘાલ અને મનીષ કૌશીક શુક્રવારે જ્યારે કઝાકિસ્તાનના એકાતેરિનબર્ગ ખાતે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપની ફાઇનલમાં સ્થાન મેળવવા માટે પોતપોતાની કેટેગરીમાં પોતાના હરીફો સામે રિંગમાં ઉતરશે ત્યારે ભારતને આ સ્પર્ધામાં પોતાના શ્રેષ્ઠ પ્રદર્શનની આશા હશે. ભારતના બે બોક્સર કદી આવી ટૂર્નામેન્ટની સેમી ફાઇનલમાં પહોંચ્યા નથી એ હિસાબે આ બંને બોક્સરોએ ઇતિહાસ રચી જ દીધો છે, પણ જો આ બંને અથવા બંનેમાંથી કોઇ એક પણ ફાઇનલમાં પહોંચશે તો વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતનું એ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહેશે. પંઘાલ 52 કિગ્રાની કેટેગરીમાં કઝાકિસ્તાનના સાકેન બિબોસિનોવ સામે બાથ ભીડશે, જ્યારે 63 કિગ્રાની કેટેગરીમાં કૌશિકનો સામનો આ કેગેગરીની સૌથી પ્રસિદ્ધ અને ક્યુબાના ટોચના…

Read More

ભારતનો સ્ટાર રેસલર બજરંગ પુનિયા ગુરૂવારે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપની સેમી ફાઇનલમાં શ્રેષ્ઠતમ પ્રયાસ કરવા છતાં કમનસીબે હારી ગયો હતો. તેની સાથે જ રવિ દહિયા પણ સેમીમા હાર્યો હતો. જો કે એ પહેલા ભારતના આ બંને રેસલરે પોતપોતાની કેટેગરીમાં ટોક્યો ઓલિમ્પિક્સ 2020 માટે કવોલિફાઇ કરી લીધું હતું. હવે આ બંને રેસલર શુક્રવારે બ્રોન્ઝ મેડલ માટે ફરી મેટ પર ઉતરશે. 65 કિગ્રાની કેટેગરીની સેમી ફાઇનલમાં બજરંગ અને સ્થાનિક રેસલર દૌલત નિયાઝબેકોવનો સ્કોર 9-9ની બરોબરી પર રહ્યો હતો, જો કે તે છતાં દૌલતે એક મુવના 4 પોઇન્ટ મેળવ્યા હોવાથી તેને વિજેતા જાહેર કરાયો હતો. રવિ કુમારને રશિયના જોર ઉગુવ સામે 4-6થી પરાજય મળ્યો…

Read More

હાલમાં જ વર્લ્ડ ચેમ્પિયન બનેલી પીવી સિંધુ અહીં મહિલા સિંગલ્સની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં થાઇલેન્ડની પોર્નપાવી ચોચુવોંગ સામે ત્રણ ગેમ સુધી ચાલેલી મેચમાં પરાજીત થઇને આઉટ થઇ હતી. જ્યારે બી સાઇ પ્રણીતે ભારતની આશા જીવંત રાખીને પુરૂષ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. સિંધુએ પોર્નપાવી સામે પહેલી ગેમ 21-12થી જીતી લીધી હતી, જો કે તે પછી થાઇલેન્ડની ખેલાડીએ સિંધુને કોઇ મચક આપી નહોતી અને અંતે તે આ મેચ 12-21, 21-13, 21-19થી જીતી ગઇ હતી. આ તરફ સાત્વિક સાઇરાજ રંકીરેડ્ડી ચિરાગ શેટ્ટી સાથે મેન્સ ડબલ્સમાં અને અશ્વિની પોનપ્પા સાથે મિક્ષ્ડ ડબલ્સ બંનેમાં હારી ગયો હતો. પ્રણીતે ચીનના લુ ગુઆંગ ઝુ સામે…

Read More

દક્ષિણ આફ્રિકા સામે મોહાલીના પીસીએ સ્ટેડિયમ પર રમાયેલી બીજી ટી-20માં 72 રનની નોટઆઉટ ઇનિંગ રમવાની સાથે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ રોહિત શર્માને ઓવરટેક કરીને ટી-20 ઇન્ટરનેશનલમાં સર્વાધિક રન કરનારો બેટ્સમેન બન્યો હતો. ટી-20 ઇન્ટરનેશનલમાં વિરાટ કોહલીના નામે હવે 71 ટી-20માં 2441 રન બોલે છે, જ્યારે રોહિત શર્માના નામે 97 મેચમાં 2434 રન છે. ત્રીજા ક્રમે ન્યુઝીલેન્ડનો ઓપનર માર્ટિન ગપ્તિલ છે, જેણે 78 મેચમાં 2283 રન બનાવ્યા છે. તો પાકિસ્તાનનો શોએબ મલિક 111 મેચમાં 2263 રન સાથે ચોથા ક્રમે છે. ટી-20 ઇન્ટરનેશનલમાં રન કરવા મામલે ટોચના સ્થાને બેઠેલો વિરાટ એવરેજની દૃષ્ટિએ પણ સૌથી આગળ હોવાની સાથે જ અર્ધસદી ફટકારવા મામલે…

Read More

શુક્રવારે  સુરતના લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ પર ભારતના પ્રવાસે આવેલી દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ અને બોર્ડ પ્રેસિડન્ટ મહિલા ઇલેવન વચ્ચે પ્રથમ પ્રેક્ટિસ મેચ આડે ખરાબ હવામાને વિઘ્ન નાંખતા આ પ્રથમ પ્રેક્ટિસ મેચ રદ કરવામાં આવી છે. ખરાબ હવામાનની સાથે જ આઉટફિલ્ડ ભીનું હોવાને કારણે શુક્રવારની પ્રથમ પ્રક્ટિસ મેચ પડતી મુકવાનો નિર્ણય લેવાયો હતો. હવે બંને ટીમ રવિવારે બીજી પ્રેક્ટિસ મેચ રમીને પોતાની તાકાતના પારખાં કરી લેશે રવિવારે જ્યારે બંને ટીમ મેદાને ઉતરશે ત્યારે બધાની નજર સંભવતઃ 15 વર્ષની શેફાલી વર્માં પર સ્થિર રહે તેવી સંભાવના છે. શેફાલીને આ વર્ષે વયજૂથની સ્પર્ધાઓ તેમજ મહિલા ટી-20 ચેલેન્જરમાં સારા પ્રદર્શનને કારણે દક્ષિણ આફ્રિકા સામેની…

Read More

હાલમાં જ ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કરનારા યુવરાજે આજથી 12 વર્ષ પહેલા આજના દિવસે જ દક્ષિણ આફ્રિકામાં રમાયેલી વર્લ્ડ ટી-20 ટુર્નામેન્ટમાં ઇંગ્લેન્ડના ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડને 6 છગ્ગાનો પાઠ ભણાવ્યો હતો. યુવરાજ સિંહની છ બોલમાં છ છગ્ગાની એ ઇનિંગ હમેશા યાદ કરવામાં આવશે. 12 વર્ષ પહેલા 19 સપ્ટેમ્બર 2007ના રોજ દક્ષિણ આફ્રિકાના કિગ્સમીડ મેદાન પર રમાયેલી વર્લ્ડ ટી-20 ટુર્નામેન્ટમાં ઇંગ્લેન્ડ સામેની મેચમાં ભારતીય ઇનિંગની 19મી ઓવર ફેંકવા માટે આવેલા સ્ટુઅર્ટ બ્રોડને સ્વપ્નેય ખ્યાલ નહીં હોય કે આજે તેનું નામ અલગ રીતે ઇતિહાસમાં લખાઇ જશે. સ્ટુઅર્ટ બ્રોડની એ ઓવરમાં યુવરાજે કરેલી ફટકાબાજીનો વીડિયો તમે અહીં જોઇ શકો છો. #OnThisDay @YUVSTRONG12 caught ?…

Read More

બીસીસીઆઇના 30થી વધુ રાજ્ય એકમોની આગામી ચૂંટણી પર શંકાના વાદળ ઘેરા બન્યા છે. વહીવટદારોની કમિટી (સીઓએ)એ અધિકારીઓના કાર્યકાળ સંબંધે નવા નિયમનું પાલન કરવા જણાવ્યું છે. આ નિર્દેશને પગલે મોટાભાગના સભ્યોનો મતાધિકાર જ છીનવાઇ જાય તેવી સંભાવના છે. રાજ્ય એસોસિએશનોની ચૂંટણી 28 સપ્ટેમ્બરે થવાની હતી પણ હવે તેનો કાર્યક્રમ બદલાઇ શકે છે, કારણકે સીઓએ એ રાજ્ય એસોસિએશનોને એ સુનિશ્ચિત કરવા કહ્યું છે કે અધિકારીઓના 6 વર્ષના કાર્યકાળની મર્યાદામાં તેમણે પોતાની સંસ્થાઓની કાર્ય સમિતિઓમાં વિતાવેલા સમયને પણ સામેલ કરી દેવામાં આવે. પોતાનો કાર્યકાળ પુરો કર્યા પછી આ અધિકારીઓએ ત્રણ વર્ષનો બ્રેક લેવો પડશે. બોર્ડના સૂત્રોના જણાવ્યા અનુસાર જો કાર્ય સમિતિમાં વિતાવેલા સમયને…

Read More