કવિ: Sports Desk

પાકિસ્તાની વડાપ્રધાન અને માજી ક્રિકેટ કેપ્ટન ઍવા ઇમરાન ખાને રવિવારની મેચ માટે પાકિસ્તાની ટીમના કેપ્ટન સરળરાઝ અહેમદને આપેલી સલાહને સરફરાઝે અવગણી હતી. હકીકતમાં ઇમરાન ખાને સરફરાઝને ઍવી સલાહ આપી હતી કે ટોસ જીતે તો ખચકાયા વગર બેટિંગ કરવાનું પસંદ કરજે, જો કે સરફરાઝે ટોસ જીત્યા પછી ફિલ્ડીંગ પસંદ કરી હતી. ઇમરાન ખાને મેચ પહેલા ઍક પછી ઍક કુલ પાંચ ટ્વિટ કર્યા હતા, આ ટ્વિટમાં તેમણે સલાહ આપી હતી કે જા પીચ ભીની ન હોય તો સરફરાઝ અહેમદ જા ટોસ જીતે તો તેણે કોઇ પણ ખચકાટ વગર બેટિંગ કરવાનું પસંદ કરવું જાઇઍ. જાકે ટોસ વખતે બંને ટીમના કેપ્ટનનો મત ઇમરાન ખાનથી…

Read More

વર્લ્ડ કપ 2016ની પાકિસ્તાન સામેની રવિવારની મેચમાં ભારતીય ટીમના ખેલાડીઓઍ ઍકપછી ઍક ઘણાં રેકોર્ડમાં પોતાનું નામ દાખલ કરાવ્યું હતું. આ મેચમાં રોહિત શર્મા અને કેઍલ રાહુલ પહેલીવાર ઓપનીંગ જોડીદાર તરીકે મેદાનમાં ઉતર્યા હતા અને બંનેઍ મળીને પહેલી વિકેટ માટે 136 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારી સાથે જ વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ રોહિત શર્મા અને કેઍલ રાહુલની જોડીના નામે થયો હતો. અને તેમણે સચિન-સિદ્ધુના નામે નોંઘાયેલી સર્વાધિક રનની ઓપનીંગ ભાગીદારીનો 23 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. વર્લ્ડ કપમાં પહેલીવાર કોઇ ભારતીય ઓપનીંગ જોડીઍ પાકિસ્તાન સામે શતકીય ભાગીદારી કરી છે. પાકિસ્તાન સામે ઓપનીંગ જાડીની સર્વાધિક ભાગીદારીનો…

Read More

રવિવારે 2019ના વર્લ્ડ કપની સૌથી હાઇ વોલ્ટેજ ગણાતી મેચમાં ભારતીય ટીમે રોહિત શર્માની જારદાર સદી, વિરાટ કોહલી અને કેઍલ રાહુલની અર્ધસદીના પ્રતાપે પાકિસ્તાનને 337 રનનો લક્ષ્યાંક આપ્યા પછી પાકિસ્તાની ઇનિંગની 35 ઓવર પછી વરસાદે ફરી વિઘ્ન નાંખ્યું હતું અને તે પછી ડકવર્થ લુઇસ નિયમ અનુસાર પાકિસ્તાનને 40 ઓવરમાં 302 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, મતલબ કે પાકિસ્તાને 5 ઓવરમાં 136 રન કરવાના આવ્યા હતા. જેની સામે ઇમાદ વસિમ અને શાદાબે 46 રન જાડતા અંતે ભારતનો 89 રને વિજય થયો હતો. ભારત તરફથી વર્લ્ડકપની બીજી અને કેરિયરની ૨૪મી સદી ફટકારનાર રોહિત શર્માને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો પાકિસ્તાને ટોસ જીતીને પહેલા…

Read More

કાર્ડિફના કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે આજે સાંજે જ્યારે દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાનની ટીમ વર્લ્ડ કપની મેચમાં મેદાન પર ઉતરશે ત્યારે બંને ટીમ પોતાના પહેલા વિજય માટે જોર લગાવશે. અત્યાર સુધી બંને ટીમ વિજયથી વંચિત રહી છે તેથી તેઓ બંને વિજય માટે મથશે તેથી આ મેચ થોડી રોમાંચક બની રહેવાની સંભાવના છે. બિન અનુભવી બેટિંગ લાઇનઅપને કારણે દક્ષિણ આફ્રિકાને ક્યારેય પણ વિજય માટેનું પ્રબળ દાવેદાર ગણવામાં આવ્યું નથી અને તેના અત્યારસુધીના પ્રદર્શનથી એ વાત સાબિત પણ થઇ ચુકી છે. વેસ્ટઇન્ડિઝ સામેની તેમની છેલ્લી મેચમાં તેમના માટે હારને ટાળવી એ પડકાર હતો પણ એ મેચ વરસાદે ધોઇ નાંખીને જાણે કે તેમને બચાવી લીધા.…

Read More

માજી ભારતીય દિગ્ગજ ખેલાડી સચિન તેંદુલકરે બેટ બનાવતી ઓસ્ટ્રેલિયન કંપની વિરુદ્ધ રોયલ્ટીનો કેસ કર્યો છે. આ કંપનીઍ સચિનનું નામ અને ફોટો પોતાની પ્રોડક્ટના પ્રચારમાં ઉપયોગમાં લીધા હતા અને તેન માટે તેમણે સચિન સાથે થયેલા કરાર અનુસાર 2 મિલિયન ડોલર મતલબ કે 14 કરોડ રૂપિયાની રોયલ્ટી ચુકવવાની હતી, પણ તે ન ચુકવાતા સચિને આ કેસ દાખલ કર્યો છે. તેંદુલકરે કોર્ટમાં દાખલ કરેલા પોતાના કેસમાં કહ્યું છે કે સિડની સ્થિત સ્પાર્ટન સ્પોર્ટસ ઇન્ટરનેશનલે 2016માં પ્રમોશનલ સર્વિસ માટે મારા ફોટો, લોગો લગાવવા માટે સચિન બાય સ્પાર્ટનના નામથી સામાન અને કપડા વેચ્યા, તેના બદલામાં વાર્ષિક 1 મિલિયન ડોલર અર્થાત 7 કરોડ રૂપિયાનો કરાર થયો…

Read More

ઓસ્ટ્રેલિયન ટીમના સહાયક કોચ રિકી પોન્ટીંગને ઍવું લાગે છે કે ડેવિડ વોર્નર ઓસ્ટ્રેલિયન ટીમમાં પોતાને સ્થાપિત કરવાના પડકારમાંથી બહાર આવી ગયો છે અને હવે તે પોતાના જારદાર પ્રદર્શનના જારે આ વર્લ્ડ કપમાં ટોચનો સ્કોરર બની શકે છે. શરૂઆતની મેચોમાં રિધમ મેળવવા ઝઝુમેલા વોર્નરે પાકિસ્તાન સામે સદી ફટકારી હતી. તે પછી હવે પોન્ટીંગે કહ્યું હતું કે તમે ડેવિડ વોર્નરને જાણો છો, તે પોતાના શ્રેષ્ઠ ફોર્મમાં હોય ત્યારે તમે જરા સરખી ભુલ કરો તો તેનું નુકસાન તમારે ભોગવવું પડે છે. વોર્નરે પાકિસ્તાન સામે શતકીય ઇનિંગ રમ્યા પછી તેનામાં હવે આત્મવિશ્વાસ આવી ગયો હોય તેવું લાગી રહ્યું છે. આ પહેલાની બે મેચમાં તેણે…

Read More

મહેન્દ્ર સિંહ ધોની અને કરાચીમાં જન્મેલા મહંમદ બશીર વચચેનો સંબંધ ભરત અને પાકિસ્તાન વચ્ચે 2011માં રમાયેલી સેમી ફાઇનલ દરમિયાન શરૂ થયો હતો અને ત્યારથી ઍ વધુ ને વધુ મજબૂત બનતો ગયો છે. આ સંબંધ ઍવો છે કે હાલમાં બશીર પાસે ટિકીટ નથી છતાં તેઓ રવિવારે રમાનારી બારત અને પાકિસ્તાનની મેચ માટે શિકાગોથી 6000 કિમી દૂર માન્ચેસ્ટર પહોંચી ગયા છે. કારણ તેમને વિશ્વાસ છે કે તેઓ મેચ જાઇ શકે ઍવું ધોની તેમને કરી આપશે. આ 63 વર્ષિય પાકિસ્તાની ચાહક શિકાગોમાં રેસ્ટોરન્ટ ચલાવે છે અને પાકિસ્તાની મુળના બશીરને લોકો શિકાગો ચાચા તરીકે જ ઓળખે છે. ધોનીઍ કદી બશીરને નિરાશ નથી કર્યા. બશીર…

Read More

ભારત અને પાકિસ્તાન વચ્ચે 16મી જૂને અહીંના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાનારી આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપની મેચની તમામ ટિકીટો આમ તો ગણતરીની મિનીટમાં વેચાઇ ગઇ હતી, પણ હવે આ ટિકીટો બ્લેકમાં 60 હજારથી વધુ રૂપિયાના ભાવે વેચાઇ રહી છે. બ્રિટનમાં લાખોની સંખ્યામાં ભારત અને પાકિસ્તાની મુળના લોકો રહે છે અને તેના કારણે આ મહામુકાબલાની ટિકીટો મોટી કિંમતે વેચાઇ રહી છે. જે લોકોઍ પહેલા ટિકીટ ખરીદી હતી તેઓ તેને નફો લઇને વેચી રહ્યા છે અને ઍવા લોકો પાસેથી જ ટિકીટ ખરીદીને વિયાગોગો.કોમ નામક વેબસાઇટે તેને રિસેલ કરવાનું શરૂ કર્યુ છે. વેબસાઇટના જણાવ્યા અનુસાર તેની પાસે આવી 480 ટિકીટો આવી હતી. જેમાં બ્રોન્ઝ…

Read More

ઇંગ્લેન્ડમાં રમાઇ રહેલા વર્લ્ડ કપમાં 16મી જૂને ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઇ પ્રોફાઇલ મેચ રમાવાની છે. માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ ખાતે રમાનારી આ મેચ માટે ભારતીય ટીમને માજી દિગ્ગજ બેટ્સમેન સચિન તેંદુલકરે પાકિસ્તાનને પછાડવા માટે 4 મુળ મંત્ર આપ્યા છે. આ મંત્ર છે વહાબ રિયાઝ-મહંમદ આમિરથી સતર્ક રહો, રોહિત અને વિરાટ વિકેટ પર ટકી રહે, હકારાત્મક વલણ અપનાવવાની સાથે દરેક વિભાગમાં આક્રમક બનો. સચિન તેંદુલકરે વિરાટ કોહલીની ટીમને પાકિસ્તાની ટીમના બે ડાબોડી બોલર વહાબ રિયાઝ અને મહંમદ આમિરથી સતર્ક રહેવાની સલાહ આપી છે. સચિને કહ્યું હતું કે ભારતીય બેટ્સમેનોઍ આમિર સામે આક્રમક વલણ અપનાવવું જાઇઍ. સાથે જ સચિને કહ્યું છે કે…

Read More

પોતાની છેલ્લી ચાર મેચમાંથી ત્રણ મેચમાં વિજય મેળવનાર ડિફેન્ડીંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા અત્યાર સુધી વર્લ્ડ કપમાં અપેક્ષિત પ્રદર્શન કરવામાં નિષ્પળ રહેલા શ્રીલંકા સામે અહીં શનિવારે થનારી મેચમાં પોતાના વર્લ્ડ કપ સેમી ફાઇનલ પ્રવેશના અભિયાનને સ્પીડ આપવાનો પ્રયાસ કરશે. ઓસ્ટ્રેલિયાઍ અત્યાર સુધી અફઘાનિસ્તાન, વેસ્ટઇન્ડિઝ અને પાકિસ્તાનને હરાવ્યા છે, જો કે આ દરમિયાન તેને ભારતીય ટીમ સામે પરાજય થયો છે. હવે તેનો સામનો શ્રીલંકા સામે છે, જેણે ન્યુઝીલેન્ડ સામે કારમી હાર વેઠ્યા પછી અફઘાનિસ્તાન પર સંઘર્ષપૂર્ણ વિજય મેળવીને વાપસી કરી પણ પછી પાકિસ્તાન અને બાંગ્લાદેશ સામેની તેની બે મેચ વરસાદે ધોઇ નાંખી. વરસાદે અત્યાર સુધી વર્લ્ડ કપની ચાર મેચ ધોઇ નાંખી છે, જેમાંથી…

Read More