કવિ: Sports Desk

પોતાના દેશ માટે ટાઇટલ જીતવાના પ્રયાસમાં જાતરાયેલા લિયોનલ મેસીની ટીમ આર્જેન્ટીનાની કોપા અમેરિકા ફૂટબોલમાં શરૂઆત ખુબ જ ખરાબ રહી હતી અને તેઓ કોલંબિયા સામે 2-0થી હારી ગયા હતા. નવા કોચ કાલોસ કિરોઝની કોલંબિયા સાથે આ પહેલી ટૂર્નામેન્ટ છે. રિયલ મેડ્રિડના માજી કોચ અને માન્ચેસ્ટર યુનાઇટેડમાં ઍલેક્સ ફર્ગ્યુસનના સહાયક રહી ચુકેલા કિરોઝે ફેબ્રુઆરીમાં આ પદ સંભાળ્યું હતું. આર્જેન્ટીના સામેની મેચમાં કોલંબિયા વતી રોજર માર્ટિનેઝે 72 અને ડુવાન ઝપાટાઍ 75મી મિનીટમાં ગોલ કર્યો હતો. આર્જેન્ટીના વતી કોઇ ખેલાડી ગોલ કરી શક્યો નહોતો. હવે કોલંબિયાનો સામનો ઍશિયન ચેમ્પિયન કતર સાથે થશે, જેમાં જીતતા તેના માટે નોકઆઉટનો માર્ગ ખુલી જશે. ઍશિયન ચેમ્પિયન કતરે પરાગ્વે…

Read More

પાકિસ્તાની ટીમના કેપ્ટન સરફરાઝ અહેમદે ઍવું સ્વીકાર્યુ હતું કે 90ના દશકમાં પાકિસ્તાની ટીમ સારી હતી પણ હાલમાં ભારતીય ટીમ શ્રેષ્ઠ છે. ભારત સામેના 89 રનના પરાજય પછીની પ્રેસ કોન્ફરન્સમાં સરફરાઝ પર મીડિયાઍ સવાલોનો જારદાર મારો ચલાવ્યો હતો. તેને જ્યારે ઍવું પુછાયું કે શું આટલા વર્ષોમાં ભારત-પાકિસ્તાનની પ્રતિસ્રર્ધાનો રોમાંચ ખતમ થઇ ગયો છે. ત્યારે સરફરાઝે જવાબ આપ્યો હતો કે અમે પ્રેશરનો યોગ્ય રીતે સામનો કરી શકતા નથી. આ પ્રકારની મેચોમાં પ્રેશરને સારી રીતે હેન્ડલ કરનારી ટીમ જ જીતે છે. પાકિસ્તાની વડાપ્રધાને ટોસ જીતીને દાવ લેવાની સલાહ આપી હતી પણ સરફરાઝે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી, ઍ સંબંધિત સવાલના જવાબમાં તેણે…

Read More

ભારતીય ટીમના વાઇસ કેપ્ટન રોહિત શર્માની સૌથી મોટી તાકાત તેનો શાંત સ્વભાવ છે અને પિતા બન્યા પછી તેમાં વધારો થયો છે અને તેની સીધી અસર વર્લ્ડ કપમાં તેના પ્રદર્શનમાં પણ જાવા મળી રહી છે. તેણે દક્ષિણ આફ્રિકા સામે સદી ફટકારી, તે પછી ઓસ્ટ્રેલિયા સામે અર્ધસદી અને હવે પાકિસ્તાન સામે ફરી ઍક સદી ફટકારી હતી. રોહિતે કહ્યું હતું કે હું હાલમાં જીંદગીના ઍક સારા મુકામે છું. પુત્રીના આગમન પછી ઍ થયું છે અને હું ક્રિકેટનો પુરો આનંદ માણી રહ્યો છું. તેણે કહ્યું હતું કે ઍક ટીમ તરીકે અમે યોગ્ય દિશામાં જઇ રહ્યા છીઍ. અમારા માટે દરેક વિભાગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવું જરૂરી…

Read More

પોતાની શ્રેષ્ઠ રિધમમાં ચાલી રહેલી ઇંગ્લેન્ડની ટીમ મંગળવારે અફઘાનિસ્તાન સામે જ્યારે મેદાને ઉતરશે ત્યારે તેમનો ઇરાદો વિજય મેળવીને સેમી ફાઇનલ માટેની પોતાની સ્થિતિને વધુ મજબૂત કરવાનો રહેશે. આ ઉપરાંત ખેલાડીઓની ઇજાને કારણે થોડી અસ્થિર થયેલી ઇંગ્લેન્ડની ટીમ માટે જાકે અફઘાનિસ્તાન સામેની મેચમાં પોતાનું ટીમ સંયોજન દુરસ્ત કરી લેવાની પણ તક રહેલી છે. ટીમનો કેપ્ટન ઇયોન મોર્ગન પીઠના સ્નાયુ ખેંચાઇ જવાની ઇજામાંથી બહાર આવી ગયો છે.  જ્યારે જેસન રોય હેમસ્ટ્રીંગ ઇન્જરીને કારણે બહાર થયો છે. ત્યારે આ બંને ખેલાડી મંગળવારની મેચમાં રમી શકે તેમ નથી. મોર્ગનની ગેરહાજરીમાં ટીમનું સુકાન હવે જાસ બટલર સંભાળવાનો હતો પણ હવે તે ફીટ થઇ જતાં ઇંગ્લેન્ડને…

Read More

ભારતીય ટીમ સામે વર્લ્ડ કપની મેચમાં રવિવારે 89 રને પરાજીત થયેલી પાકિસ્તાની ટીમ પર માજી કેપ્ટન વસિમ અકરમ સહિતના પાકિસ્તાનના માજી ખેલાડીઓઍ વખોડી હતી. માન્ચેસ્ટરમાં ભારત સામે હાર્યા પછી પાકિસ્તાનનો વર્લ્ડ કપમાં ભારત સામેનો રેકોર્ડ 0-7 થયો છે. વળી રવિવારે ભારતીય ટીમે 89રને મેળવેલો વિજય ઍ વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેનો સૌથી મોટો વિજય રહ્યો હતો. વસીમ અકરમે પાકિસ્તાનના આ પરાજય પછી કહ્યું હતું કે ટીમ પસંદગી ખોટી હતી. વર્લ્ડ કપ પહેલા કોઇ પ્રકારની વ્યુહરચના દેખાઇ નથી. જીત હાર ઍ રમતનો હિસ્સો છે, પણ આ પ્રકારે લડ્યા વગર જ હારી જવું ઍ યોગ્ય નથી. વળી ટોસ જીતીને ફિલ્ડીંગ કરવાના સરફરાઝના નિર્ણયને…

Read More

ભારત સામે વર્લ્ડ કપની મેચમાં રવિવારની મેચમાં શરમજનક રીતે પરાસ્ત થયેલી પાકિસ્તાની ટીમના ઍ પરાજય માટે પાકિસ્તાની મીડિયાઍ ટીમના ખેલાડીઓ વચ્ચેના પરસ્પરના મતભેદ અને સરફરાઝ અહેમદ સામેની નારાજીને જવાબદાર ગણાવ્યા હતા. પાકિસ્તાની ક્રિકેટ જગત માટે ભારત સામે ક્યાંયપણ મળેલો પરાજય પચાવવો મુશ્કેલ હોય છે. માન્ચેસ્ટરમાં રવિવારે મળેલા પરાજય પછી પાકિસ્તાની મીડિયા તે અંગે સંશોધન કરવા માંડ્યું છે. દુનિયા સમાચાર ચેનલે પાકિસ્તાની ટીમ આમિર અને બીજુ ઇમાદ ઍમ બે જૂથમાં વહેંચાયેલી હોવાનું કહ્યું પાકિસ્તાનની ન્યૂઝ ચેનલ ‘સમા’ઍ પોતાના ઍક અહેવાલમાં કહ્યું હતું કે આઉટ થયા પછી ડ્રેસિંગ રૂમમાં સરફરાઝ અહેમદે પોતાનો કાબુ ગુમાવીને ઇમાદ વસીમ અને ઇમામ ઉલ હક સહિતના પાકિસ્તાનના…

Read More

વર્લ્ડ કપની 23મી મેચમાં વેસ્ટઇન્ડિઝે શાઇ હોપ સહિતના 3 બેટ્સમેનોની અર્ધસદીના પ્રતાપે 8 વિકેટે 321 રનનો સ્કોર કરીને મુકેલા 322 રનનના લક્ષ્યાંકને બાંગ્લાદેશે શાકિબ અલ હસનની નોટઆઉટ સદી ઉપરાંત લિટન દાસની 94 રનની નોટઆઉટ ઇનિંગની મદદથી 41.3 ઓવરમાં 3 વિકેટે કબજે કરી લઇને 7 વિકેટે વિજય મેળવ્યો હતો. મેન ઓફ ધ મેચ શાકિબે 124 રનની ઇનિંગ રમવા સાથે લિટન દાસ સાથે 189 રનની નોટઆઉટ ભાગીદારી કરી 322 રનના લક્ષ્યાંક સામે બાંગ્લાદેશને તમિમ ઇકબાલ અને સૌમ્ય સરકારે 52 રનની ભાગીદારી કરી સારી શરૂઆત અપાવી હતી. તે પછી તમિમ અને શાકિબે 69 રનની ભાગીદારી કરી સ્કોર 121 પર પહોંચાડ્યો ત્યારે તમિમ 48…

Read More

વર્લ્ડ કપમાં ભારતીય ટીમને વધુ એકવાર ઇજાને કારણે ફટકો પડ્યો છે. શિખર ધવનને હાથમાં ઇજા થયા પછી હવે ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર પગની ઇજાને કારણે વર્લ્ડ કપની આગામી 2-3 મેચમાંથી આઉટ થઇ ગયો છે. ભુવનેશ્વરને રવિવારે પાકિસ્તાન સામેની મેચ દરમિયાન બોલિંગ કરતી વખતે ડાબો પગનો સ્નાયુ ખેંચાઇ ગયો હતો અને તે પોતાની ઓવર અધુરી મુકીને મેદાન બહાર થયો હતો. હવે આગામી મેચોમાં તેના સ્થાને ભારતીય ટીમમાં મહંમદ શમીનો સમાવેશ થઇ શકે છે. આ વાતની પુષ્ટિ ખુદ કેપ્ટન વિરાટ કોહલીએ કરી હતી. મેચ પછી વિરાટ કોહલીએ ભુવીની ઇજા બાબતે વાત કરતાં કહ્યું હતું કે ભુવનેશ્વરના ડાબો પગ ખેંચાઇ ગયો છે. બોલિંગ…

Read More

 રોહિત શર્માઍ રવિવારે પાકિસ્તાન સામેની મેચમાં પોતાની વનડે કેરિયરની 24મી અને વર્લ્ડ કપની બીજી સદી પુરી કરી હતી. આ સદી ફટકારવાની સાથે જ તે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે સદી ફટકારનારો વિરાટ કોહલી પછી બીજા ભારતીય ખેલાડી બન્યો હતો. રોહિતે ૮૫ બોલમાં સદી પુરી કરી તેની સાથે જ તે  વર્લ્ડ કપમાં સૌથી ઝડપી સદી ફટકારનારા ભારતીયોમાં પાંચમા ક્રમે રહ્યો હતો. રોહિત કરતાં પહેલા વિરાટ કોહલીઍ 2015ના વર્લ્ડ કપમાં ઍડિલેડ ખાતે સદી ફટકારી ચુક્યો છે. જો બંને ટીમ વચ્ચે રમાયેલી વર્લ્ડ કપની મેચોની વાત કરવામાં આવે તો બંને ટીમ મળીને આ માત્ર ત્રીજી સદી રહી છે. કોહલી અને રોહિત પહેલા વર્લ્ડ કપમાં…

Read More

ઓસ્ટ્રેલિયા સામેની શનિવારે રમાયેલી મેચમાં મેચમાં 87 રને પરાજય પછી શ્રીલંકાની ટીમે નિયમ અનુસારની મીડિયા જવાબદારી પુરી કરી નહોતી અને તેમના આ પગલાંને કારણે આઇસીસી હવે શ્રીલંકા સામે શિક્ષાત્મક પગલાં લઇ શકે છે. ઓસ્ટ્રેલિયા સામેના પરાજયથી નિરાશ શ્રીલંકાના કેપ્ટન દિમૂથ કરુણારત્ને અને શ્રીલંકાના અન્ય ખેલાડી અનિવાર્ય ગણાતી પ્રેસ કોન્ફરન્સ અને મિક્સ્ડ ઝોનમાં નહી જવાનો નિર્ણય કર્યો હતો. તેમના આ નિર્ણયને પગલે હવે આઇસીસી દ્વારા તેમને દંડ ફટકારવામાં આવી શકે તેમ છે. આઇસીસીના પ્રવકતાને જ્યારે ઍવું પુછાયું કે પ્રેસ કોન્ફરન્સમાં ન આવવાથી શું શ્રીલંકાઍ સજાનો સામનો કરવો પડશે ત્યારે તેમણે જણાવ્યું હતું કે હાં શ્રીલંકાઍ અમને કહ્યું હતું કે તેઓ પ્રેસ…

Read More