ભારતીય ટીમના કોચની પસંદગી કરવાની જવાબદારી જેમને સોંપવામાં આવી છે તે 3 સભ્યોની ક્રિકેટ ઍડવાઇઝરી કમિટીના વડા મહાન ક્રિકેટર કપિલ દેવે પોતાની સાથી સભ્ય શાંતા રંગાસ્વામીનાની ઍ વાત સાથે સહમતિ દર્શાવી હતી કે કોચ પદ માટે કેપ્ટન વિરાટ કોહલીના મતનું પણ સન્માન કરવું જાઇઍ. ભારતને પહેલો વર્લ્ડકપ જીતાડનારા કેપ્ટન કપિલ દેવે કહ્યું હતું કે કોચ પદ મામલે તેઓ કોઇ દબાણમાં નથી અને તેમની પેનલ પોતાની સર્વશ્રેષ્ઠ ક્ષમતા અનુસાર જ કામ કરશે. વેસ્ટઇન્ડિઝ પ્રવાસે રવાના થતાં પહેલા કોહલીઍ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે હાલના કોચ રવિ શાસ્ત્રી જળવાઇ રહેશે તો અમને ખુશી થશે. કપિલ દેવે અહીં ઇસ્ટ બંગાળ ફૂટબોલ ક્લબના 100…
કવિ: Sports Desk
ભારતની સ્ટાર મહિલા ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાઍ જાન્યુઆરી 2020થી ટેનિસ કોર્ટ પર પાછા ફરવાના પ્રયાસો આદર્યા છે, તેણે કહ્યું હતું કે મારી કેરિયરમાં હું ઍટલું મેળવી ચુકી છું કે હવે મારે બીજી ઇનિંગમાં કંઇ સાબિત કરવાનું રહ્યું નથી. આ દરમિયાન જે જીત મળશે તે મારા માટે બોનસ રહેશે. માતા બન્યા પછી બે વર્ષથી વધુ સમય બાદ સ્પર્ધાત્મક ટેનિસ ક્ષેત્રે વાપસીની તૈયારી કરી રહેલી 32 વર્ષિય સાનિયા રોજ ચાર કલાક સુધી પ્રેક્ટિસ કરી રહી છે અને તેણે પોતાનું વજન 26 કિલો ઘટાડી દીધું છે. તેણે કહ્યું હતું કે મને લાગતું હતું કે હું ઓગસ્ટ સુધીમાં પાછી ફરીશ પણ હવે ઍવું લાગે…
ઍશિઝ સિરીઝની આજથી અહીં શરૂ થયેલી પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડના ઝડપી બોલર ક્રિસ વોક્સ અને સ્ટુઅર્ટ બ્રોડે ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોને ઘુંટણીયે પાડી દઇને 105 રનના સ્કોર સુધીમાં 5 બેટ્સમેનને તંબુભેગા કરી દઇને ઓસ્ટ્રેલિયાને નબળા સ્કોર પર તંબુભેગા કરી દેવાની સંભાવના ઊભી કરી હતી, જો કે ચોથા ક્રમે બેટિંગમાં ઉતરેલા સ્ટીવ સ્મિથે ઍકલા હાથે લડત ચલાવીને ઍક છેડો સાચવી રાખી પીટર સીડલ સાથે 9મી વિકેટની 88 રનની અને તે પછી નાથન લિયોન સાથે 10મી વિકેટની 74 રનની ભાગીદારી કરીને ટીમના સ્કોરને 284 સુધી લઇ આવ્યો હતો. સ્મિથ છેલ્લી વિકેટના રૂપમાં 144 રન કરીને આઉટ થયો હતો. ટોસ જીતીને દાવ લેવાનો નિર્ણય ઓસ્ટ્રેલિયા માટે…
ટોચના ભારતીય શટલર સાઇના નેહવાલ અને કિદામ્બી શ્રીકાંત ગુરૂવારે અહીં થાઇલેન્ડ ઓપનના બીજા રાઉન્ડમાં હારીને આઉટ થઇ ગયા હતા. સાઇના જાપાનની બિન ક્રમાંકિત સયાકા તાકાહાશી સામે હારી ગઇ હતી, જ્યારે શ્રીકાંતનો સ્થાનિક ખેલાડી ખોસિત ફેતપ્રદબ સામે પરાજય થયો હતો. જા કે સાઇ પ્રણીતે પુરૂષ સિંગલ્સમાં પોતાની બીજા રાઉન્ડની મેચ જીતીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. 7મી ક્રમાંકિત સાઇનાની કોર્ટ પર વાપસીનો પ્રવાસ વહેલો પુરો થઇ ગયો હતો. સાઇના બે મહિના પછી કોર્ટ પર પાછી ફરી હતી. સાઇનાઍ પોતાની પહેલી ગેમ જીતી લીધી હતી, જો કે તે પોતાને મળેલી આ સરસાઇનો ફાયદો ઉઠાવી શકી નહોતી અને 48 મિનીટ સુધી ચાલેલી…
આજથી અહીં શરૂ થયેલી ઍશિઝ સિરીઝની પહેલી ટેસ્ટમાં જ્યારે ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નર ઓપનીંગમાં ઉતર્યો ત્યારે દર્શકોઍ તેનું જારદાર હુટિંગ કર્યુ હતું. 16 મહિના પછી ટેસ્ટ રમવા મેદાને ઉતરેલા વોર્નર માટે શરૂઆત સારી રહી નહોતી અને તે 14 બોલમાં માત્ર 2 રન બનાવીને સ્ટુઅર્ટ બ્રોડના બોલે લેગબિફોર આઉટ થયો હતો. ઓપનીંગ કરવા ઉતર્યો ત્યારથી લઇને 14 બોલની તેની ટુંકી ઇનિંગ દરમિયાન વોર્નરે સતત હુટિંગનો સામનો કરવો પડ્યો હતો ઍ તે જ્યારે આઉટ થઇને પેવેલિયન ભણી જઇ રહ્યો હતો ત્યારે પણ સ્ટેડિયમમાં હાજર દર્શકોઍ મોટી સંખ્યામાં તેને સેન્ડ પેપર બતાવ્યા હતા. મોટાભાગના દર્શકો પોતાની સાથે સેન્ડ પેપર લઇને આવ્યા હતા.
જમ્મુ-કાશ્મીરના માજી મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાની બુધવારે ઍન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઇડી)ઍ જમ્મુ-કાશ્મીર ક્રિકેટ ઍસોસિઍશનના મની લોન્ડરિંગ કેસ મામલે 4 કલાક સુધી પુછપરછ કરી હતી. સવારે 11.30 વાગ્યાથી શરૂ થયેલી આ પુછપરછ મોડી સાંજ સુધી ચાલી હતી ઍવું અધિકારીઓઍ જણાવ્યું હતું. જેકે ક્રિકેટ ઍસોસિઍશનના માજી અધ્યક્ષ અબ્દુલ્લા કેન્દ્રીય ઍજન્સના ચંદીગઢ સ્થિત ઝોનલ કાર્યાલયે હાજર થયાં હતા અને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ ઍક્ટ હેઠળ તેમનું નિવેદન નોંધવામાં આવ્યું હોવાનું અઘિકારીઓઍ ઉમેર્યુ હતું. પોતાની આ પુછપરછ પછી ફારુક અબ્દુલ્લાઍ કહ્યું હતું કે મેં કંઇ ખોટું કર્યુ નથી, હું કોઇપણ પ્રકારની તપાસ માટે તૈયાર છું. તેમણે કહ્યું હતું કે બીસીસીઆઇ પાસેથી મળતાં ફંડનો કેવી રીતે ખર્ચ…
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીઍ વેસ્ટઇન્ડિઝ પ્રવાસે રવાના થતાં પહેલા કહ્યું હતું કે જો રવિ શાસ્ત્રી ફરી કોચ બનશે તો અમને ખુશી થશે. જા કે આ બાબતે જેમને કોચ પસંદ કરવાની જવાબદારી સોંપાઇ છે તે ક્રિકેટ સલાહકાર સમિતિ (સીઍસી)ના સભ્ય અંશુમન ગાયકવાડે કહ્યું હતું કે અમે કોચ પસંદગી માટેના ઇન્ટરવ્યુ ખુલ્લા મને કરીશું. કોઇ સાથે પક્ષપાતપૂર્ણ વલણ અપનાવવામાં નહીં આવે. ગાયકવાડે કહ્યું હતું કે ભારત અને વિદેશથી ઘણાં લોકોઍ કોચ પદ માટે ઉમેદવારી નોંઘાવી છે. કેપ્ટન કંઇપણ કહે અમને તેનાથી કંઇ ફરક પડતો નથી. અમે ઍક કમિટીમાં છીઍ, ઍ તેનો વ્યક્તિગત વિચાર છે, તેના પર બીસીસીઆઇ કોઇ નિર્ણય લઇ શકે…
ભારતીય શટલર સાઇના નેહવાલે બુધવારે અહીં થાઇલેન્ડ ઓપનની મહિલા સિંગલ્સમાં સ્થાનિક દાવેદાર ફિટાયાપોર્ન ચાઇવાનને સીધી ગેમમાં પછાડીને કોર્ટ પર સફળ વાપસી કરી હતી. લગભગ બે મહિના પછી કોર્ટ પર પાછી ફરેલી સાઇનાઍ બીજા રાઉન્ડમાં ચાઇવાનને 21-17, 21-19થી હરાવી હતી. હવે તે જાપાનની સયાકા તાકાહાશી સામે રમશે. પુરૂષ સિંગલ્સમાં કિદામ્બી શ્રીકાંત, ઍચઍસ પ્રણોય, પારુપલ્લી કશ્યપ અને શુભંકર ડે પણ પોતપોતાની મેચ જીતીને આગળ વધ્યા છે. શ્રીકાંતે ચીનના ક્વોલિફાયર રેન પેગ બોને 21-13, 17-21, 21-19થી હરાવવા માટે મહેનત કરવી પડી હતી. પ્રણોયે હોંગકોંગના વોંગ વિંગ કિ વિન્સેન્ટને 21-16, 22-20થી જ્યારે કશ્યપે ઇઝરાયલના મિશા ઝિલ્બરમેનને 18-21, 21-8, 21-14થી હરાવ્યા હતા. શુભંકર ડે નસીબદાર…
ટેરિટોરિયલ આર્મીમાં લેફટનન્ટ કર્નલની માનદ પદવી ધરાવનાર મહેન્દ્ર સિંહ ધોની ત્રાસવાદગ્રસ્ત દક્ષિણ કાશ્મીરમાં બુધવારે સવારે પહોંચીને સૈન્ય સાથે જાડાઇ ગયો છે. હવે તે અન્ય સૈન્ય જવાનોની જેમ પેટ્રોલિંગ, પોસ્ટ ડ્યુટી, ગાર્ડ ડ્યુટી સહિતની ઍ તમામ જવાબદારી સંભાળશે જે ઍક સૈન્ય જવાન સંભાળે છે. ધોની 15મી ઓગસ્ટ સુધી સૈન્યની વિકટર ફોર્સનો હિસ્સો બનીને કાશ્મીરના ખીણ વિસ્તારમાં પોતાની સેવા આપશે. ઍક સૈન્ય અધિકારીઍ કહ્યું હતું કે લેફટનન્ટ કર્નલ ધોની આજે અહીં આવી પહોંચ્યા હતા અને પોતાની ટુકડી સાથે જાડાઇ ગયા છે. સૈન્ય અધિકારીઍ કહ્યું હતું કે ધોની હવે લગભગ ઍક પખવાડિયા સુધી કાશ્મીરમાં વિકટર ફોર્સ સાથે રહેશે. આ યુનિટ ત્રાસવાદગ્રસ્ત દક્ષિણ કાશ્મીર…
ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ અને સાઇના નેહવાલે વર્લ્ડ બેડમિન્ટન ફેડરેશન (બીડબલ્યુઍફ)ની નવીનતમ રેન્કિંગમાં ક્રમશ 5મા અને 8માં સ્થાને યથાવત છે. મહિલા સિંગલ્સમાં મુગ્ધા અગ્રે 6 અને રિતુપર્ણા દાસ ઍક ક્રમના ફાયદા સાથે ક્રમશઃ 62 અને 65માં સ્થાને છે. પુરૂષ સિંગલ્સમાં કિદામ્બી શ્રીકાંત અને સમીર વર્મા મંગળવારે જારી થયેલા રેન્કિંગમાં અનુક્રમે 10 અને 13માં ક્રમે યથાવત છે. ગત અઠવાડિયે જાપાન ઓપન સેમી ફાઇનલમાં વિશ્વના નંબર વન ખેલાડી કેન્ટો મોમોટા વિરુદ્ધ હારી ગયેલા બી સાઇ પ્રણીત ૪ ક્રમના ફાયદા સાથે 20માં ક્રમે પહોંચી ગયો છે. આ સિવાય ઍચઍસ પ્રણોય 31માં પારુપલ્લી કશ્યપ 41માં, સૌરભ વર્મા 44માં ક્રમે પહોંચ્યા છે. આ…