શનિવારે રમાયેલી અફઘાનિસ્તાન સામેની મેચની અંતિમ ઓવરમાં મહંમદ શમીએ ઉપાડેલી હેટ્રિકના પ્રતાપે ભારતીય ટીમે અફઘાનિસ્તાન સામે 11 રને વિજય મેળવ્યો તે પછી એક સવાલે ઘણી ચર્ચા જગાવી હતી કે અંતિમ ઓવરમાં પહેલા બોલે ચોગ્ગો ખાધા પછી મહેન્દ્ર સિંહ ધોનીએ શમી પાસે આવીને એવું તે શું કહ્યું કે તેની બોલિંગનો અંદાજ બદલાયો અને તેણે એક બે નહીં પણ ત્રણ વિકેટ લઇને પોતાની હેટ્રિક પુરી કરી, મોહમ્મદ શમીએ 50મી ઓવર શરુ કરી તો તેના પહેલા જ બોલ પર મોહમ્મદ નબીએ ચોગ્ગો માર્યો હતો. અને તે પછી અફઘાન ટીમને 5 બોલમાં જીતવા માટે 12 રનની જરૂર હતી.તે સમયે વિકેટ પાછળથી ધોનીએ શમી પાસે…
કવિ: Sports Desk
આઇસીસી વર્લ્ડ કપ 2019ની જ્યારે શરૂઆત થઇ હતી ત્યારે યજમાન ઇંગ્લેન્ડે સૌથી પ્રબળ દાવેદાર તરીકે પોતાના અભિયાનની શરૂઆત કરી હતી, અને તેનું એ અભિયાન યોગ્ય માર્ગે ચાલતું જ હતું પણ શુક્રવારે શ્રીલંકાએ તેને હરાવ્યું તેની સાથે જ અંતિમ 4માં જવાનું તેનું સમીકરણ બગડી ગયું છે. હવે તેણે ત્રણ મેચ રમવાની છે અને ઓસ્ટ્રેલિયા, ભારત અને ન્યુઝીલેન્ડ સામે રમાનારી આ ત્રણ મેચમાંથી તેણે બે મેચ જીતવી જરૂરી છે જો એમ નહીં થાય તો તેની સામે સમસ્યા ઊભી થઇ શકશે. જો ઇંગ્લેન્ડની આ ત્રણેય ટીમ સામેના ઇતિહાસ પર નજર નાંખવામાં આવે તો તો તેના માટે ચિંતાના વાદળો ઘેરાયેલા નજરે પડી રહ્યા છે.…
ભારતીય મહિલા હોકી ટીમે શનિવારે પોતાનાથી નીચલી રેન્કિંગવાળી ટીમ ચીલીને એફઆઇએચ સિરીઝ ફાઇનલ્સની સેમી ફાઇનલમાં 4-2થી હરાવીને ટોક્યો ઓલિમ્પિક્સ ક્વોલિફાયરના અંતિમ રાઉન્ડમાં પોતાનું સ્થાન પાકું કરી લીધું હતું, આ ટૂર્નામેન્ટની બે ટોચની ટીમ વર્ષના અંતે રમાનારી 2020 ઓલિમ્પિક્સ ક્વોલિફાયર માટે ક્વોલિફાઇ થવાની હતી અને ભારતીય મહિલાઓએ તેના માટે પોતાનું સ્થાન પાકું કરી લીધું હતું. મેચની 18મી મિનીટમાં કેરોલિના ગાર્સિયાના ગોલની મદદથી ચીલીએ 1-0ની સરસાઇ મેળવી લીધી હતી.જો કે ભારતીય મહિલાઓએ તરત જ ગોલ કરીને સ્કોર બરાબરી પર મુક્યો હતો. 22મી મિનીટમાં ગુરજીત કૌરના ગોલથી સ્કોર 1-1ની બરોબરીનો થયો હતો અને હાફ ટાઇમ સુધી આ સ્કોર જળવાઇ રહ્યો હતો. તે પછી…
વર્લ્ડ કપની 28મી મેચમાં ભારતીય ટીમે પહેલા દાવ લઇને વિરાટ કોહલી અને કેદાર જાદવની અર્ધ સદીની મદદથી 50 ઓવરમાં 8 વિકેટે માત્ર 224 રન કર્યા હતા. 225 રનના લક્ષ્યાંક સામે અફઘાનિસ્તાનની ટીમ મહંમદ નબીની અર્ધસદીને પગલે વિજયની નજજીક પહોંચ્યું હતું પણ અંતે જસપ્રીત બુમરાહની આગેવાનીમાં ભારતીય બોલરોની જોરદાર બોલિંગથી ભારતીય ટીમ 11 રને મેચ જીતી ગઇ હતી. અફઘાનિસ્તાની શરૂઆત સારી રહી નહોતી અને 20 રનના સ્કોર પર તેમણે હઝમતુલ્લાહ ઝઝાઇની વિકેટ ગુમાવી હતી. તે પછી ગુલબદીન નૈબ અને રહમત શાહ વચ્ચે 44 રનની ભાગીદારી થઇ હતી. નૈબ અંગત 27 રન કરીને આઉટ થયો હતો તે પછી રહમત શાહ અને હસમતુલ્લાહ…
પોતાની વન ડે કેરિયરમાં લગભગ 200 વાર અન્ય બેટ્સમેનોને સ્ટમ્પિંગ કરીને આઉટ કરનાર મહેન્દ્ર સિંહ ધોની શનિવારે જાતે સ્ટમ્પિંગ આઉટ થયો હતો. વર્લ્ડ કપમા હાલની ભારતીય ટીમમાં સૌથી અનુભવી બેટ્સમેન ધોની પોતાની કેરિયરની આ 345મી મેચ રમી રહ્યો છે. સાઉધેમ્પ્ટનમાં અફઘાનિસ્તાન સામેની મચમાં ધોની 28 રન કરીને સ્ટમ્પિંગનો શિકાર બનીને પેવેલિયન ભેગો થયો હતો. રાશિદ ખાનના બોલે ધોની મોટો ફટકો મારવા ગયો અને વિકેટકીપર ઇકરામ અલી ખિલે સ્ટમ્પિંગ કરવામાં મોડુ કર્યુ નહોતું. 52 બોલમાં 28 રન કરનાર ધોની આ સાથે પોતાની કેરિયરમાં માત્ર બીજીવાર સ્ટમ્પિંગ થયો હતો. આ પહેલા પણ ધોની વિશ્વ કપમાં જ સ્ટમ્પિંગ આઉટ થયો હતો. 2011ના વર્લ્ડ…
કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન (સીજીઍફ)ઍ ગુરૂવારે બર્મિંઘમમાં રમાનારી કોમનવેલ્થ ગેમ્સ 2022માંથી શૂટિંગ સ્પર્ધાને હટાવી દેવાનો કરાયેલો નિર્ણય ભારત માટે મોટા ફટકા સમાન રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં યોજાયેલી 2018ની કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે કુલ 66 મેડલ જીત્યા હતા. જેમાંથી 16 શૂટીંગમાં જીત્યા હતા. કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશને કરેલા આ નિર્ણયથી નિરાશ ભારતીય ઓલિમ્પિક્સ ઍસોસિઍશન (આઇઓઍ) શુક્રવારે કહ્યું હતું કે તેઓ કોઇ પણ પગલુંં ભરતા અચકાશે નહીં અને તેમાં ટૂર્નામેન્ટમાંથી હટી જવા સહિતના પગલાં સામેલ છે. સીજીઍફે શૂટીંગને બહાર કાઢીને તેના સ્થાને ત્રણ નવી રમતને સામેલ કરવાની ભલામણ કરી હતી. સીજીઍફે જો કે આ ગેમ્સના 2022ના યજમાન દેશ ઇંગ્લેન્ડ પર ઍ છોડ્યું છે કે…
ટાઇટલની પ્રબળ દાવેદાર ભારતીય મહિલા હોકી ટીમ શનિવારે મહિલા ઍફઆઇઍચ સિરીઝ ફાઇનલ્સ હોકી ટુર્નામેન્ટની સેમી ફાઇનલમાં પોતાનાથી ઓછી રેન્કિંગવાળી ચીલીની ટીમ સામે રમવા ઉતરશે ત્યારે તેમની નજર ટોક્યો ઓલિમ્પિક્સ ક્વોલિફાયરમાં પોતાનું સ્થાન પાકું કરવા પર હશે. ૯મી રેન્કિંગ ધરાવતી ભારતીય ટીમને વિશ્વમાં ૧૬મી ક્રમાંકિત ચીલી સામે જીતવામાં કોઇ સમસ્યા નડવી ન જાઇઍ. ભારતીય ટીમ ટોક્યો ઓલિમ્પિક્ કવોલિફાયરના અંતિમ રાઉન્ડમાં સ્થાન સુરક્ષિત કરવાથી માત્ર ઍક વિજય દૂર છે. આ ટુર્નામેન્ટમાં ટોચના સ્થાને રહેનારી બે ટીમ આ વર્ષના અંત ભાગે રમાનારી ક્વોલિફાયરમાં સ્થાન મેળવશે. ભારતીય ટીમને તમામ મેચમાં ગોલ કરવાની પુરતી તકો મળી હતી પણ અંતિમ ક્ષણોમાં થતી ભુલને કારણે તેઓ મોટા…
ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડ (ZC)ને શુક્રવારે દેશના રમત અને મનોરંજન પંચ (SRC) દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયું છે. SRC દેશમાં રમત માટે જવાબદાર મંત્રાલયને રિપોર્ટ કરે છે. ઝિમ્બાબ્વે ક્રિકેટના કાર્યકારી મેનેજિંગ ડિરેક્ટર ગિવમોર મેકોનીને પણ તેમના પદેથી સસ્પેન્ડ કરી દેવાયા છે. જે નિવેદન બહાર પાડવામાં આવ્યું છે તે અનુસાર ડેવિડ એલમેન બ્રાઉન, અહમદ ઇબ્રાહિમ, ચાર્લી રોબર્ટસન, સાઇપ્રિયન મેનડેગે, રોબર્ટસન ચિયેંગેટેરે, સિકેસઇ નોકવારા અને ડંકન ફ્રોસ્ટને દેશમાં ક્રિકેટના સંચાલન માટે રચાયેલી વચગાળાની કમિટીમાં સામેલ કરાયા છે. SRCએ આ પગલું એ નિર્દેશના એક અઠવાડિયા પછી ભર્યું છે જેને ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડની ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલી ફરિયાદો અને ઝિમ્બાબ્વે ક્રિકેટના બંધારણના ભંગની ફરિયાદો…
સચિન તેંદુલકર, સૌરવ ગાંગુલી સહિતના ઘણાં ક્રિકેટરો સામેના હિતોના ટકરાવનો મુદ્દો ફરી ઍકવાર સામે આવ્યો છે, કારણકે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ દ્વારા આ ક્રિકેટરોને આઇપીઍલ અથવા કોમેન્ટ્રી બેમાંથી ઍકની પસંદગી કરવા જણાવ્યું છે. તેંદુલકર, ગાંગુલી સહિતના ઘણાં ક્રિકેટર હાલમાં વર્લ્ડ કપમાં કોમેન્ટ્રી કરી રહ્યા છે અને આઇપીઍલમાંં તેઓ તમામ અલગઅલગ ભૂમિકા ભજવે છે. હાલના વર્લ્ડ કપમાં સચિન, સૌરવ, વીવીઍસ લક્ષ્મણ, મહંમદ કૈફ વગેરે કોમેન્ટ્રી ટીમનો હિસ્સો છે. આઇપીઍલમાં સચિન મુંબઇ ઇન્ડિયન્સ સાથે, સૌરવ અને કૈફ દિલ્હી કેપિટલ્સ સાથે જાડાયેલા છે જ્યારે લક્ષ્મણ સનરાઇઝર્સ હૈદરાબાદનો મેન્ટર છે, તો હરભજન ચેન્નઇ સુપર કિંગ્સ સાથે ખેલાડી તરીકે જાડાયેલો છે. બીસીસીઆઇના ઍથિક્સ ઓફિસર જસ્ટિસ…
અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિધ ખાને ઇંગ્લેન્ડ સામેની મેચમાં કરેલી ખરાબ બોલિંગને કારણે થઇ રહેલી સતત ટીકાઓના જવાબમાં કહ્યું હતું કે લોકો 10 સારા દિવસો ભુલીને માત્ર 1 ખરાબ દિવસને સરળતાથી યાદ રાખે છે. રાશિદે ભારતીય ટીમ સામેની મેચ પહેલા કહ્યું હતું કે હું ઍ મેચ બાબતે વધુ નથી વિચારતો. લોકોને ઍ યાદ કરવાનું સારું નથી લાગતું કે રાશિદે પાછલા 10 દિવસમાં શું કર્યુ હતું. તેણે કહ્યું હતું કે હું ઍ મેચમાં થયેલી ભુલોને આગામી મેચમાં સુધારવા પર ધ્યાન આપીશ. ટીકાઓ બાબતે વિચારવાથી કોઇ ફાયદો નથી થવાનો. કેપ્ટન બદલાતા તેણે નારાજગી દર્શાવી હતી તેથી તેના ગુલબદીન નૈબ સાથેના સંબંધ બાબતે કરાયેલા…