કવિ: Sports Desk

વર્લ્ડકપમાં જ્યારે કોઇ ટીમનો બોલર પાંચ વિકેટ ઉપાડે ત્યારે તે ટીમની જીત નક્કી ગણાય છે, પણ પાકિસ્તાનની ટીમ માટે ઍવું નથી, તેમની સાથે હાલના વર્લ્ડકપની સાથે કુલ ચાર વાર ઍવું બની ચુક્યું છે કે જેમાં તેના ઍક બોલરે 5 વિકેટ ઉપાડી હોવા છતાં તેમની ટીમ હારી ગઇ હોય. 1999ના વર્લ્ડ કપથી લઇને 2019ના વર્લ્ડ કપ સુધીમાં કુલ 4 વાર ઍવું બની ચુક્યું છે. જોકે વર્લ્ડ કપના ઇતિહાસમાં ઍવું પણ બની ચુક્યું છે કે જેમાં પાકિસ્તાની બોલરે 5 વિકેટ ઉપાડી હોયને ટીમ જીતી હોય, જેમાં અબ્દુલ કાદિર, વસિમ અકરમ અને શાહિદ આફ્રિદીનો સમાવેશ થાય છે. પાકિસ્તાની બોલરે વર્લ્ડ કપની મેચમાં પાંચ…

Read More

કેન્સરથી પિડાતા બેડમિન્ટન સ્ટાર લી ચોંગ વેઇએ ગુરૂવારે નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી હતી, જેના કારણે આ શ્રેષ્ઠતમ કેરિયરનો અંત આવી ગયો, જેમાં લી ચોંગ વેઇએ ઘણાં ટાઇટલ જીત્યા પણ ઓલિમ્પિક્સ ગોલ્ડ મેડલ જીતવાનું સ્વપ્ન અધુરું જ રહી ગયું. લી એ અહીં પત્રકાર પરિષદમાં નિવૃત્તિ લેવાની જાહેરાત કર તે સમયે તે ઘણો લાગણીશીલ બની ગયો હતો અને તેની આંખો ભીની થઇ હતી. બે બાળકોના પિતા લી ચોંગ વેઇને ગત વર્ષે શરૂઆતના સ્ટેજ પરના નાકના કેન્સરની જાણ થઇ હતી આ 36 વર્ષિય સ્ટાર ખેલાડીએ કહ્યું હતું કે મેં ઘણાં ભારે મન સાથે નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. હું આ રમતને ખરેખર…

Read More

એફઆઇએચ સિરીઝ ફાઇનલ્સ હોકી ટુર્નામેન્ટમાં શુક્રવારે અહી ભારતીય ટીમ જ્યારે સેમી ફાઇનલ રમવા માટે મેદાનમાં ઉતરશે ત્યારે તેમની સામે એશિયન ચેમ્પિયન જાપાન જેવી ટીમ આકરો પડકાર ઊભો કરી શકે છે. જો કે મનપ્રીતની આગેવાનીમાં ભારતીય ટીમ પોતાના ઘરઆંગણેની પરિસ્થિતિને કારણે વિજયની પ્રબળ દાવેદાર તરીકે મેચમાં ઉતરશે. ભારતીય ટીમે નવા કોચ ગ્રેહામ રિડની દેખરેખમાં ટુર્નામેન્ટના શરૂઆતના રાઉન્ડમાં ઓછી રેન્કિંગ ધરાવતી ટીમ સામે મોટા વિજયો મેળવ્યા છે, પણ તેમણે હજુ સુધી પોતાની સર્વશ્રેષ્ઠ રમત બતાવી નથી. આ ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચનારી ટીમ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં રમાનારી એફઆઇએચ ઓલિમ્પિક્સ ક્વોલિફાયર માટે ક્વોલિફાય થશે. ભારતીય ટીમે પુલ સ્ટેજમાં રશિયા અને ઉઝબેકિસ્તાન બંને સામે 10-0થી વિજય…

Read More

માજી કેપ્ટન કપિલ દેવે બુધવારે કહ્યું હતું કે વર્લ્ડ કપમાં ભારતીય ટીમ ઘણું સારું પ્રદર્શન કરી રહી છે અને વિરાટ કોહલીની આગેવાની હેઠળની ટીમ પાકિસ્તાન સામે આ ટુર્નામેન્ટમાં પોતાનો સો ટકા જીતવાનો રેકોર્ડ જાળવી રાખવામાં સફળ રહેશે. વર્લ્ડ કપમાં ભારતીય ટીમ પાકિસ્તાન સામે ઍકપણ વાર હારી નથી. બંને ટીમો છ વાર વર્લ્ડકપમાં ઍકબીજા સામે રમી છે અને તમામ મેચમાં ભારતીય ટીમ જ જીતી છે. અેક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા કપિલ દેવને જ્યારે ભારત-પાકિસ્તાન મેચ અંગે સવાલ કરાયો ત્યારે તેણે કહ્યું હતું કે ભારત પોતાનું વિજય અભિયાન જાળવી રાખશે તેવી મને આશા છે અને આ ટુર્નામેન્ટમાં 7મીવાર ટીમ ઇન્ડિયા પાકિસ્તાનને હરાવશે.…

Read More

પાકિસ્તાની ટીમના માજી ઓલરાઉન્ડર અબ્દુલ રઝ્ઝાકે પાકિસ્તાની ટીમને હચમચાવનાર સ્પોટ ફિક્સીંગ સંબંધે ઍક સનસનીખેજ દાવો કરતાં કહ્યું હતું કે તે સમયે વનડે ટીમના કેપ્ટન શાહિદ આફ્રિદીનો ઍક તમાચો ખાધા પછી મહંમદ આમિરે સ્પોટ ફિક્સીંગમાં સામેલ હોવાની વાત સ્વીકારી હતી, જ્યારે ઓપનર સલમાન બટ તો 2011ના ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલાથી જ આ પ્રકારના ભ્રષ્ટાચારમાં સંકળાયેલો હતો. પાકિસ્તાનની ઇમેજને ધબ્બો લગાવનારી આ ઘટનાનો ઉલ્લેખ રઝ્ઝાકે ઍક ટીવી ઇન્ટરવ્યુમાં કર્યો હતો. રઝ્ઝાકે કહ્યું હતું કે આફ્રિદીઍ મને રૂમમાંથી બહાર જવા કહ્યું અને થોડી જ વારમાં તમાચાનો અવાજ સંભળાયો અને પછી આમિરે હકીકત કબુલી લીધી. જો કે આ ઓલરાઉન્ડરે પરિસ્થિતિ સામે યોગ્ય રીતે કામ નહીં…

Read More

ભારતીય ક્રિકેટ ચાહકોમાં ટીમ ઇન્ડિયાના ઓપનર શિખર ધવનની ઇજા મામલે ચિંતાનો માહોલ છે, ત્યારે ભારતીય ટીમના બેટિંગ કોચ સંજય બાંગરે ન્યુઝીલેન્ડ સામે ગુરૂવારે રમાનારી મેચ પહેલાની પ્રેસ કોન્ફરન્સમાં ધવનની ઇજા બાબતે અપડેટ આપીને કહ્યું હતું કે ધવન 10થી 12 દિવસ ક્રિકેટ રમી શકશે નહીં. તેના કારણે ચિંતાનો માહોલ થોડો ઘટ્યો છે. બાંગરે કહ્યું હતું કે અમે સતત શિખરની ઇજાનું મોનિટરિંગ કરી રહ્યા છે, તેની ઇજા સારી થવામાં ૧૦થી ૧૨ દિવસનો સમય લાગી શકે છે. જ્યારે જરૂર પડશે ત્યારે અમારી પાસે વિકલ્પ તરીકે વિજય શંકર છે. સૌથી સારી વાત ઍ છે કે અમારી પાસે સારા બેકઅપ ખેલાડીઓ છે. ઍ ઉલ્લેખનીય છે…

Read More

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી)ના મુખ્ય કાર્યકારી ડેવ રિચર્ડસને કહ્યું છે કે વરસાદથી પ્રભાવિત વર્લ્ડ કપ મેચ માટે અલગથી રિઝર્વ ડે રાખવો ઍ ટૂર્નામેન્ટનો લાંબો સમયગાળો જોતા વ્યવહારિક રુપે અંસભવ છે. અત્યાર સુધી કુલ 3 મેચ ધોવાઇ ગઇ છે. જેમાં દક્ષિણ આફ્રિકા અને વેસ્ટઇન્ડિઝ વચ્ચેની મેચ 7.3 ઓવરની રમત પછી ધોવાઇ હતી, જ્યારે શ્રીલંકાની પાકિસ્તાન અને બાંગ્લાદેશ સામેની ઍમ બંને મેચ ટોસ થયા વગર ધોવાઇ ગઇ છે. હવામાન વિભાગના રિપોર્ટ અનુસાર ઇંગ્લેન્ડમાં જૂનમાં સરેરાશથી બેવડો વરસાદ થઇ રહ્યો છે. રિચર્ડસને કહ્યું હતું કે આ સંપૂર્ણપણે કમોસમી વરસાદ છે. છેલ્લા બે દિવસમાં અહીં જે વરસાદ પડ્યો છે, તે આખા જૂનમાં પડતા સરેરાશ…

Read More

ઇજાગ્રસ્ત શિખર ધવનની ગેરહાજરીમાં ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સામે ગુરૂવારે અહીં રમાનારી મેચમાં મેદાને ઉતરશે ત્યારે સતત ખરાબ રહેલું હવામાન સુધર્યા પછી ન્યુઝીલેન્ડનું જોરદાર બોલિંગ આક્રમણ ભારતીય ટીમની આકરી કસોટી કરે તેવી સંભાવના છે. કમોસમી વરસાદનું જોખમ આ મેચ પર પણ છે અને હવામાન વિભાગની આગાહી અનુસાર ગુરૂવારે અહીં બપોર પછી વરસાદ નહીં પડે, ત્યારે ઍ વાતને ધ્યાને લેતા ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચેની આ મેચની ઓવરોમાં કપાત થવાની સંભાવના છે.  હાલમાં વરસાદને કારણે ટોસ ઉછાળવામાં વિલંબ થઇ રહ્યો છે. જો મેચ ઓછી ઓવરોની રમાશે તો કીવી ટીમની ઝડપી બોલિંગ ભારતીય ટીમની નવી ઓપનીંગ જોડી સામે મુશ્કેલ ઊભી કરી શકે છે. ધવનની ગેરહાજરીમાં રોહિત…

Read More

પાકિસ્તાન સામે અહીં રમાયેલી મેચમાંં ઓસ્ટ્રેલિયાના ઓપનર ઍરોન ફિન્ચ અને ડેવિડ વોર્નરે ૨૨.૧ ઓવરમાં ૧૪૬ રનની ઓપનીંગ ભાગીદારી કરીને ઍક ખાસ યાદીમાં પોતાનું નામ સામેલ કર્યુ હતું. આ જોડી વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે સર્વાધિક રનની ભાગીદારી કરવા સંબંધી યાદીમાં ત્રીજા ક્રમે પહોંચી હતી. ૧૯૯૨ના વર્લ્ડ કપમાં ડેસમન્ડ હેઇન્સ અને બ્રાયન લારાઍ નોટઆઉટ ૧૭૫ રનની ઓપનીંગ ભાગીદારી કરી હતી. તે પછી ૧૯૯૬ના વર્લ્ડ કપમાંં રોબિન સ્મિથ અને માઇકલ આથર્ટને કરાચી ખાતે ૧૪૭ રનની ભાગીદારી કરી હતી. ઍવું માત્ર પાંચ વાર જ બન્યું છે કે જેમાં વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે ઓપનરોઍ શતકીય ભાગીદારી કરી હોય. વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે શતકીય ઓપનીંગ ભાગીદારીઓ ખેલાડીઓ …

Read More

ડેવિડ વોર્નરની સદી અને ઍરોન ફિન્ચ સાથેની તેની શતકીય ભાગીદારીને પગલે થયેલી ઉમદા શરૂઆત પછી ત્રાટકેલા મહંમદ આમિરના કાતિલ પંજામાં સપડાયેલું ઓસ્ટ્રેલિયાની ટીમ 307 રને ઓલઆઉટ થઇ હતી. 308 રનના લક્ષ્યાંક સામે પાકિસ્તાનની ટીમ 266 રને ઓલઆઉટ થઇ જતાં ઓસ્ટ્રેલિયા આ મેચ 41 રને જીત્યું હતું વોર્નરની સદી અને ફિન્ચ સાથેની શતકીય ભાગીદારી છતાં ઓસ્ટ્રેલિયા 307 રનમાં ઓલઆઉટ ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમને ફિન્ચ અને વોર્નરે જોરદાર શરૂઆત અપાવી હતી અને બંને ઓપનરે મળીને પહેલી વિકેટની ભાગીદારીમાં 146 રન જોડ્યા હતા. જોખમી બનતી ભાગીદારીને આમિરે તોડીને ફિન્ચને અંગત 82 રને પેવેલિયન ભેગો કર્યો હતો. ફિન્ચ આઉટ…

Read More