કવિ: Sports Desk

બાંગ્લાદેશે અહી શાકિબ અલ હસન અને મુશ્ફીકર રહીમની અર્ધસદીઓના પ્રતાપે 7 વિકેટે 262 રન બનાવીને અફઘાનિસ્તાન સામે 263 રનનો લક્ષ્યાંક મુક્યો હતો. તે પછી શાકિબ અલ હસને 29 રનમાં 5 વિકેટ ઉપાડીને અફઘાનિસ્તાનને 200 રનમાં ઓલઆઉટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવીને બાંગ્લાદેશને 62 રને હરાવ્યું હતું. અફઘાનિસ્તાનને ગુલબદિન નૈબ અને રહમત શાહે સારી શરૂઆત અપાવી હતી જો કે શાકિબે આ ભાગીદારી તોડી તે પછી તેમની વિકેટ પડવાનું શરૂ થઇ ગયું હતુ. ગુલબદિને 47 રન કર્યા અને શિનવારીને કોઇનો સાથ નહોતો મળ્યો અને તે 49 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. અફઘાનિસ્તાને ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કર્યા પછી પાંચમી ઓવરમાં જ લિટન દાસ…

Read More

આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ શરૂ થવા પહેલા વર્લ્ડ કપ માટે ભારત, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયાને પહેલાથી જ પ્રબળ દાવેદાર ગણવામાં આવતા હતા. જો કે આ ત્રણમાંથી એક ઇંગ્લેન્ડ સામે સેમી ફાઇનલમાં પ્રવેશવાનો જ વાંધો દેખાઇ રહ્યો છે. આવા સમયે પાકિસ્તાનની ટીમે દક્ષિણ આફ્રિકાને હરાવતાની સાથે જ પોતાના માટે સેમી ફાઇનલ પ્રવેશની શક્યતા ખોલી નાંખી છે. પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ પછી જે નવા સમીકરણો ઊભા થયા છે તેના કારણે ઇંગ્લેન્ડની મુશ્કેલી વધી છે અને હવે તેને એક પણ ભુલ ભારે પડી શકે છે. પાકિસ્તાને દક્ષિણ આફ્રિકા સામે વિજય મેળવતા તેના 6 મેચમાં 5 પોઇન્ટ થયાં છે. હવે તેની ત્રણ મેચ બાકી…

Read More

સ્વિસ ટેનિસ સ્ટાર રોજર ફેડરરે રવિવારે અહીં બેલ્જિયમના ડેવિડ ગોફિનને સીધા સેટમાં પરાજીત કરીને ઍટીપી ટુર્નામેન્ટ હાલે ઓપનમાં વિક્રમી 10મુ ટાઇટલ પોતાના નામે કર્યુ હતું. વિમ્બલ્ડન પહેલા અહીંના ગ્રાસ કોર્ટ પર તેણે પોતાની કેરિયરનું આ 102મું ટાઇટલ જીત્યું હતું જેનાથી તેના આત્મવિશ્વાસમાં ચોક્કસ જ વધારો થશે. ફેડરરે ગોફીન સામે 7-6, 6-1થી વિજય મેળવ્યો હતો. હાલની સિઝનમાં ગ્રાસ કોર્ટ પર તે પરાજીત થયો નથી. ફેડરરે કહ્યું હતું કે મને વિશ્વાસ નથી થતો, જ્યારે હું પહેલીવાર અહીં રમ્યો હતો, ત્યારે મે કદી વિચાર્યુ નહોતું કે હું અહીં 10 ટાઇટલ જીતી શકીશ. આવતા મહિનાથી શરૂ થઇ રહેલી ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટ વિમ્બલ્ડનમાં પોતાનું 9મું ટાઇટલ…

Read More

બ્રાઝિલે કોપા અમેરિકાના ગ્રુપ સ્ટેજમાં પેરુને 5-0થી હરાવીને પોતાના ગ્રુપમાં ટોચના સ્થાને રહીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. પેરુ સામેના વિજયને પગલે બ્રાઝિલ ગ્રુપ-ઍમાં ટોચના સ્થાને રહ્યું હતું, જ્યારે પેરુ આ પરાજયને કારણે ત્રીજા સ્થાને સરકી ગયું હતું. હવે પેરુઍ ગ્રુપ-બી અને ગ્રુપ-સીના પરિણામો પર નિર્ભર રહેવું પડશે. બ્રાઝિલ માટે કાસમિરો, રોબર્ટો ફિર્મિનો, ઍવર્ટન, દાની ઍલ્વેસ અને લિયિને ગોલ કર્યા હતા. સ્કોર જ્યારે 1-0 હતો ત્યારે 19મી મિનીટમાં પેરુના ગોલકીપર પેડ્રો ગોલેસેથી થયેલી ઍક ભુલનો ફાયદો ઉઠાવીને ફિર્મિનોઍ ગોલ કરી દીધો હતો અને તે પછી પેરુ મેચમાં પાછુ ફરી શક્યું જ નહોતું. પહેલા હાફમાં જ બ્રાઝિલે 3-0ની સરસાઇ મેળવી…

Read More

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને ઝડપી બોલર જસપ્રીત બુમરાહને વર્લ્ડ કપ પછી આરામ આપવામાં આવશે. બંનેને ત્રીજી ઓગસ્ટથી વેસ્ટઇન્ડિઝ સામે શરૂ થઇ રહેલી મર્યાદિત ઓવરોની મેચોની સિરીઝમાં આરામ અપાશે અને તેમના સ્થાને યુવા ખેલાડીઓને તેમાં તક આપવામાં આવશે. કોહલી અને બુમરાહ તે પછી વિન્ડીઝ સામેની બે ટેસ્ટની સિરીઝથી ટીમમાં વાપસી કરશે. બીસીસીઆઇના ઍક અધિકારીઍ નામ જાહેર ન કરવાની શરતે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે કોહલી અને બુમરાહ ચોક્કસપણે વિન્ડીઝ સામેની 3 મેચની ટી-20 અને 3 મેચની વનડે સિરીઝ માટે આરામ આપવામાં આવશે. બીસીસીઆઇના અધિકારીએ જણાવ્યું હતું કે વિરાટ ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ શરૂ થઇ ત્યારથી સતત રમી…

Read More

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીને અફઘાનિસ્તાન સામેની મેચ પછી આઇસીસીની આચાર સંહિતાના લેવલ ૧ના ભંગ માટે કસુરવાર ઠેરવીને 25 ટકા મેચ ફીનો દંડ કરાયો હતો. આઇસીસી આચારસંહિતાના લેવલ-1 ઇન્ટરનેશનલ મેચ દરમિયાન વધુ પડતી અપીલ કરવા સંબંધે છે. વિરાટ કોહલી ઍક લેગ બિફોરની અપીલ માટે આક્રમક થઇને અમ્પાયર અલીમ ડાર તરફ આગળ વધ્યો હતો. કોહલીઍ પોતાની ભુલ સ્વીકારીને મેચ રેફરી ક્રિસ બ્રોડ દ્વારા સંભળાવાયેલી સજા ગ્રાહ્ય રાખી હતી, તેથી આ બાબતે વધુ સુનાવણી કરવાની જરૂર પડી નહોતી. કોહલીના ખાતામાં 2 ડિ મેરિટ પોઇન્ટ જમા થયા છે, આ પહેલા 15 જાન્યુઆરી 2018ના દિવસે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટમાં તેને 1 ડિમેરિટ પોઇન્ટ મળ્યો…

Read More

ઍફઆઇઍચ વુમન સિરીઝ ફાઇનલ્સની રવિવારે અહી રમાયેલી ફાઇનલમાં ભારતીય મહિલા ટીમે ગુરજીત કૌરના 2 ગોલની મદદથી જાપાન સામે 3-1થી વિજય મેળવી લઇને ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની હતી. આ ટુર્નામેન્ટની શનિવારે રમાયેલી સેમી ફાઇનલમાં ભારતીય મહિલાઓઍ ચીલીને 4-2થી હરાવ્યા પછી ઓલિમ્પિક્સ ક્વોલિફાયર માટે ક્વોલિફાઇ કરી લીધું હતું. ભારતીય મહિલા ટીમના વિજયને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીઍ ટ્વિટ કરીને અભિનંદન આપ્યા હતા. ફાઇનલની ત્રીજી જ મિનીટમાં મળેલા પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવી 1-0ની સરસાઇ સાથે ભારતીય ટીમે મેચ પર પ્રભુત્વ જમાવી દીધું હતું. ભારતીય ટીમ વતી આ ગોલ રાની રામપાલે કર્યો હતો. જો કે તે પછી જાપાને 11મી મિનીટમાં કેનોન મોરીના ફીલ્ડ ગોલ વડે સ્કોર 1-1ની…

Read More

પાકિસ્તાન સામે રવિવારે વર્લ્ડ કપની મેચમાં દક્ષિણ આફ્રિકાના સ્પિનર ઇમરાન તાહિરે જેવો ઇમામ ઉલ હકને આઉટ કરીને પોતાની બીજી વિકેટ ઉપાડી તેની સાથે જ તે વર્લ્ડ કપમાં સર્વાધિક વિકેટ ઉપાડવા મામલે ઍલન ડોનાલ્ડને પાછળ મુકી દીધો હતો. હવે તાહિર 39 વિકેટ સાથે વર્લ્ડકપમાં સર્વાધિક વિકેટ ઉપાડનારો દક્ષિણ આફ્રિકન બોલર છે. પોતાનો ત્રીજા વર્લ્ડ કપ રમી રહેલા તાહિરે કુલ 20 મેચમાં 39 વિકેટ લીધી છે. જ્યારે ઍલન ડોનાલ્ડે 4 વર્લ્ડ કપની 25 મેચમાં 38 વિકેટ લીધી હતી. આ યાદીમાં શોન પોલોક ત્રીજા સ્થાને છે, જેણે 4 વર્લ્ડ કપની 31 મેચ રમીને 31 વિકેટ લીધી હતી. વર્લ્ડ કપમાં સર્વાધિક વિકેટ લેનારા બોલરો…

Read More

શનિવારે અહીં રમાયેલી ઍક મેચમાં કાર્લોસ બ્રેથવેટની બ્રેવ અને તોફાની ઇનિંગને પગલે ઍક તબક્કે મેચ જીતવાની નજીક પહોંચી ગયેલું વેસ્ટઇન્ડિઝ માત્ર 5 રને ન્યુઝીલેન્ડ સામે હારી ગયું હતુ. ન્યુઝીલેન્ડે કેન વિલિયમ્સનની સદીની મદદથી મુકેલા 292 રનના લક્ષ્યાંક સામે ઍક તબક્કે 164 રનમાં 7 વિકેટ ગુમાવી ચુકેલું વેસ્ટઇન્ડિઝ બ્રેથવેટની બ્રેવ ઇનિંગથી વિજયની સાવ નજીક પહોંચીને હાર્યુ હતું. 164 પર 7 વિકેટ ગુમાવ્યા પછી બ્રેથવેટે કેમાર રોચ સાથે 8મી વિકેટની 47 રનની ભાગીદારી કરી જેમાં રોચના માત્ર 14 રન હતા, તે પછી શેલ્ડન કોટ્રેલ સાથે બ્રેથવેટે 34 રનની ભાગીદારી કરી, જેમાં કોટ્રેલના 15 રન હતા. તે પછી બ્રેથવેટે 48મી ઓવર ફેંકવા આવેલા…

Read More

પાકિસ્તાને લંડનના લોર્ડ્સના મેદાન પર ઇમામ ઉલ હક તેમજ ફખર ઝમાનની ૮૧ રનની ભાગીદારી ઉપરાંત બાબર આઝમની અર્ધસદી અને હેરિસ સોહેલની તોફાની 89 રનની ઇનિંગના પ્રતાપે મુકેલા 309 રનના લક્ષ્યાંક સામે દક્ષિણ આફિકા 9 વિકેટે 259 રન સુધી જ પહોંચતા પાકિસ્તાન 49 રને મેચ જીત્યું હતું. દક્ષિણ આફ્રિકાની શરૂઆત સાવ ખરાબ રહી હતી અને હાશિમ અમલા બીજી ઓવરમાં જ આઉટ થઇ ગયો હતો. તે પછી ડિ કોક અને ડુ પ્લેસિસે 87 રનની ભાગીદારી કરી હતી. ડિ કોક 47 રન કરીને આઉટ થયો હતો. તે પછી વધુ બે વિકેટ ગુમાવતા દક્ષિણ આફ્રિકાનો સ્કોર 4 વિકેટે 136 રન થયો હતો. રેસી વાન…

Read More